Forex Reserves : દેશની તિજોરીમાં વિદેશી હૂંડિયામણમાં થયો ઘટાડો, જાણો હવે કેટલું છે ધન

|

Aug 27, 2022 | 7:20 AM

ભારતીય રિઝર્વ બેંકના હસ્તક્ષેપને કારણે કરન્સી માર્કેટ વોલેટિલિટી દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનો દર નીચે આવ્યો છે. આરબીઆઈના અધિકારીઓના અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે.

Forex Reserves : દેશની તિજોરીમાં વિદેશી હૂંડિયામણમાં થયો ઘટાડો, જાણો હવે કેટલું છે ધન
Reserve Bank of India

Follow us on

19 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ (Forex Reserves)6.687 બિલિયન ડોલર ઘટીને 564.053 બિલિયન ડોલર થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ જાણકારી આપી છે. અગાઉ 12 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 223.8 મિલિયન ડોલર ઘટીને 570.74 અબજ ડોલર થયું હતો. રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 19 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ (FCA) અને સોનાના ભંડારમાં ઘટાડો છે.

સોનાના ભંડારમાં ઘટાડો

સાપ્તાહિક આંકડાઓ અનુસાર FCA સમીક્ષા હેઠળના સપ્તાહમાં 5.77 બિલિયન ડોલર ઘટીને 501.216 બિલિયન ડોલર થયું છે. વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ વિદેશી ચલણ અસ્કયામતો ડોલરમાં દર્શાવવામાં આવે છે જેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી યુએસ સિવાયની કરન્સીમાં ભાવ વધારાની અસરનો પણ સમાવેશ થાય છે.

ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 704 મિલિયન ડોલર ઘટીને 39.914 બિલિયન ડોલર થયું છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) થાપણો 146 મિલિયન ડોલર ઘટીને 17.987 બિલિયન ડોલર થઈ છે જ્યારે IMFમાં રાખવામાં આવેલ દેશનું મુદ્રા ભંડાર પણ 58 મિલિયન ડોલર ઘટીને 4.936 બિલિયન ડોલર થઈ ગયું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રિઝર્વ બેંકનું નિવેદન

ભારતીય રિઝર્વ બેંકના હસ્તક્ષેપને કારણે કરન્સી માર્કેટ વોલેટિલિટી દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનો દર નીચે આવ્યો છે. આરબીઆઈના અધિકારીઓના અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે. આ અભ્યાસમાં 2007થી અત્યાર સુધીના રુસ-યુક્રેન યુદ્ધના કારણે થયેલા ઉતાર-ચઢાવને આવરી લેવામાં આવ્યા છે. મધ્યસ્થ બેંકની વિદેશી વિનિમય બજારમાં દખલગીરીની સ્પષ્ટ નીતિ છે. જો તે બજારમાં અસ્થિરતા જુએ છે તો મધ્યસ્થ બેંક હસ્તક્ષેપ કરે છે. જોકે, રિઝર્વ બેંકે હજુ સુધી રૂપિયાના કોઈપણ સ્તર માટે કોઈ ટાર્ગેટ આપ્યો નથી.

આરબીઆઈના ફાઈનાન્સિયલ માર્કેટ ઓપરેશન્સ વિભાગના સૌરભ નાથ, વિક્રમ રાજપૂત અને ગોપાલકૃષ્ણન એસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે 2008-09ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન અનામતમાં 22 ટકાનો ઘટાડો થયો હતો. યુક્રેન-રશિયા યુદ્ધ પછી સર્જાયેલી અસ્થિરતા દરમિયાન તેમાં માત્ર છ ટકાનો ઘટાડો થયો છે. અભ્યાસમાં જણાવાયું છે કે તેમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકોના છે અને જરૂરી નથી કે તે કેન્દ્રીય બેંકના વિચારોને પ્રતિબિંબિત કરે છે.

Next Article