સતત બીજા દિવસે વૈશ્વિક બજારો ગગડ્યા, ડાઓ જોંસમાં ૬૫૦ અંકનો ઘટાડો, એશિયાઈ બજાર સરેરાશ ૦.2 ટકા તૂટ્યા

|

Oct 27, 2020 | 12:15 PM

આજે સતત બીજા દિવસે વૈસ્વિક બજારો તૂટ્યા છે. અમેરિકન બજારોમાં વેચવાલીનું જોર આજે વધુ જોવા મળ્યું હતું અને શેરબજારમાં ૨.૨ ટકા સુધીનું નુકશાન જોવા મળ્યું છે તો સામે એશિયાઈ માર્કેટમાં પણ નરમાશ છવાયેલી રહી છે.હોંગકોંગ બજાર સૌથી વધુ ૧.૧૭ ટકા ગગડ્યું હતું. એશિયાના અન્ય બજારો ખાસ કારોબાર ન કરી ૦.૨ ટકા જેટલા નુકશાની દર્શાવી રહ્યા […]

સતત બીજા દિવસે વૈશ્વિક બજારો ગગડ્યા, ડાઓ જોંસમાં ૬૫૦ અંકનો ઘટાડો, એશિયાઈ બજાર સરેરાશ ૦.2 ટકા તૂટ્યા

Follow us on

આજે સતત બીજા દિવસે વૈસ્વિક બજારો તૂટ્યા છે. અમેરિકન બજારોમાં વેચવાલીનું જોર આજે વધુ જોવા મળ્યું હતું અને શેરબજારમાં ૨.૨ ટકા સુધીનું નુકશાન જોવા મળ્યું છે તો સામે એશિયાઈ માર્કેટમાં પણ નરમાશ છવાયેલી રહી છે.હોંગકોંગ બજાર સૌથી વધુ ૧.૧૭ ટકા ગગડ્યું હતું. એશિયાના અન્ય બજારો ખાસ કારોબાર ન કરી ૦.૨ ટકા જેટલા નુકશાની દર્શાવી રહ્યા છે .

અમરિકી બજારોએ કારોબારી સત્રમાં ડાઓ જોંસ 650.19 અંક એટલે કે 2.29 ટકા ઘટીને 27685.38 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 189.34 અંક એટલે કે 1.64 ટકા તૂટીને 11,358.94 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 64.42 અંક એટલે કે 1.86 ટકા લપસીને 3400.97 ના સ્તર પર બંધ થયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એશિયાઈ બજારોમાં સામાન્ય નરમાશ નજરે પડી હતી અને સામાન્ય કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 65.64 અંક સાથે 0.28 ટકા ઘટીને 23,428.70 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. SGX નિફ્ટી 28.50 અંક મુજબ 0.24 ટકાના વધારાની સાથે 11,803 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.76 ટકા જ્યારે હેંગ સેંગમાં 1.17 ટકા તૂટ્યો છે.

કોરિયાઈ બજાર કોસ્પી 0.16 ટકા નબળાઈની સાથે 2,340.16 ના સ્તર પર દેખાય રહ્યા છે. તાઇવાનના બજાર 0.28 ટકા ગગડીને કારોબાર કરી રહ્યા છે . શંધાઈ કંપોઝિટ નરમાશ સાથે 3,242.63 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃભારતીય શેરબજારોએ નરમાશ સાથે કારોબારની શરૂઆત બાદ તેજી પકડી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article