AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 1 કે 2 નહીં પણ સીધી ‘9 નોટિસ’! આ ડિલિવરી એપને FSSAI ની ફટકાર, ખરાબ દૂધ અને એક્સપાયર્ડ સામાન મોકલવાનો લાગ્યો ‘આક્ષેપ’

ઘર-ઘર સુધી ગણતરીની મિનિટોમાં સામાન પહોંચાડનાર એક ક્વિક-કોમર્સ ડિલિવરી પ્લેટફોર્મને ફૂડ રેગ્યુલેટર FSSAI દ્વારા 9 કડક નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રાહકો તરફથી એક્સપાયરી ડેટ વાળા, સડેલા અને અસુરક્ષિત ફૂડ પ્રોડક્ટ્સ ડિલિવર થવાની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ આ મોટું પગલું લેવાયું છે.

Breaking News: 1 કે 2 નહીં પણ સીધી '9 નોટિસ'! આ ડિલિવરી એપને FSSAI ની ફટકાર, ખરાબ દૂધ અને એક્સપાયર્ડ સામાન મોકલવાનો લાગ્યો 'આક્ષેપ'
| Updated on: Jul 11, 2026 | 3:40 PM
Share

ફૂડ રેગ્યુલેટર FSSAI એ ક્વિક કોમર્સ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart) ને 9 નોટિસ ફટકારી છે. જણાવી દઈએ કે, પ્લેટફોર્મ પર સડેલા અને એક્સપાયર (મુદત પૂરી થઈ ગઈ હોય તેવા) થઈ ચૂકેલા ફૂડ પ્રોડક્ટ્સની સપ્લાય કરવાનો આરોપ લાગ્યો છે. FSSAI એ આ પગલું ઘણા ગ્રાહકોની ફરિયાદો બાદ ઉઠાવ્યું છે.

FSSAI એ ‘X’ પર આપી માહિતી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ આ અંગે માહિતી આપી હતી. રેગ્યુલેટરે જણાવ્યું કે તેણે FSSAI એક્ટ 2006 હેઠળ નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ જારી કરી છે.

ગ્રાહકોની ફરિયાદોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા એક્સપાયર થયેલા, બગડેલા, સડેલા, દૂષિત અને અસુરક્ષિત ફૂડ પ્રોડક્ટ્સની સપ્લાય કરવામાં આવી હતી. રેગ્યુલેટરે પ્લેટફોર્મને વિગતવાર સ્પષ્ટીકરણ આપવા અને કમ્પ્લાયન્સ રિપોર્ટ (નિયમોના પાલનનો અહેવાલ) સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તેમ કરવામાં નહીં આવે તો ઇન્સ્ટામાર્ટ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ગ્રાહકોની ફરિયાદો વિશે વિગતવાર જણાવતા FSSAI એ કહ્યું કે, એક શિશુ આહાર (ઇન્ફન્ટ ફૂડ ફોર્મ્યુલેશન) ખૂબ જ ખરાબ અને અસુરક્ષિત સ્થિતિમાં જોવા મળ્યો હતો. તેના દૂષિત હોવાના અને ખોટી રીતે સ્ટોરેજ તેમજ હેન્ડલિંગ કરવાના સંકેત મળ્યા હતા. પ્રોડક્ટ પરત કર્યા પછી પણ કથિત રીતે તેને ફરીથી સપ્લાય કરવામાં આવ્યો હતો.

ફરિયાદોમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા દૂષિત ઇંડા અને દૂધ, બગડેલી પેકેજ્ડ ફૂડ આઇટમ્સની ડિલિવરી કરવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. FSSAI એ ખોટા, અમાન્ય અથવા એવા લાઈસન્સ નંબર પણ જોયા છે, જે અસ્તિત્વમાં જ નથી. ફૂડ બિઝનેસ કરતી કંપનીઓને કથિત રીતે તેમના FSSAI રજિસ્ટ્રેશનમાં નોંધાયેલા નામો કરતાં અલગ નામોથી લિસ્ટ કરવામાં આવી રહી હતી.

સુધારાના નામે કંઈ નહીં, બસ ‘રિફંડ’

FSSAI નું કહેવું છે કે, “કેટલીક ફરિયાદોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફરિયાદો આગળ વધારવા અથવા ઉચ્ચ સ્તરે લઈ જવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ફરિયાદનું નિવારણ થયું નથી અને કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. એક ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ફૂડ સેફ્ટી સાથે જોડાયેલી ચિંતાઓનું નિવારણ કર્યા વિના માત્ર રિફંડની ઓફર કરવામાં આવી હતી.”

રેગ્યુલેટરે જણાવ્યું કે, નોટિસોમાં ઘણી ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ચિંતાઓમાં સેલરને પ્લેટફોર્મ પર એડ (ઉમેરવા) કરવા, નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ, ટ્રેસેબિલિટી (પ્રોડક્ટ ક્યાંથી આવી તેની ખબર મેળવવી), ફૂડ ક્વોલિટી પર દેખરેખ, ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ, ફૂડ બિઝનેસની પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું યોગ્ય રીતે પાલન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.

તાજેતરમાં જ FSSAI એ એનર્જી ડ્રિંક બનાવતી ઘણી કંપનીઓ, દારૂ બનાવતી કંપનીઓ (બ્રુઅરીઝ), ફૂડ કંપનીઓ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મને નોટિસ જારી કરી હતી.

RBI eRupee: ઇન્ટરનેટ વિના બીજાના અકાઉન્ટમાં પહોંચશે રુપિયા, જાણો ઈ-કરન્સી સામાન્ય ચલણથી કેટલું અલગ

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">