ફાઈવ સ્ટાર હોટલ ‘THE ASHOK ‘ ખાનગી કંપનીના હાથમાં સોંપાશે, જાણો કઈ કઈ હોટેલો છે સરકારની યાદીમાં

|

Dec 14, 2021 | 7:50 AM

મુદ્રીકરણ યોજના હેઠળ ITDC રાંચીમાં હોટેલ રાંચી અશોક અને પુરીમાં હોટેલ નીલાચલનો હિસ્સો પણ વેચશે. દિલ્હીમાં હોટેલ અશોકને લીઝ પર આપવામાં આવશે જ્યારે હોટેલ સમ્રાટને ઓપરેશન અને મેન્ટેનન્સ એગ્રીમેન્ટ હેઠળ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે.

ફાઈવ સ્ટાર હોટલ THE ASHOK  ખાનગી કંપનીના હાથમાં સોંપાશે, જાણો કઈ કઈ હોટેલો છે સરકારની યાદીમાં
Ashok Hotel

Follow us on

ટૂંક સમયમાં જ મોદી સરકાર(Narendra Modi Goverment) દેશની રાજધાનીમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલ ‘ધ અશોક’ (Ashok Hotel )ખાનગી કંપનીઓને ભાડે આપવા જઈ રહી છે. તે 60 વર્ષના કરાર પર આપવામાં આવે તેવી અપેક્ષા છે. સરકાર એસેટ મોનેટાઈઝેશન પ્રોગ્રામ(Asset Monetization Programme) હેઠળ આ પગલું લઈ રહી છે. ટૂંક સમયમાં તેને કેબિનેટની મંજૂરી પણ મળી શકે છે. પ્રવાસન મંત્રાલય હેઠળ ભારતીય પ્રવાસન વિકાસ નિગમ લિ. (ITDC) એ જાહેર ક્ષેત્રનો ઉપક્રમ છે. તે હોટલ, રેસ્ટોરન્ટ ચલાવે છે અને દેશના વિવિધ સ્થળોએ પ્રવાસીઓને પરિવહન સુવિધા પૂરી પાડે છે.

સરકાર આ હોટલો પણ વેચશે
ITDCની સંપત્તિમાં અશોકા ગ્રૂપ હેઠળની ચાર હોટેલ્સ, ચાર સંયુક્ત સાહસ હોટેલ્સ, સાત ટ્રાન્સપોર્ટ યુનિટ્સ ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે, બંદરો પર 14 ડ્યૂટી ફ્રી શોપ્સ, સાઉન્ડ એન્ડ લાઇટ ડિસ્પ્લે અને ચાર કેટરિંગ સેન્ટર્સનો સમાવેશ થાય છે. મુદ્રીકરણ યોજના હેઠળ ITDC રાંચીમાં હોટેલ રાંચી અશોક અને પુરીમાં હોટેલ નીલાચલનો હિસ્સો પણ વેચશે. દિલ્હીમાં હોટેલ અશોકને લીઝ પર આપવામાં આવશે જ્યારે હોટેલ સમ્રાટને ઓપરેશન અને મેન્ટેનન્સ એગ્રીમેન્ટ હેઠળ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે.

પુડ્ડુચેરીમાં પોંડિચેરી અશોકા હોટલને સંયુક્ત રીતે લીઝ પર આપવામાં આવશે અને બજારમાં મૂકવામાં આવશે. ભુવનેશ્વરમાં હોટેલ કલિંગા અશોક અને જમ્મુમાં જમ્મુની અશોક હોટલના કિસ્સામાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ (O&M) મોડલ અપનાવવામાં આવશે. માલિકીના સ્થાનાંતરણ સાથે ITDCની આનંદપુર સાહિબ હોટેલનું ખાનગીકરણ કરવામાં આવશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

8 હોટલો માટે વિચારણા
NMP દસ્તાવેજ અનુસાર “ITDCની તમામ આઠ હોટલોને નાણાકીય વર્ષ 2021-22 થી 2024-25 દરમિયાન બજારમાં મૂકવાનું માનવામાં આવે છે. આ હેઠળ લાંબા ગાળાના લીઝ, ડિસઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાના OMT કોન્ટ્રાક્ટ મોડલ પર વિચાર કરી શકાય છે.

દસ્તાવેજ અનુસાર અશોક ગ્રૂપની હોટેલ્સ ITDC હેઠળની પ્રીમિયર હોટેલ ચેઇન છે. તેની બ્રાન્ડ વેલ્યુ છેલ્લા 40-50 વર્ષોમાં વિકસિત થઈ છે અને વિવિધ મંત્રાલયો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા આયોજિત તમામ સરકારી કાર્યક્રમો માટે કેન્દ્રિય પ્લેટફોર્મ છે. અશોક ગ્રુપની બ્રાન્ડ વેલ્યુ મેળવી શકાય છે.

દિલ્લીમાં 25 એકરમાં ફેલાયેલી હોટેલ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NIP)ની જાહેરાત કરી હતી. આ હેઠળ, ભારતીય પ્રવાસન વિકાસ નિગમની ‘ધ અશોક’ અને તેની નજીકની હોટેલ સમ્રાટ સહિત આઠ મિલકતોને બજારમાં મૂકવા (લીઝ પર અથવા ભાડે આપવા)ની યોજના છે. દિલ્હીના મધ્યમાં 25 એકરમાં ફેલાયેલી આ હોટેલની બોલીને લઈને પ્રવાસન મંત્રાલય વિવિધ પાસાઓ પર કામ કરી રહ્યું છે.

જવાહરલાલ નેહરુના સમયમાં આકાર પામી હતી
સરકાર લાંબા સમયથી 500 રૂમની અશોક હોટલને મુદ્રીકરણ કાર્યક્રમ હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહી હતી જેના પર હવે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. અશોકા હોટેલનું નિર્માણ વર્ષ 1956માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સમયમાં કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રનું સંમેલન થવા જઈ રહ્યું હતું.

 

આ પણ વાંચો : Multibagger Stock: રોકાણકારોના 1 લાખ રૂપિયા 3 વર્ષમાં બન્યા 5.67 કરોડ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો : સામાન્ય માણસને ફરી એક મોટો ઝટકો! નવેમ્બર મહિનામાં છૂટક ફૂગાવાના દરમાં થયો વધારો

Next Article