ગોદરેજ હાઉસિંગ ફાઇનાન્સના નવા ક્ષેત્રમાં પ્રવેશ કરશે, પીરોજશા ગોદરેજની અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ
રિયલ સેક્ટર સહિત તમામ ક્ષેત્રોમાં સામેલ ગોદરેજ ગ્રુપ હવે વધુએક નવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. કંપની હાઉસિંગ સેક્ટર સહિત અન્ય સેગમેન્ટ્સને ફાઇનાન્સ કરશે. આ માટે જૂથે ગોદરેજ હાઉસિંગ ફાઇનાન્સ નામની નવી કંપનીની રચના કરી છે. દિવાળી પહેલા 10 નવેમ્બરના રોજ તેને લોન્ચ કરાય તેમ લાગી રહ્યું છે. ગોદરેજ ગ્રુપે પીરોજશા ગોદરેજને હાઉસિંગ ફાઇનાન્સના નવા […]
સૂત્રો અનુસાર મનીષ શાહને હાઉસિંગ ફાઇનાન્સ વર્ટીકલના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગોદરેજ ગ્રુપની હેડ ઓફિસ મુંબઈમાં છે અને ત્યાંથી જ ફાઇનાન્સિયલ સર્વિસસ યુનિટ કાર્યરત થશે. કંપની શરૂઆતમાં 4 મોટા શહેરોમાં કાર્ય કરશે જેમાં મુંબઇ, એનસીઆર, બેંગ્લોર અને પૂનાનો સમાવેશ થાય છે. આ ચાર શહેરોને રિયલ્ટી ક્ષેત્રની દ્રષ્ટિએ દેશમાં અગ્રણી માનવામાં આવે છે.
આ નવા યુનિટમાં હોમ લોન, પ્રોપર્ટીના બદલામાં બેલેન્સ ટ્રાન્સફર લોન અને બિઝનેસ સાથે પર્સનલ લોન પણ આપવામાં આવશે. કંપનીની યોજના નવા ક્ષેત્રમાં સામેલ થતા નવા વ્યવસાયને પકડવાની છે. મૂળ ગોદરેજ ગ્રુપ રીયલ્ટી, રિટેલ, કન્ઝ્યુમર, એફએમસીજી વગેરેમાં છે. આ એવા ક્ષેત્રો છે જેમાં દેવાની જરૂરી હોય છે અને પર્સનલ તેમજ બિઝનેસ લોનના વ્યાજ દર ખૂબ વધારે હોય છે. તમામ સેક્ટર રોકડની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે ત્યારે કંપનીએ આ ક્ષેત્રમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો છે. ગોદરેજ ગ્રુપ ફાઇનાન્સ કરીને સેક્ટરમાં મજબૂતી બનાવવા માંગે છે. કંપનીને ફાયદો થશે કારણકે તે આ ક્ષેત્રમાં જ છે અને ગ્રાહકોને રિયલ્ટી, હોમ લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન આપી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો