AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani માત્ર કમાણી જ નહીં પરંતુ દાનમાં પણ ટોચ પર છે, બનાવ્યો નવો રેકોર્ડ

ગૌતમ અદાણી (Gautam Adani) એ આ વખતે જુનમાં 60 વર્ષના થશે ત્યારે જન્મદિવસ પર 60,000 કરોડ રૂપિયા (7.7 અબજ ડોલર) પરમાર્થના કાર્યમાં વાપરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Gautam Adani માત્ર કમાણી જ નહીં પરંતુ દાનમાં પણ ટોચ પર છે, બનાવ્યો નવો રેકોર્ડ
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 3:23 PM
Share

Forbes ની ભારતીય ઉદ્યોગપતિ બ્રહ્મલ વાસુદેવન અને તેમની વકીલ પત્ની શાંતિ કાંડિયાને એશિયાના ચેરિટી હીરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયાના ચેરિટેબલ હીરોની યાદીની 16મી આવૃત્તિ મંગળવારે બહાર પાડવામાં આવી હતી. ફોર્બ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ યાદીમાં કોઈપણ રેન્કિંગ વિના એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અગ્રણી પરોપકારી કાર્યો કરનારા લોકોનો સમાવેશ થાય છે.

જૂનમાં 60 હજાર કરોડનું દાન કરવાનું કર્યુ એલાન

અદાણીએ આ વખતે જુનમાં 60 વર્ષના થશે ત્યારે જન્મદિવસ પર 60,000 કરોડ રૂપિયા (7.7 અબજ ડોલર) પરમાર્થના કાર્યમાં વાપરવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે, ત્યાર બાદ તેમને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. યાદીમાં સામેલ થવાની સાથે જ તેઓ ભારતના પ્રમુખ પરોપકારી વ્યક્તિઓમાંના એક બની ગયા છે. આ નાણા સ્વાસ્થ્ય સેવા, શિક્ષા અને વિકાસના કામ માટે વપરાવવામાં આવશે. સેવા માટે વાપરવાની આ રકમ અદાણી ફાઉન્ડેશના માધ્યમથી ખર્ચ કરવામાં આવશે. 1996 માં અદાણી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. હાલ તે દર વર્ષે 37 લાખ લોકોની મદદ કરે છે.

શિવ નાદરે 11,600 કરોડ રૂપિયાનું દાન આપ્યું

પોતાની મહેનતથી અબજોપતિ બનેલા શિવ નાદરની ગણતરી દેશના અગ્રણી દાતાઓમાં થાય છે. તેમણે શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા એક દાયકા દરમિયાન સખાવતી કાર્યોમાં એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ વર્ષે તેણે ફાઉન્ડેશનને રૂ. 11,600 કરોડ ($142 મિલિયન) દાનમાં આપ્યા છે. આ ફાઉન્ડેશનની સ્થાપના 1994માં કરવામાં આવી હતી. નાદર HCL ટેક્નોલોજીના સહ-સ્થાપક છે. તેમણે ફાઉન્ડેશનની મદદથી શાળાઓ અને યુનિવર્સિટીઓ જેવી ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે.

આ લોકોએ પણ દાન આપ્યું હતું

ટેક્નોલોજી જાયન્ટ અશોક સૂતાએ મેડિકલ રિસર્ચ માટે ટ્રસ્ટને રૂ. 600 કરોડ ($75 મિલિયન) આપવાનું વચન આપ્યું છે. તેમણે 2021માં આ ટ્રસ્ટની રચના કરી હતી. મલેશિયન-ભારતીય બ્રહ્મલ વાસુદેવન, કુઆલાલંપુર સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ક્રેડરના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને તેમની વકીલ પત્ની શાંતિ કંડિયા ક્રેડર ફાઉન્ડેશન દ્વારા મલેશિયા અને ભારતમાં સ્થાનિક સમુદાયોને ટેકો આપે છે.

તે એક બિન-લાભકારી સંસ્થા છે જેની સહ-સ્થાપના 2018 માં કરવામાં આવી હતી. આ વર્ષે મે મહિનામાં, તેમણે શિક્ષણ હોસ્પિટલ બનાવવા માટે 50 મિલિયન મલેશિયન રિંગિટ ($11 મિલિયન) પ્રતિબદ્ધ કર્યા. વાસુદેવને કહ્યું, અમને ખુશી છે કે અન્ય લોકો પણ અમારી સાથે આ કામમાં આગળ આવી રહ્યા છે. હવે આ પ્રોજેક્ટ માટે સંપૂર્ણ ધિરાણ મળી ગયું છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">