ભાગેડુ Vijay Mallya એ સોશિયલ મીડિયામાં ભારતીય બેંકો સામે કાઢી ભડાસ , જાણો શું કહ્યું માલ્યાએ

યુકેની એક અદાલતે સોમવારે માલ્યાને નાદાર જાહેર કરવાનો આદેશ જારી કર્યો હતો. આનાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના ભારતીય બેન્કોના કન્સોર્ટિયમ માટે બાકી દેવું વસૂલવા માટે વૈશ્વિક સ્તરે ડિફેન્ટ એરલાઇન કિંગફિશરની સંપત્તિ જપ્ત કરવાની માર્ગ મોકળો થયો છે.

ભાગેડુ Vijay Mallya એ સોશિયલ  મીડિયામાં ભારતીય બેંકો સામે કાઢી ભડાસ , જાણો શું કહ્યું માલ્યાએ
Vijay Mallya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 8:14 AM

ભાગેડુ વિજય માલ્યા(Vijay Mallya)એ ભારતીય બેંકો ઉપર કટાક્ષ કરતી પોસ્ટ સોસીયલ મીડિયામાં મૂકી છે . માલ્યાએ આ ટિપ્પણી એક મીડિયા રિપોર્ટની સાથે કરી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે આઇડીબીઆઈ બેંકે (IDBI Bank) બંધ પડેલી કિંગફિશર એરલાઇન્સ(kingfisher airlines) પાસેથી તેની સંપૂર્ણ બાકી રકમ વસૂલ કરી છે.

માલ્યાએ ટ્વિટર પર એક સમાચાર પત્રની ખબર પોસ્ટ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે IDBI બેન્કે એરલાઇન્સ પાસેથી 753 કરોડ રૂપિયાની લેણી રકમ વસૂલ કરી છે. આ સાથે માલ્યાએ ટ્વિટ કર્યું કે… અને બેંક કહે છે કે હું તેમનો દેવાદાર છું.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

યુકેની કોર્ટે માલ્યાને નાદાર જાહેર કર્યો છે યુકેની એક અદાલતે સોમવારે માલ્યાને નાદાર જાહેર કરવાનો આદેશ જારી કર્યો હતો. આનાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના ભારતીય બેન્કોના કન્સોર્ટિયમ માટે બાકી દેવું વસૂલવા માટે વૈશ્વિક સ્તરે ડિફેન્ટ એરલાઇન કિંગફિશરની સંપત્તિ જપ્ત કરવાની માર્ગ મોકળો થયો છે.

માલ્યા પર 9,000 કરોડ રૂપિયાનું દેવું માલ્યા માર્ચ 2016 માં યુકે ભાગી ગયો હતો. 9,000 કરોડ રૂપિયાની લોન ગેરરીતિ અને મની લોન્ડરિંગના કિસ્સામાં તે ભારતમાં વોન્ટેડ છે. આ લોન ઘણી બેંકોએ કિંગફિશર એરલાઇન્સને આપી હતી. 65 વર્ષિય ઉદ્યોગપતિ માલ્યા હાલમાં યુકેમાં જામીન પર બહાર છે. પ્રત્યાર્પણ પ્રક્રિયાથી સંબંધિત અલગ કેસમાં દેશમાં આશ્રયના મુદ્દે ગુપ્ત કાનૂની કાર્યવાહીના ઠરાવ સુધી તે જામીન પર રહી શકે છે.

50 હજારથી વધુની લોન લેવામાં સમસ્યા થશે વિજય માલ્યાના તમામ બેંક ખાતા ફ્રીઝ થઈ જશે. તેઓ હવે કોઈ પણ કંપનીના ડિરેક્ટર બની શકશે નહીં કે તેઓ કોઈ નવી કંપની બનાવી શકશે નહીં. આ માટે તેમને કોર્ટની પરવાનગીની જરૂર પડશે. આ સિવાય 500 પાઉન્ડ (50 હજાર રૂપિયા) ઉપરની લોન માટે પણ તેઓએ એમ પણ કહેવું પડશે કે મને નાદાર જાહેર કરાયો છે. કોર્ટના આદેશ બાદ વિજય માલ્યાનું નામ વ્યક્તિગત ઇન્સોલ્વન્સી રજિસ્ટરમાં દાખલ કરવામાં આવશે. લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલનું નામ પણ આ રજિસ્ટરમાં સામેલ છે.

g clip-path="url(#clip0_868_265)">