Forex Reserve: વિદેશી મુદ્રા ભંડાર મામલે ભારતે રશિયાને પાછળ ધકેલી વિશ્વમાં ચોથુ સ્થાન હાંસલ કર્યું

|

Mar 16, 2021 | 9:37 AM

5 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણનો ભંડોળ 4.255 અબજ ડોલર ઘટીને 580.299 અબજ ડોલર થયું છે. આ આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

Forex Reserve: વિદેશી મુદ્રા ભંડાર મામલે ભારતે રશિયાને પાછળ ધકેલી વિશ્વમાં ચોથુ સ્થાન હાંસલ કર્યું
Forex Reserve of India

Follow us on

5 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણનો ભંડોળ 4.255 અબજ ડોલર ઘટીને 580.299 અબજ ડોલર થયું છે. આ આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. પાછલા અઠવાડિયામાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 68.9 કરોડ ડોલર વધીને 584.554 ડોલર થયું હતું. 29 જાન્યુઆરી 2021 ના ​​રોજ પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 590.185 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે હતું.

રશિયા કરતા આગળ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયા પછી પણ રશિયાથી આગળ છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વિશ્વનો ચોથો સૌથી મોટો વિદેશી વિનિમય ભંડાર બની ગયો છે. ભારતનું વિદેશી મુદ્રા હાલમાં 580.3 અબજ ડોલર છે. તે જ સમયે રશિયાનું વિદેશી મુદ્રા ભંડાર 580.1 અબજ ડોલરના સ્તરે છે. આમ, ભારત ગત સપ્તાહે રશિયા કરતા વધુ વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો છે. વિશ્વમાં વિદેશી મુદ્રા ભંડારની વાત કરીએ તો ચીન પ્રથમ નંબરે છે, ત્યારબાદ બીજા સ્થાને જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ ત્રીજા ક્રમે છે.

ક્યાં ઘટ્યું વિદેશરી મુદ્રા ભંડાર
રિઝર્વ બેંકના ડેટા મુજબ 5 માર્ચ, 2021 ના ​​રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી ચલણ સંપત્તિ (FCA) ના ઘટાડાને કારણે કરન્સીના ભંડારમાં ઘટાડો થયો છે. વિદેશી ચલણ સંપત્તિને કુલ વિદેશી વિનિમય અનામતનો નોંધપાત્ર ભાગ માનવામાં આવે છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં FCA 3.002 અબજ ડોલર ઘટીને 539.613 અબજ ડોલર થયું છે. FCA ડોલરમાં આંકવામાં આવે છે પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણની સંપત્તિનો સમાવેશ થાય છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ગોલ્ડ રિઝર્વ પણ ઘટ્યો
આ સમયગાળા દરમિયાન ભારતના સોનાના ભંડારનું મૂલ્ય 1.206 અબજ ડોલર ઘટીને 34.215 અબજ ડોલર થયું છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) દ્વારા ભારતને અપાયેલી વિશેષ આહરણ હક પણ 1.1 કરોડ ડોલર ઘટીને 1.506 અબજ ડોલર થઈ ગયા છે. IMF પાસે અનામત મુદ્રા ભંડાર પણ ઘટીને 4.965 અબજ ડોલર થઈ ગયું છે.

Next Article