AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Go Fashion IPO: આજે 70 ટકા પ્રીમિયમ ઉપર લિસ્ટ થઈ શકે છે સ્ટોક, જાણો શું છે GMP

ગો ફેશન એ વિમેન્સ બોટમ વેર બ્રાન્ડ ગો કલર્સની ઓપરેટર છે. 17 અને 22 નવેમ્બરની વચ્ચે ખુલેલ ગો ફેશનનો IPO 135.46 ગણો સબસ્ક્રાઇબ થયો છે.

Go Fashion IPO: આજે 70 ટકા પ્રીમિયમ ઉપર લિસ્ટ થઈ શકે છે સ્ટોક, જાણો શું છે GMP
Go Fashion IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:37 AM
Share

મહિલાઓ માટે બોટમ વેર બનાવતી કંપની ગો ફેશનનો આઈપીઓ(Go Fashion IPO) આજે 30 નવેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટ થવાનો છે. ગ્રે માર્કેટના નિષ્ણાતોના મતે ગો ફેશનના શેર લગભગ 65-70%ના પ્રીમિયમ પર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.ગો કલર્સ બ્રાન્ડનું સંચાલન કરતી કંપની મહિલાઓના બોટમ-વેર માર્કેટમાં લગભગ 8% હિસ્સો ધરાવે છે.

IIPO Central અને IPO Watch જણાવ્યા અનુસાર ગ્રે માર્કેટમાં ગો ફેશનના શેર 65-75% (રૂ. 450-520)ના ભારે પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. ગો ફેશન IPO માટે અપર પ્રાઇસ બેન્ડ રૂ. 690 છે. જોકે ગ્રે માર્કેટમાં તેના શેર રૂ 1,140 થી રૂ 1,210 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.

CapitalVia Global Research ના હેડ ઓફ રિસર્ચ ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે “અમે રૂ. 1,170 પર લિસ્ટિંગની અપેક્ષા રાખીએ છીએ, જે ઇશ્યૂ પ્રાઇસ કરતાં લગભગ 70 ટકા વધારે છે.” બીજી તરફ મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ ) પ્રશાંત તાપસીએ જણાવ્યું હતું કે, “આ IPOને રોકાણકારો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, ખાસ કરીને HNI અને QIB રોકાણકારો તરફથી ખુબ સારું રોકાણ મળ્યું છે. તેથી અમે ઇશ્યૂમાં લગભગ 65-70% પ્રીમિયમની અપેક્ષા રાખીએ છીએ.

ગો ફેશનના ફંડામેન્ટલ્સ પર ટિપ્પણી કરતા ફિન્ડોકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીતિન શાહીએ જણાવ્યું હતું કે, “ગો ફેશન એ મહિલાઓના બોટમ-વેર ઉદ્યોગમાં અગ્રણી ખેલાડીઓમાંની એક છે. કંપની પાસે સમગ્ર ભારતમાં મલ્ટિ-ચેનલ વિતરણ નેટવર્ક છે અને તેની પાસે સારી રીતે વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે. આ ઉપરાંત, કંપની પાસે સારા નાણાકીય પ્રદર્શનનો સારો ટ્રેક રેકોર્ડ છે. મહિલા રિટેલ બોટમ-વેર સેગમેન્ટ એ ઝડપથી વિકસતું બજાર છે.”

ગો ફેશન એ વિમેન્સ બોટમ વેર બ્રાન્ડ ગો કલર્સની ઓપરેટર છે. 17 અને 22 નવેમ્બરની વચ્ચે ખુલેલ ગો ફેશનનો IPO 135.46 ગણો સબસ્ક્રાઇબ થયો છે. તમને શેર મળ્યા કે નહિ? આ રીતે જાણો

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  •  હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  •  તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  •  હવે Search પર ક્લિક કરો.
  •  હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • KFintech પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે. લિંક: https://kosmic.kfintech.com/ipostatus/
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  •  કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

આ રીતે રિફંડ મળશે તમને જણાવી દઈએ કે જે રોકાણકારોને શેર મળ્યા નથી તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. 26 નવેમ્બરથી જે રોકાણકારોએ આ IPOમાં રોકાણ કર્યું છે, જેમને શેર મળ્યા નથી તેઓને રિફંડ આપવાનું શરૂ થશે. આ રિફંડના નાણા તે જ ખાતામાં આવશે જેના દ્વારા તમે રોકાણ કર્યું છે.

આ પણ વાંચો :  Life Certificate : હવે દસ્તાવેજો નહિ પણ માત્ર ચહેરો બતાવવાથી મળી જશે Pension, જાણો કઈ રીતે?

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં ઉછાળા વચ્ચે સતત 26માં દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર રખાયા

g clip-path="url(#clip0_868_265)">