ધનકુબેરોની સંપત્તિમાં ઉથલ પાથલ : ગૌતમ અદાણીએ ગુમાવ્યા 12000 કરોડ તો મુકેશ અંબાણીએ 14,000 કરોડની કમાણી કરી

|

Mar 19, 2024 | 8:06 AM

સોમવારે વિશ્વના સૌથી અમીર લોકોની નેટવર્થમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. એક જ દિવસમાં નેટવર્થમાં ટ્રિલિયન રૂપિયાનો વધારો અને ઘટાડો થયો હતો. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો વધારો થયો છે જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડો થયો છે.

ધનકુબેરોની સંપત્તિમાં ઉથલ પાથલ : ગૌતમ અદાણીએ ગુમાવ્યા 12000 કરોડ તો મુકેશ અંબાણીએ 14,000 કરોડની કમાણી કરી

Follow us on

સોમવારે વિશ્વના સૌથી અમીર લોકોની નેટવર્થમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. એક જ દિવસમાં નેટવર્થમાં ટ્રિલિયન રૂપિયાનો વધારો અને ઘટાડો થયો હતો. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો વધારો થયો છે જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડો થયો છે.

ત્રીજા અને ચોથા સૌથી અમીર અબજોપતિ એલોન મસ્ક અને માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં પણ સોમવારે નોંધપાત્ર વધારો થયો છે. ચાલો જાણીએ કે કોની નેટવર્થમાં કેટલો બદલાવ આવ્યો છે…

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

અંબાણી કમાયા અને અદાણીએ ગુમાવ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં સોમવારે મોટો વધારો થયો છે. તેમની નેટવર્થ $1.69 બિલિયન અથવા રૂ. 14,000 કરોડ વધી છે. આ સાથે તેમની નેટવર્થ વધીને $111 બિલિયન થઈ ગઈ છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આ વર્ષે અત્યાર સુધીમાં 14.5 અબજ ડોલર વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 11મા ક્રમે છે.

તે જ સમયે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં સોમવારે $1.45 બિલિયન અથવા રૂ. 12,000 કરોડનો ઘટાડો થયો હતો. આ કારણે તેની નેટવર્થ ઘટીને $97.7 બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની નેટવર્થ $13.4 બિલિયન વધી છે. હાલમાં તેઓ વિશ્વના 13મા સૌથી અમીર વ્યક્તિ છે.

સોમવારના પ્રમાણમાં સ્થિર ટ્રેડિંગ સત્રમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરો એવા અહેવાલોના પગલે દબાણ હેઠળ હતા કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ગ્રૂપ કંપનીઓ દ્વારા સંભવિત લાંચની તપાસ માટે સગ્રુપ સામે તેની તપાસ વિસ્તારી રહ્યું છે. ગ્રૂપની કેટલીક કંપનીઓના ડૉલર-ડિનોમિનેટેડ બોન્ડમાં પણ અહેવાલોના પરિણામે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

મસ્ક અને ઝકરબર્ગની નેટવર્થમાં મોટો ઉછાળો

ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સના માલિક એલોન મસ્કની નેટવર્થ સોમવારે $7.37 બિલિયન વધી છે. આ સાથે તેમની નેટવર્થ વધીને $188 બિલિયન થઈ ગઈ. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની કુલ સંપત્તિમાં $41.5 બિલિયનનો ઘટાડો થયો છે. હાલમાં તેઓ વિશ્વના ત્રીજા સૌથી અમીર અબજોપતિ છે. તે જ સમયે, Meta CEO માર્ક ઝુકરબર્ગની નેટવર્થ $4.42 બિલિયન વધીને $176 બિલિયન પર પહોંચી ગઈ છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં $48.2 બિલિયનનો વધારો થયો છે. હાલમાં તેઓ વિશ્વના ચોથા સૌથી અમીર અબજોપતિ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 8:04 am, Tue, 19 March 24

Next Article