GMDCએ નવા ટ્રાંચ મુજબના કોમર્શિયલ કોલ બ્લોક ઑક્શનમાં અત્યાર સુધીની સૌથી વધુ બોલી-બીડ લગાવી

|

Feb 08, 2023 | 12:47 PM

અત્યાર સુધીની સૌથી મોટી બોલી છે. જેમાં GMDC ખાણકામ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું લક્ષ્ય ધરાવે છે ત્યારે GMDCની કામગીરીનું વિસ્તરણ એ લક્ષ્યની પ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

GMDCએ નવા ટ્રાંચ મુજબના કોમર્શિયલ કોલ બ્લોક ઑક્શનમાં અત્યાર સુધીની સૌથી વધુ બોલી-બીડ લગાવી
GMDC (file)
Image Credit source: File photo

Follow us on

અમદાવાદ, દેશનું અગ્રણી ખાણકામ PSU એન્ટરપ્રાઈઝ અને સૌથી વધુ લિગ્નાઈટ વિક્રેતા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (GMDC) કોલસા મંત્રાલય દ્વારા નવા ટ્રાંચ મુજબના કોમર્શિયલ કોલ બ્લોકની હરાજીમાં સૌથી વધુ બ્લોક્સ માટે કુલ 9 બિડ-બોલી કરી છે. હરાજીમાં સહભાગિ બની, જી.એમ.ડી.સી.નો હેતુ રાજ્યની ભૌગોલિક સીમાઓથી આગળ તેના વ્યવસાયને વિસ્તારવાનો છે.

અત્યાર સુધીની સૌથી વધુ બોલી-બીડ

ત્યારે આ અત્યાર સુધીની સૌથી મોટી બોલી છે. જેમાં GMDC ખાણકામ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું લક્ષ્ય ધરાવે છે ત્યારે GMDCની કામગીરીનું વિસ્તરણ એ લક્ષ્યની પ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વિકાસરૂપ પહેલથી જી.ડી.એમ.સી.ના વૈવિધ્યસભર ઉત્પાદનો વધુ ગ્રાહકો સુધી પહોંચશે અને નોકરીની નવી તકો ઊભી થશે. કંપની સ્થાનિક અર્થતંત્રોને ટેકો આપવા અને વિકાસને વધુ આગળ વધારવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

 બીજા નંબરની સૌથી મોટી લિગ્નાઈટ ઉત્પાદક

GMDC ભારતમાં બીજા નંબરની સૌથી મોટી લિગ્નાઈટ ઉત્પાદક કંપની છે. અમે ગુજરાતમાં લિગ્નાઈટ સંશોધન અને પુરવઠામાં અગ્રેસર છે. રાજ્યભરના ડિપોઝિટ-સમૃદ્ધ વિસ્તારોમાંથી લિગ્નાઈટનું માઇનિંગ કરે છે, અમે તેને કાપડ, રસાયણો, સિરામિક્સ, ઈંટો અને કેપ્ટિવ પાવર સહિતના વિવિધ ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ઉદ્યોગોમાં માર્કેટિંગ કરી રહી છે. GMDC આવનારા વર્ષોમાં વધુ ગ્રાહકોને સેવા આપવા અને સતત વિકાસ કરવા માટે ઉત્સુક છે. GMDCની સફળતા, વૃદ્ધિ અને ટકાઉપણા માટેની પ્રતિબદ્ધતાને આ નવું વિસ્તરણ વધુ બળવત્તર બનાવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હરાજીમાં સૌથી વધુ બ્લોક્સ માટે બોલી

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એ ભારતની અગ્રણી માઈનીંગ કંપનીઓમાં સમાવેશ પામે છે અને તે ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. રાજ્ય સરકારની માલિકીની આ કંપની કચ્છ, દક્ષિણ ગુજરાત અને ભાવનગર વિસ્તારમાં પાંચ કાર્યરત લિગ્નાઈટની ખાણો ધરાવે છે અને દેશમાં તે લિગ્નાઈટની સૌથી મોટી મર્ચન્ટ સેલર છે. ત્યારે આ વખતે કોલસા મંત્રાલય દ્વારા નવા ટ્રાંચ મુજબના કોમર્શિયલ કોલ બ્લોકની હરાજીમાં સૌથી વધુ બ્લોક્સ માટે કુલ 9 બિડ-બોલી થઈ છે.

બોક્સાઈટ, ફ્લોરસ્પાર, મેંગેનીઝ, સિલિકા રેતી, લાઈમસ્ટોન, બેન્ટોનાઈટ અને બોલ ક્લેના સંશોધનમાં પણ સામેલ છે. તેઓ હાઇડ્રોફ્લોરિક એસિડના ઉત્પાદનથી લઈને કાચ અને સિરામિક વેર અને ડ્રિલિંગ તેલ સુધીના પાણીને શુદ્ધ કરવા સુધીના વિવિધ ઉદ્યોગોમાં એપ્લીકેશન શોધે છે. જોકે આવા અનેક કામ માટે કંપની કામ કરી રહી છે.

Next Article