Bad News : દુનિયાભરના સ્માર્ટફોન યુઝર્સ ગુગલ મેપ્સ, જીમેલ અને યુટયુબનો ઉપયોગ નહીં કરી શકે, જાણો શું છે કારણ ?

ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે એવા યુઝર્સ કે જેઓ હજુ પણ એન્ડ્રોઇડ 2.3 ડિવાઇસ પર ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને બ્લોક કરી દેવામાં આવશે. ગૂગલનું આ જૂનું વર્ઝન ડિસેમ્બર 2010 માં લોન્ચ થયું હતું.

Bad News : દુનિયાભરના સ્માર્ટફોન યુઝર્સ ગુગલ મેપ્સ, જીમેલ અને યુટયુબનો ઉપયોગ નહીં કરી શકે, જાણો શું છે કારણ ?
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:06 PM

લોકોના દિવસની શરૂઆત સોશિયલ મીડિયા અને ગુગલથી થતી હોય છે. વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ (Google) આવનારા થોડા દિવસોમાં એક પગલું ભરવા જઈ રહ્યું છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. ગૂગલ તેની સૌથી લોકપ્રિય સેવાઓ બંધ કરવા જઈ રહ્યું છે.

હા, 27 સપ્ટેમ્બરથી ગૂગલની કેટલીક સેવાઓ જેમ કે ગૂગલ મેપ્સ (Google Maps), યુટ્યુબ (YouTube) અને જીમેલ (Gmail) કેટલાક એન્ડ્રોઇડ ડિવાઇસ પર કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે આ ગૂગલની કેટલીક સેવાઓ છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ઘણા લોકો કરે છે.

ગૂગલ દ્વારા તેની વેબસાઈટ પર ડેડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ડેડલાઈન અનુસાર, વપરાશકર્તાઓએ પોતાનો ફોન અપડેટ કરવો પડશે અથવા નવો મોબાઇલ ફોન લેવો પડશે. ગૂગલના આ નિર્ણયની અસર વિશ્વભરના કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ પર પડશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે યુઝર્સ હજુ પણ એન્ડ્રોઇડ 2.3 ડિવાઇસ પર ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને બ્લોક કરી દેવામાં આવશે. ગૂગલનું આ જૂનું વર્ઝન ડિસેમ્બર 2010 માં લોન્ચ થયું હતું. ગૂગલ તરફથી કહેવામાં આવ્યું છે કે તે આ પ્લેટફોર્મ માટેનો સપોર્ટ પાછો ખેંચવામાં આવી રહ્યો છે. કંપનીનું માનવું છે કે આ નિર્ણય યુઝર્સને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યો છે. ગૂગલ ઘણી વખત એન્ડ્રોઇડ સોફ્ટવેરના જુના વર્ઝનને દૂર કરે છે અને તેના સ્થાને નવું વર્ઝન લોન્ચ કરે છે.

આ પગલું કેમ લેવામાં આવ્યું? ગૂગલનું આ પગલું ભરવા પાછળનું કારણ જુના વર્ઝન પર બગ્સ અને હેકરો માટે વધુ સંવેદનશીલ હોય છે. સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ 11 આજે એડવાન્સ વર્ઝન છે. ફેબ્રુઆરી 2017 માં ગૂગલે ગૂગલ પે સસ્પેન્ડ કર્યું. Android 2.3 નો ઉપયોગ કરતા યુઝર્સ માટે આ સેવા સ્થગિત કરવામાં આવી હતી. આ મહિને જે પણ આ સોફ્ટવેરની મદદથી ડિવાઇસનું સંચાલન કરી રહ્યું છે, તેમના માટે ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કરવું મુશ્કેલ બનશે.

અન્ય એપ્સ માટે પણ ખતરો એન્ડ્રોઇડ 2.3 નો ઉપયોગ કરતા યુઝર્સને યુઝરનેમ અને ખોટા પાસવર્ડથી જોડાયેલી નોટિફિકેશન મળશે. જો તેઓએ સાચો લોગિન આઈડી અને પાસવર્ડ એડ કર્યો હશે તો પણ તેઓ સાચા આઈડી અને પાસવર્ડ પછી પણ લોગીન કરી શકશે નહીં. જો તેઓ આ વર્ઝન પર ગૂગલ કેલેન્ડર અથવા જીમેલ એકાઉન્ટ એડ કરે રે છે, તો તેમને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડશે.

આ સાથે અન્ય લોકપ્રિય ગૂગલ એપ્લિકેશન્સ જેમ કે યુટ્યુબ, ગૂગલ પ્લે સ્ટોર, જીમેલ, ગૂગલ કેલેન્ડર અને અન્ય ગૂગલ એપ્સ પણ બંધ રહેશે. આ એપ્સનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા ફોનને એન્ડ્રોઇડ 3.0 પર અપગ્રેડ કરવું પડશે.

આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી બદલાઈ રહયા છે આ 5 નિયમ, પેમેન્ટ અને ચેકબુકથી લઈ પગાર સુધી પડશે અસર

આ પણ વાંચો :તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? આ સરળ સ્ટેપ દ્વારા Aadhaar Card સાથે લિંક કરો, જાણો પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">