1 લી એપ્રિલથી આ પરિવર્તનો તમારા જીવનને અસર કરશે: જાણો ૭ મોટા ફેરફાર વિષે

|

Mar 30, 2021 | 2:18 PM

નાણાકીય વર્ષ 2021-22 1 લી એપ્રિલ થી શરૂ થવાનું છે. આગામી મહિનાથી કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા નાણાકીય મામલાઓને મોટા પ્રમાણમાં અસર કરશે.

1 લી એપ્રિલથી આ પરિવર્તનો તમારા જીવનને અસર કરશે: જાણો ૭ મોટા ફેરફાર વિષે
7 ફેરફાર તમારા નાણાકીય મામલાઓને મોટા પ્રમાણમાં અસર કરશે

Follow us on

નાણાકીય વર્ષ 2021-22 1 લી એપ્રિલ થી શરૂ થવાનું છે. આગામી મહિનાથી કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા નાણાકીય મામલાઓને મોટા પ્રમાણમાં અસર કરશે. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર, એપ્રિલ 2021 થી નવું પગાર માળખું, NPS ફંડ મેનેજરના ચાર્જમાં વધારો, બેંકોના મર્જરને નવા નિયમો, EPF માં રોકાણોની દ્રષ્ટિએ આવકવેરાના નિયમમાં ફેરફાર વગેરે જેવા કેટલાક ફેરફારો 1 લી એપ્રિલ 2021 થી લાગુ પડશે છે.

LPG સિલિન્ડરની કિંમત બદલાશે
દર મહિનાની પ્રથમ તારીખે, કેન્દ્ર સરકાર એલપીજી સિલિન્ડરની કિંમત જાહેર કરે છે. માર્ચ 2021માં નવી દિલ્હીમાં એલપીજીની કિંમત સિલિન્ડર દીઠ 769 રૂપિયાથી વધારીને 819 રૂપિયા કરવામાં આવી હતી. આવતા મહિને વૈશ્વિક બજારોમાં પેટ્રોલિયમના ભાવમાં વધારો થવાની ધારણા હોવાથી 1 લી એપ્રિલ 2021 ના રોજ એલપીજી રસોઈ ગેસના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

નવું પગાર માળખું અમલમાં આવશે
એવી અટકળો છે કે મોદી સરકાર આવતા નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2021-22માં નવું વેતન કોડ બિલને લાગુ કરી શકે છે. જો નવું વેતન બિલ લાગુ કરવામાં આવે છે,તો ટેક હોમ સેલેરી પર મોટી અસર પડશે, કારણ કે નવા બિલમાં ભથ્થાને આશરે 50 ટકા ઘટાડવાની જોગવાઈ છે. મૂળ પગાર વધ્યા પછી પીએફ યોગદાન અને ગ્રેચ્યુઇટી કોન્ટ્રિબ્યુશન પણ વધશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

NPS ફંડ મેનેજરના ચાર્જમાં વધારો
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ પેન્શન ફંડ મેનેજર્સ (PFM) ને તેમના ગ્રાહકોને 1 એપ્રિલથી વધારે ફી લેવાની મંજૂરી આપી છે. ફીમાં વધારા સાથે મોટાભાગના PFM નફાકારક બનશે. 0.01 ટકાની જૂની કેપ પર એસેટ અંદર મેનેજમેન્ટ (AUM) ફી સાથે PFMને અત્યંત ઓછા ખર્ચ સાથે સંચાલિત કરવાની ફરજ પડે છે. નવી કેપ મોટાભાગનાને નફાકારક બનવાની મંજૂરી આપશે.

7 બેંકોનું મર્જર
જો તમારું આ સાત જાહેર ક્ષેત્રની બેંકો- દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયા અને અલાહાબાદ બેંકમાં બેંક ખાતું છે તો તમારી જૂની પાસબુક અને ચેક બુક બિન-ઉપયોગી બનશે 1 લી એપ્રિલ 2021 થી આ વિવિધ બેન્કોમાં મર્જરને કારણે બદલાવથશે.

EPF માં રોકાણની આવક મર્યાદા
1 લી એપ્રિલ 2021 થી કોઈના EPF ખાતામાં રોકાણ આવકવેરાથી મુક્ત નથી. 1 લી એપ્રિલ 2021 થી એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુની ઇપીએફમાં રોકાણ પર કર લાદવામાં આવ્યો છે. એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુના EPF રોકાણ પર ઇપીએફનું વ્યાજ કરપાત્ર છે.

આવકવેરાના નિયમમાં ફેરફાર
TDS (Tax Deducted at Source) માટેના આવકવેરાના નિયમમાં 1 લી એપ્રિલ 2021 થી ફેરફાર કરવામાં આવશે, બજેટ ભાષણમાં સીતારામને કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ નહીં કરે તો તે સ્થિતિમાં બેંક થાપણો પરનો ટીડીએસ દર બમણો થઈ જશે. તેનો અર્થ એ કે, જો કોઈ કમાણી કરનાર વ્યક્તિ આવકવેરાના સ્લેબમાં ન આવે તો પણ આ સંજોગોમાં વસૂલવામાં આવતા

LTC cash voucher scheme
કેન્દ્ર સરકારે લીવ ટ્રાવેલ કન્સેશન અથવા એલટીસી કેશ વાઉચર યોજનાની મુક્તિને જાહેર કરી. આ યોજના હેઠળ, કોઈ કર્મચારી ચીજ અથવા સેવાઓની ખરીદી સામે એલટીસી ભથ્થા હેઠળ મુક્તિનો દાવો કરી શકે છે. આ યોજના ફક્ત 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ છે એટલે કે યોજનાનો લાભ મેળવવા માટે આ તારીખ સુધીમાં નાણાં ખર્ચવા આવશ્યક છે.

Next Article