Forex Reserve : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૩ અબજ ડોલરનો ઘટાડો થયો , અર્થતંત્રની ચિંતામાં વધારો

|

Apr 03, 2021 | 5:59 PM

Forex Reserve : 26 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 2.986 અબજ ડોલર ઘટીને 579.285 અબજ ડોલર થયું છે.

Forex Reserve : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૩ અબજ ડોલરનો ઘટાડો થયો , અર્થતંત્રની ચિંતામાં વધારો
Forex Reserve of India

Follow us on

Forex Reserve : 26 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 2.986 અબજ ડોલર ઘટીને 579.285 અબજ ડોલર થયું છે. શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જારી કરેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. માર્ચ 19 માં પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 23.3 કરોડ ડોલર વધીને 582.271 અબજ ડોલર થયું છે. 29 જાન્યુઆરી, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહની શરૂઆતમાં વિદેશી મુદ્રા ભંડાર 590.185 અબજ ડોલરની વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, 26 માર્ચના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા સંપત્તિ (FCA) માં ઘટાડો થવાને કારણે વિદેશી મુદ્રાના કુલ ભંડારમાં ઘટાડો થયો છે. વિદેશી મુદ્રા સંપત્તિએ કુલ વિદેશી મુદ્રા ભંડારનો અનામતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન FCA 3.226 અબજ ડોલર ઘટીને 537.953 અબજ ડોલર થઈ છે. FCA ડોલરમાં દર્શાવાય છે પરંતુ તેમાં અન્ય વિદેશી મુદ્રાઓ જેમ કે યેન,યુરો અને પાઉન્ડ નો પણ સમાવેશ થાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્વર્ણ ભંડારમાં થયો વધારો
રિઝર્વ બેન્કના આંકડાઓ અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશનું સ્વર્ણ આરક્ષિત ભંડાર 27.6 ડોલર વધીને 34.907 અબજ ડોલર રહ્યો છે. આંકડાકીય માહિતીના આધારે, સમીક્ષા હેઠળના અઠવાડિયામાં દેશના આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) માં પ્રાપ્ત વિશેષ અધિકાર 90 લાખ ડોલર ઘટીને 1.49 અબજ ડોલર થયો છે. આ રીતે IMF પાસે આરક્ષિત મૂડીરોકાણ પણ 2.7 કરોડ ડોલર ઘટીને 4.935 અબજ ડોલર થયું છે.

Next Article