શેરબજારમાં તોફાની તેજી વચ્ચે પણ Gautam Adani ની કંપનીના રોકાણકાર ચિંતાતુર, 1 વર્ષમાં 68% નુકસાન થયું
હાલના સમયમાં શેરબજારમાં તેજી જોવા મળી રહી છે પરંતુ ઘણા એવા શેરો છે જે ઘટી રહ્યા છે. ગૌતમ અદાણી(Gautam Adani)ની એક કંપનીના શેરમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ શેર અદાણી ગ્રુપ(Adani Group)ની કંપની અદાણી ટ્રાન્સમિશન(Adani Transmission)નો છે.
હાલના સમયમાં શેરબજારમાં તેજી જોવા મળી રહી છે પરંતુ ઘણા એવા શેરો છે જે ઘટી રહ્યા છે. ગૌતમ અદાણી(Gautam Adani)ની એક કંપનીના શેરમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ શેર અદાણી ગ્રુપ(Adani Group)ની કંપની અદાણી ટ્રાન્સમિશન(Adani Transmission)નો છે. અદાણી ટ્રાન્સમિશનના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 80 ટકાથી વધુ તૂટ્યા છે. 16 સપ્ટેમ્બર 2022ના રોજ BSE પર કંપનીના શેર રૂ. 4238.55ના સ્તરે હતા. જ્યારે 30 જૂન, 2023ના રોજ તે રૂ. 767.50 પર બંધ રહ્યો હતો. શેરમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.
શેર 1 વર્ષમાં 68% તૂટ્યો
અદાણી ટ્રાન્સમિશનનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશનનું 52 સપ્તાહનું લો લેવલ રૂ. 630 છે. 16 સપ્ટેમ્બર, 2022ના રોજ, અદાણી ટ્રાન્સમિશનનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર રૂ. 4238.55 પર બંધ થયો હતો. નિષ્ણાતોના મતે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં આ ઘટાડો બ્લોક ડીલને કારણે આવ્યો છે. રિપોર્ટ અનુસાર અદાણી ટ્રાન્સમિશનના 4.3 કરોડ શેરની ડીલ ભૂતકાળમાં થઈ ચૂકી છે. જો કે, શેર વેચનાર અને ખરીદનાર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જ્ઞાન વગર શેરબજારમાં રોકાણ કરવું યોગ્ય નથી. આવી સ્થિતિમાં કોઈપણ શેર ખરીદતા અને વેચતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે વાત કરવી જોઈએ. જો તમે પૂરતા જ્ઞાન અને માર્ગદર્શન વગર ખરીદ-વેચાણ કરો છો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. શેરબજારમાં ઘણા શેરોમાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો છે. તે જ સમયે એવા ઘણા શેરો છે જેમાં રોકાણકારોને ભારે નુકસાન થયું હોવાના કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા છે.
હિંડનબર્ગનો રિપોર્ટની અસર
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આ વર્ષે જાન્યુઆરીમાં આવ્યો હતો. ત્યાર બાદ અદાણીની તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે પણ અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજારની મજબૂત સ્થિતિ
શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. છેલ્લા સ્તરમાં સેન્સેક્સ 1.26 ટકા મુજબ 803.14 પોઈન્ટના જબરદસ્ત વધારા સાથે 64,718.56 પર કારોબાર બંધ કર્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સે 64,768.58 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ એટલેકે સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. તે જ સમયે NSE નિફ્ટી પણ તેજીમાં પાછળ રહ્યું ન હતું. ઈન્ડેક્સ 1.14 ટકા અથવા 216.95 પોઈન્ટના તેજી સાથે 19,189.05 પોઈન્ટ પર કારોબાર પૂર્ણ કર્યો હતો. નિફ્ટીએ પણ આજે કારોબાર દરમિયાન 19,201.70ની નવી ઉપલી સપાટી બનાવી હતી.