હવે ઘર લેવું પણ પડશે મોંઘુ, બીજી એપ્રિલથી 1000 સ્કવેર ફૂટનો ફ્લેટ રૂ. 4 થી 5 લાખ મોંઘો પડશે
બાંધકામ ઉદ્યોગના આગેવાનો કહે છે કે બાંધકામ ઉદ્યોગના ભાવ વધારાની અસર સરકારી આવાસ યોજનાઓ પર પણ આજે નહીં તો કાલે પડવાનીછે . બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મટિરિયલમાં ભાવવધારો સાર્વત્રિક થયોછે અને એ સરકારી કોન્ટ્રાક્ટરો , ટેન્ડરરોએ પણ ચૂકવવો પડશે
પહેલી એપ્રિલે , 2022-23 ના નવા હિસાબી(Financial ) વર્ષનો સૂર્યોદય બે મોટા બેડ ન્યુઝ(Bad News ) સાથે થશે . અઠવાડિયામાં(Week ) એક દિવસના ફરજિયાત ઔધોગિક વીજ કાપ અને બીજા બેડ ન્યુઝ એ બાંધકામ ઉદ્યોગમાં બીજી એપ્રિલથી પ્રતિ ચો.ફૂટ રૂ .400 થી 500 નો ભાવ વધારાનો અમલ શરૂ કરી દેવામાં આવશે . ઘર વસાવવાની યોજના ધરાવતા લોકોએ હવે 1 હજાર સ્કે.ફૂટના બાંધકામ પર સરેરાશ રૂ .4 થી 5 લાખ વધુ ચૂકવવા પડશે . ક્રેડાઇ સુરતના પ્રેસિડેન્ટ સંજય મંગુકિયાએ જણાવ્યું હતું કે ક્રેડાઇ ગુજરાત દ્વારા દસ દિવસ પૂર્વે નિયત કરવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતના બાંધકામ ઉદ્યોગમાં ભાવ વધારો લાગૂ કરવામાં આવે .
સુરત શહેરમાં બાંધકામ ઉદ્યોગ સૌથી વધુ ઝડપે વિકસી રહ્યો હોઇ , સુરતમાં ભાવ વધારો થોડો આકરો જરૂર લાગશે . તેમણે કહ્યું કે બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતા તમામે તમામ પ્રકારના રો મટિરિયલમાં છેલ્લા છ મહિનાથી સતતત ભાવ વધી રહ્યા છે . સિમેન્ટ , સ્ટીલ , રેતી , કપચી , ઇંટ , કલર , કેમિકલ , લાકડું વગેરે કોઇપણ મટિરિયલ લેવા જઇએ તો છ મહિના પહેલાના ભાવ કરતા આજના ભાવોમાં વીસ ટકાથી લઈને 70 ટકા સુધીનો વધારો નોંધાયો છે .
પરીણામે મકાન , ફ્લેટ , રો હાઉસ વગેરેના બાંધકામની પડતર ઉંચી જઇ રહી હોઇ , સુરત ક્રેડાઇના તમામ બિલ્ડર્સ આગામી તા .૨ એપ્રિલથી પ્રતિ ચો.ફૂટ રૂ .400 થી રૂ .500 નો ભાવ વધારો કરશે . જે લોકો પોતાનું ઘર વસાવવા માંગે છે તેમના પર પ્રતિ હજાર સ્ક્વેર ફૂટના બાંધકામે ચારથી પાંચ લાખ રૂપિયા જેટલો વધારાનો આર્થિક બોજ પડશે .
ભાવ વધારો બાંધકામ ઉદ્યોગમાં મંદી નોંતરશે
બાંધકામ ઉદ્યોગમાં પ્રતિ સ્કેવર ફૂટે રૂ .૪૦૦ થી ૫૦૦ ના ભાવવધારા બાબતે પરસ્પર વિરોધાભાસ પ્રવર્તી રહ્યો છે . ઘણાં બિલ્ડર્સ , ડેવલપર્સ ભાવવધારાનો વિરોધ કરી રહ્યા છે , તેમના મતે ભાવ વધારો કરવાનું કામ દરેકે દરેક બિલ્ડર્સ પર છોડી દેવું જોઇએ. તેઓ પોતપોતાની રીતે ભાવવધારો કરવો કે નહીં તે નક્કી કરશે . અન્યથા ભાવવધારાના કારણે સમગ્ર બાંધકામ ઉદ્યોગ કે જે કોરોનાના કારણે આમેયછેલ્લાબે વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે તેમાં વધુ ભારે મંદી છવાઇ જશે . સુરત સમેત ગુજરાતમાં એવા ઘણાં મોટાબિલ્ડર્સ ગ્રુપ છેકે જેઓ ક્રેડાઇના ભાવવધારાના ફતવાનીવિરુદ્ધમાં ઓછા નફે પણ વેપાર કરી લેવાના મૂડમાં છે .
તો સરકારી આવાસ યોજનાઓમાં પણ મકાનોનાં ભાવ વધારાનાં એંધાણ
બાંધકામ ઉદ્યોગના આગેવાનો કહે છે કે બાંધકામ ઉદ્યોગના ભાવ વધારાની અસર સરકારી આવાસ યોજનાઓ પર પણ આજે નહીં તો કાલે પડવાનીછે . બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મટિરિયલમાં ભાવવધારો સાર્વત્રિક થયોછે અને એ સરકારી કોન્ટ્રાક્ટરો , ટેન્ડરરોએ પણ ચૂકવવો પડશે . ટેન્ડરની શરતોમાં સામેલ જ હોય છે કે જે તે સમયે મટિરિયલના ભાવવધારા બાબતે લેવી દેવી સેટલ કરવી . આમ , આજે નહીં તો કાલે સરકારી આવાસ યોજનાઓમાં પણ ભાવ વધારો આવશે જ અને તેની અસર ગરીબ પરિવારો પર પણ વર્તાશે .
આ પણ વાંચો :