Global market: અમેરિકામાં રાજકીય હંગામા છતાં DOW JONES 400 અંક ઉછળ્યો, SGX NIFTY માં 100 અંકની વૃદ્ધિ

|

Jan 07, 2021 | 11:14 AM

વૈશ્વિક બજાર (GLOBAL MARKET )આજે મિશ્ર સંકેત આપી રહ્યું છે. અમેરિકા (AMERICA)ના રાજકારણમાં હંગામાની સ્થિતિ છતાં DOW JONES માં સારી તેજી રહી હતી.

Global market: અમેરિકામાં રાજકીય હંગામા છતાં DOW JONES 400 અંક ઉછળ્યો, SGX NIFTY માં 100 અંકની વૃદ્ધિ

Follow us on

વૈશ્વિક બજાર (GLOBAL MARKET )આજે મિશ્ર સંકેત આપી રહ્યું છે. અમેરિકા (AMERICA)ના રાજકારણમાં હંગામાની સ્થિતિ છતાં DOW JONES માં સારી તેજી રહી હતી. યુએસમાં બિડેનની ચૂંટણીમાં વિજય પર મહોર લગાવે તે પૂર્વે ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ હિલ્સના મકાનમાં હોબાળો મચાવ્યો હતો.

રાજકીય હંગામા દરમ્યાન ટ્વિટરે ટ્રમ્પનું ખાતું 12 કલાક માટે બંધ રાખ્યું છે. આ હંગામો છતાં, યુએસ બજારોમાં કારોબારમાં તેજીનો માહોલ રહ્યો હતો. ડાઉ જોન્સ 400 થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે એક નવી રેકોર્ડ પર પહોંચ્યો હતો. એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવાને મળી રહ્યો છે.

યુએસ બજારો રાહત પેકેજની આશામાં દોડ્યા છે. ડાઉએ ગઈકાલના ટ્રેડિંગમાં એક નવો રેકોર્ડ બનાવ્યો. ગઈકાલે ડાઉમાં 438 પોઇન્ટનો ઉછાળો જોવાયો હતો. ઇન્ડેક્સમાં ૧.૪૪ ટકાના વધારા બાદ ૩૦૮૨૯ ઉપર બંધ થયો હતો. તે જ સમયે, નાસ્ડેકમાં 78 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડેક્સમાં ૦.૬૧ ટકાના નુકશાન બાદ ૧૨૭૪૦ ઉપર બંધ થયો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 497.15 અંક એટલે કે 1.84 ટકા વધીને 27,553.09 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.આજે એસજીએક્સ નિફ્ટી 107 અંક મુજબ 0.76 ટકાના વધારાની સાથે 14,281.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 1.22 ટકા વધ્યો જ્યારે હેંગ સેંગમાં 0.08 ટકાની નબળાઈ દેખાઈ રહી છે.

કોરિયાઈ બજાર કોસ્પી 2.26 ટકા વધીને 3035.20 ના સ્તર પર દેખાય રહ્યા છે. તાઇવાનના બજાર 0.90 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા છે .શંધાઈ કંપોઝિટ 2.66 અંકની નજીવી મજબૂતીની સાથે 3,553.54 ના સ્તર પર છે.

Published On - 9:16 am, Thu, 7 January 21

Next Article