ITRનું કયું ફોર્મ તમારા માટે છે અને કયું નથી, આ 5 સરળ પોઇન્ટમાં જાણો સમગ્ર વિગત

|

Jul 08, 2021 | 10:10 AM

આવકનો સ્રોત, પગારની આવક અથવા ધંધામાં નફો આ તે માપદંડ છે જેના આધારે ITR ફોર્મ ભરવાનું હોય છે. આઇટીઆર વિવિધ નંબરો સાથે સંકળાયેલ છે જે નક્કી કરે છે કે કયા પ્રકારનાં લોકોએ કયા ફોર્મ ભરવાના છે.

ITRનું કયું ફોર્મ તમારા માટે છે અને કયું નથી, આ 5 સરળ પોઇન્ટમાં જાણો સમગ્ર વિગત
કેવી રીતે તપાસ કરવી એ જાણવું ખુબ જરૂરી છે. ધારો કે કોઈ છેતરપિંડી કરનાર વ્યક્તિએ તમારા PAN પર ઉચ્ચ મૂલ્યનું ટ્રાન્ઝેક્શન કર્યું છે તો તેની વિગતો ફોર્મ 26AS માં બતાવવામાં આવશે. તેથી PAN નો દુરુપયોગ જાણવા માટે તમારે ફોર્મ 26AS ડાઉનલોડ કરવું જોઈએ. તેને આવકવેરા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે TRACES ના પોર્ટલ પરથી પણ લઈ શકાય છે. આ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમામ વ્યવહારો ચકાસી શકાય છે. આ દુરુપયોગ શોધી કાશે.

Follow us on

Income tax return: વર્તમાન નાણાકીય વર્ષ માટે આવકવેરાના ફોર્મ્સને સૂચિત કરવામાં આવ્યું છે. આમાં આઇટીઆર-1, આઇટીઆર-2, આઇટીઆર-3, આઇટીઆર-4, આઇટીઆર-5, આઇટીઆર-6 અને આઇટીઆર-7 શામેલ છે. જે કરદાતાએ પોતાની રીતે ભરવી પડશે. તમે વિચારતા જ હશો કે નામમાં શું છે અને ફક્ત બધાના નંબર જુદા છે. પરંતુ તે એવું નથી. ફોર્મના નામમાં ઘણુ બધું અગત્યનું છે. આઇટીઆર (ITR) વિવિધ નંબરો સાથે સંકળાયેલ છે જે નક્કી કરે છે કે કયા પ્રકારનાં લોકો કયા ફોર્મ ભરે છે. એવું નથી કે તમે જે ઇચ્છો તે કોઈ પણ ફોર્મ ભરો. આવકનો સ્રોત, પગારની આવક અથવા ધંધામાં નફો આ તે માપદંડ છે જેના આધારે ફોર્મ ભરવાનું છે. ચાલો આપણે જાણીએ કે, કયા ફોર્મ છે અને કોણ ભરી શકે છે.

 

આઈટીઆર ITR-1

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેમની કુલ આવક 50 લાખ આસપાસ હય તેઓ આ કેટેગરીમાં આવશે. પગારની આવક, અન્ય સ્રોતોમાંથી થતી આવક અને 5,000 રૂપિયા સુધીની કૃષિ આવકને આમાં રાખવામાં આવી છે. આ ફોર્મ કોઈપણ ભારતીય નાગરિક હોય તેના દ્વારા ભરી શકાય છે. આ ફોર્મ એવા લોકો માટે લાગુ નથી જે કંપનીના ડિરેક્ટર છે. જેઓએ અસૂચિબદ્ધ કંપનીમાં રોકાણ કર્યું છે, મૂડી લાભ મેળવે છે, વ્યવસાયથી કમાણી કરે છે, ઘરની મિલકતથી આવક થાય છે, ઘોડાની રેસમાંથી કમાણી થાય છે, લોટરી દ્વારા કમાય છે, કાનૂની જુગારમાં છે, વિદેશમાં સંપત્તિ છે, તો તેઓ આ ફોર્મ ભરી શકશે નહીં.

આઈટીઆર ITR-2

જે લોકો પગાર અથવા પેન્શન મેળવે છે, ઘરની મિલકતથી કમાણી કરે છે, ટૂંકી અને લાંબી મૂડી લાભ ધરાવતા લોકો, ઘોડેસવારી પર સટ્ટો લગાવતા, લોટરી અથવા કાનૂની જુગારમાંથી કમાણી કરે છે, કૃષિ ક્ષેત્રે 5,000થી વધુ કમાણી કરે છે, તે કંપનીમાં ડિરેક્ટર હોય, જેઓ અસૂચિબદ્ધ કંપનીમાં રોકાણ કરે છે, જ્યારે પત્ની અને બાળકોની આવક પોતાની આવકમાં ઉમેરવામાં આવે છે, ત્યારે આવી આવકવાળા લોકો આઇટીઆર ફોર્મ-2 ફાઇલ કરી શકે છે.

આઈટીઆર ITR-3

જે લોકોનો પોતાનો વ્યવસાય અથવા ઉદ્યોગ છે અને નફો અથવા ખોટ કરી રહ્યા છે, તે કંપનીના ડિરેક્ટર છે, કોઈપણ કંપનીમાં ભાગીદાર છે, અસૂચિબદ્ધ શેરો, પગાર, મકાનની સંપત્તિ, મૂડી લાભ, ઘોડાની રેસ, લોટરી વગેરેથી કમાણી કરી રહ્યા છે તો આઈટીઆર ફોર્મ-3 ભરી શકો છો.

આઈટીઆર ITR-4

જેની ધંધામાંથી અંદાજિત આવક કલમ 44 એડી, 44 એડીએ, 44 એઈ હેઠળ આવે છે, આવકનો સ્રોત 50 લાખ સુધીનો છે, તે ભારતના નાગરિક છે, તેઓ આ ફોર્મ ભરી શકે છે. જેમની કમાણી 50 લાખથી વધુ છે, વ્યવસાય અથવા વ્યવસાયનું ટર્નઓવર 2 કરોડથી વધુ છે, તે કંપનીના ડિરેક્ટર છે, અનલિસ્ટેડ શેરમાં રોકાણ કર્યું છે, તમે ભારતની બહારના કોઈપણ ખાતામાં સાઈનિંગ ઓથોરિટી છો, તો પછી આ ફોર્મ ભરી શકાતું નથી.

આઈટીઆર ITR-5

આઇટીઆર-5 થી આઈટીઆર-7 સુધીના ફોર્મ એવા લોકો માટે છે કે જે ઘણા લોકોના જૂથ છે. પછી ભલે તે કોઈ ફર્મ હોય, નોંધાયેલ ટ્રસ્ટ હોય, કંપની હોય, આ બધા ફોર્મ ભરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ ભરી શકતું નથી. જો કરદાતાએ આવકવેરાની કલમ 139 (4એ) અથવા 139 (4બી) અથવા 139 (4સી) અથવા 139 (4ડી) હેઠળ રિટર્ન ફાઇલ કરવું હોય, તો તે આઇટીઆર-7 ફાઇલ કરી શકે છે.

 

આ પણ વાંચે: Viral Video: રેસમાં દોડતા ઘોડાએ અચાનક ગુમાવ્યું સંતુલન, પછી જે થયું તે વીડિયોમાં જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો

 

આ પણ વાંચે: Health Tips : આદુ સ્વાદ વધારવાની સાથે આરોગ્ય સમસ્યાઓ પણ દૂર કરવામાં કરે છે મદદ

Published On - 10:08 am, Thu, 8 July 21

Next Article