Forex Reserves : દેશનો ખજાનો રેકોર્ડ સ્તરે પહોંચ્યો, વિદેશી મુદ્રા ભંડાર 611 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ નોંધાયું

|

Jul 17, 2021 | 6:32 AM

સોનાનો ભંડાર 5.84 કરોડ ડોલર વધીને 36.956 અબજ ડોલર થયો છે. મુદ્રા ભંડાર 611.895 અબજ ડોલરની રેકોર્ડ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે.

Forex Reserves : દેશનો ખજાનો રેકોર્ડ સ્તરે પહોંચ્યો, વિદેશી મુદ્રા ભંડાર 611 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ નોંધાયું
Forex Reserve of India

Follow us on

9 જુલાઈ 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves/Forex Reserves)માં 1.883 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે. મુદ્રા ભંડાર 611.895 અબજ ડોલરની રેકોર્ડ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

RBIના ડેટા અનુસાર જુલાઈ 2 ના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં Forex Reserve 1.013 અબજ ડોલર વધીને 610.012 અબજ ડોલર થયું છે. 25 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુન્દ્રા ભંડાર 5.066 અબજ ડોલર વધીને 608.999 અબજ ડોલર થયું હતું. આ પહેલા 18 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ભંડાર 4.418 અબજ ડોલર ઘટીને 603.933 અબજ ડોલર થયું હતું.

FCA માં 1.297 અબજ ડોલરનો વધારો
રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું કારણ વિદેશી ચલણની સંપત્તિમાં વધારો એટલે કે FCA (Foreign Currency Assets) છે. જે ભંડારનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 1.297 અબજ ડોલર વધીને 568.285 અબજ ડોલર થયું છે. ડોલરમાં વ્યક્ત કરાયેલી વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી વિનિમય ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણોના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસરનો સમાવેશ થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોનાનો ભંડાર 36.956 અબજ નોંધાયો
આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 5.84 કરોડ ડોલર વધીને 36.956 અબજ ડોલર થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથે SDR એટલે કે Special Drawing Rights માં 1.547 અબજ ડોલરનું સ્તર નોંધાયું છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન IMF સાથે ભારતના વિદેશી મુદ્રા ભંડાર ૩૦ લાખ ડોલર વધીને 5.107 અબજ ડોલર થયુ છે.

Published On - 6:28 am, Sat, 17 July 21

Next Article