AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાલ કાર માટેનો વેઇટિંગ સમય ઘટવાનો કોઈ સંકેત નથી, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું ક્યારે પૂરી થશે ચિપની અછત

સામાન્ય દિવસોની સરખામણીએ બુકિંગ કેન્સલ થવાની ઝડપ 2 ગણી વધી ગઈ છે. હાલમાં એક મહિનામાં 45 હજાર જેટલા બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે.

હાલ કાર માટેનો વેઇટિંગ સમય ઘટવાનો કોઈ સંકેત નથી, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું ક્યારે પૂરી થશે ચિપની અછત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:49 PM
Share

આ વર્ષે જે ગ્રાહકોએ કાર બુક (Car Booking) કરાવી છે તેમને તેમની કાર મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડશે. સ્થિતિ એ છે કે ઘણી બધી કારનો વેઇટિંગ પિરિયડ (waiting period) 6 મહિનાથી વધુ થઈ ગયો છે, જેના કારણે બુકિંગ કેન્સલ થવાની ઝડપ પણ વધી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર મે-જૂનથી સ્થિતિમાં સુધારો થવા લાગશે.

ચિપની અછત ક્યારે પૂરી થશે?

કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપ્યા પછી, ચિપની અછત પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કોવિડને કારણે, માંગ અને પુરવઠામાં મોટો તફાવત જોવા મળ્યો છે. તેમના મતે, કોવિડને કારણે લગભગ તમામ કામ ડિજિટલ રીતે કરવામાં આવ્યા હતા, જેના કારણે સાધનોની માંગ વધી હતી. બીજી તરફ ઘણા પ્લાન્ટ બંધ થવાને કારણે ચિપની સપ્લાયમાં ઘટાડો જોવા મળ્યો હતો.

તેમણે કહ્યું કે આજની પરિસ્થિતિમાં ઉદ્યોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 6 થી 8 મહિનામાં ચિપની સપ્લાય સામાન્ય થવા લાગશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ કોઈ નિશ્ચિત આંકડો નથી કારણ કે આવનારા સમયમાં સ્થિતિ કોઈપણ દિશામાં ફેરવાઈ શકે છે.

ચિપની અછતને કારણે બુકિંગમાં થયો ઘટાડો

ઓટોમોટિવ ઉદ્યોગ સંસ્થા SIAM એ માહિતી આપી છે કે સેમિકન્ડક્ટર (ચિપ)ની અછતને કારણે નવેમ્બરમાં દેશમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે. સિયામે કહ્યું કે સેમિકન્ડક્ટરની અછતને કારણે વાહનોના ઉત્પાદન અને પુરવઠા પર ખરાબ અસર પડી રહી છે. ચિપની અછતને કારણે, પેસેન્જર વ્હીકલ (PV)નું જથ્થાબંધ વેચાણ ગયા મહિને 2,15,626 યુનિટ હતું, જે નવેમ્બર 2020 ના 2,64,898 યુનિટ્સ કરતા 19 ટકા ઓછું છે.

જ્યારે આ જ કારણોસર, તહેવારોની સિઝન ઘણા વર્ષોમાં સૌથી ખરાબ સિઝન સાબિત થઈ છે. હાલમાં કંપનીઓ કાર બુકિંગને લઈને ચિંતિત છે, મારુતિએ પહેલા જ તેની જાણકારી આપી દીધી છે કે,  તેણે પોતાના ગ્રાહકોને 2 લાખ કાર સોંપવાની છે. હાલમાં એક મહિનામાં સરેરાશ 40 થી 45 હજાર બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે. ઓગસ્ટ સુધી આ આંકડો 15 હજારથી 20 હજારના સ્તરે હતો.

આ પણ વાંચો :  Maharashtra Board: મહારાષ્ટ્ર બોર્ડનો શાળાનો અભ્યાસક્રમ બદલાયો, હવે ધોરણ 1 થી 8 સુધી એક નવો વિષય ભણાવવામાં આવશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">