છેતરપિંડી: સરકારના હુબહુ નકલી વેબસાઈટ બનાવી, લોકો પાસે ઉઘરાવ્યા 1.2 કરોડ રૂપિયા

દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા બનાવટી વેબસાઈટ દ્વારા છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  • tv9 webdesk37
  • Published On - 18:50 PM, 26 Feb 2021
છેતરપિંડી: સરકારના હુબહુ નકલી વેબસાઈટ બનાવી, લોકો પાસે ઉઘરાવ્યા 1.2 કરોડ રૂપિયા
પ્રતિકાત્મક તસ્વીર

દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા બનાવટી વેબસાઈટ દ્વારા છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સરકારથી મળતી વેબસાઈટ બનાવતા હતા અને લોકો પાસેથી રજીસ્ટ્રેશન ફીના નામે 3 હજાર રૂપિયા લેતા હતા, જ્યારે સરકારી સ્થળો પર નોંધણી મફત છે. GEMમાં નોંધણી માટે લોકોને આમંત્રિત કરતા હતા. આરોપી ગુગલને તેમની વેબસાઈટને ગૂગલ સર્ચમાં ટોચના સ્થાને રાખવા માટે મોટી રકમ પણ ચૂકવી રહ્યા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં લગભગ 4,000 લોકો પાસેથી 1.20 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.

 

સાયબર ક્રાઈમ યુનિટના ડીસીપી અન્યેશ રોયના જણાવ્યા અનુસાર એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે તેણે સરકારી સાઈટ ઈ-માર્કેટપ્લેસને જેવી જ વેબસાઈટની મુલાકાત લીધી છે. બરાબર સરકારની વેબસાઈટની જેવી જ દેખાતી આ વેબસાઈટ પર વિશ્વાસ આવી ગયો અને તેણે એક વેપારી તરીકે આમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. નોંધણી ફીના નામે તેની પાસેથી 2,999 ફી પણ લેવામાં આવી હતી.

 

બાદમાં જાણવા મળ્યું કે સરકાર દ્વારા કોઈ ફી લેવામાં આવતી નથી. આ રીતે ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ ગઈ છે. કેસ નોંધ્યા બાદ એસીપી રમણ લાંબાની દેખરેખ હેઠળ એસઆઈ સુનીલ સિદ્ધુ, એસઆઈ મનીષ અને હવલદાર કુલતારનની ટીમે તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યું છે કે આવી વધુ નકલી વેબસાઈટ્સ પણ જીઈએમના નામે ચાલી રહી છે. બનાવટી વેબસાઈટ્સની ડિજિટલ ટ્રાયલ અને મની ટ્રેઈલ ઓળખવામાં આવી હતી. જાણવા મળ્યું કે બનાવટી વેબસાઈટની નોંધણી ફી વિવિધ ડિજિટલ માધ્યમથી લેવામાં આવે છે. તેમજ બહાર આવ્યું છે કે વેબસાઈટ સર્વર વિદેશમાં છે.

 

એસઆઈ સુનિલ સિદ્ધુની ટીમે ઉત્તમ નગરના રહેવાસી યશ શર્મા, તુષાર નૈયર, અનુરાગ ચૂગ અને સૂરજ વર્માની ધરપકડ કરી હતી. યશ શર્મા આ બનાવટી વેબસાઈટ્સ સાથે જોડાયેલો હતો. જેણે અને 2500 લોકો પાસેથી 65થી 70 લાખની છેતરપિંડી કરી છે. બાકીના ત્રણ આરોપી ઓઆરજી સાઈટ સાથે સંકળાયેલા હતા. તેઓએ આશરે 1,600 લોકો પાસેથી 35થી 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. લોકોને છેતરપિંડી કર્યા બાદ તેઓ લોકોની વિગતો સરકારી સાઈટ પર મૂકી દેતા હતા, જેથી તેઓને છેતરપિંડીની ખબર ના પડે. તેમના લેપટોપ પર લગભગ 4 હજાર લોકોનો ડેટા મળ્યો છે. આરોપીઓ પાસેથી 12 મોબાઈલ અને 3 લેપટોપ મળી આવ્યા છે. તેમજ તેમના ત્રણ બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: જ્હોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી અભિનીત ‘મુંબઈ સાગા’નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ આવતા મહિને થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં