GDP Growth: અર્થવ્યવસ્થામાં મોટો સુધારો, નેગેટિવથી પોઝિટીવ થયો GDP આંક

|

Feb 26, 2021 | 7:09 PM

GDP Growth: ભારતીય અર્થવ્યવસ્થા કોરોના વાઈરસ મહામારીની અસરોમાંથી બહાર આવી ગઈ છે. સરકારે શુક્રવારે કહ્યું કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર(GDP) 0.4 ટકા રહ્યો છે.

GDP Growth: અર્થવ્યવસ્થામાં મોટો સુધારો, નેગેટિવથી પોઝિટીવ થયો GDP આંક

Follow us on

GDP Growth: ભારતીય અર્થવ્યવસ્થા કોરોના વાઈરસ મહામારીની અસરોમાંથી બહાર આવી ગઈ છે. સરકારે શુક્રવારે કહ્યું કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર(GDP) 0.4 ટકા રહ્યો છે. સરકારે આગાહી કરી છે કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 8 ટકાનો ઘટાડો થશે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં જણાવાયું છે કે ભારતીય અર્થતંત્ર સતત બે ક્વાર્ટરમાં નકારાત્મક બન્યા પછી ત્રીજા ક્વાર્ટરમાં સકારાત્મક બન્યું છે. ભારતીય અર્થવ્યવસ્થામાં 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં 3.3 ટકાનો વધારો થયો છે.

 

ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો GDP આંક 0.4 ટકાના સ્તરે સકારાત્મક રહ્યો છે. પ્રથમ બે ક્વાર્ટર દરમિયાન કોરોના વાયરસ મહામારી ફાટી નીકળવાના કારણે મોટો ઘટાડો નોંધાયો હતો. સરકારે ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરનો જીડીપી ડેટા જાહેર કર્યો હતો. સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 0.4 ટકાનો વિકાસ થયો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

આ પણ વાંચો: છેતરપિંડી: સરકારના હુબહુ નકલી વેબસાઈટ બનાવી, લોકો પાસે ઉઘરાવ્યા 1.2 કરોડ રૂપિયા

Next Article