જાણો ટ્વિટરના નવા CEO બનેલા ભારતીય મૂળના પરાગ અગ્રવાલને કેટલી સેલેરી મળશે, બોનસ અને સ્ટોકથી થશે અલગ કમાણી

|

Nov 30, 2021 | 4:49 PM

પરાગ અગ્રવાલને 29 નવેમ્બરે ટ્વિટરના CEO બનાવવામાં આવ્યા હતા. આ સાથે તેઓ ગ્લોબલ ટેક કંપનીઓના એલિટ સીઈઓ રેન્કિંગમાં જોડાયા, જેમાં માઈક્રોસોફ્ટના સત્ય નડેલા, આલ્ફાબેટના સુંદર પિચાઈ, આઈબીએમના અરવિંદ કૃષ્ણા અને એડોબના શાંતનુ નારાયણનો સમાવેશ થાય છે.

જાણો ટ્વિટરના નવા CEO બનેલા ભારતીય મૂળના પરાગ અગ્રવાલને કેટલી સેલેરી મળશે, બોનસ અને સ્ટોકથી થશે અલગ કમાણી
Parag Agarwal

Follow us on

ભારતીય મૂળના પરાગ અગ્રવાલ હાલમાં તમામ મીડિયા અને સોશિયલ મીડિયા (Social media)માં છવાયેલા છે, કારણ કે પરાગ અગ્રવાલ (Parag Agarwal) ટ્વિટરના નવા CEO બન્યા છે. જેક ડોર્સી (Jack Dorsey)એ ટ્વિટરનું CEO પદ છોડતા પરાગ અગ્રવાલે હવે તેનું સ્થાન લીધું છે પણ શું તમે જાણો છો કે ટ્વિટરનું CEO પદ સંભાળવા માટે તેમને કેટલી સેલેરી મળશે.

 

પરાગને કેટલુ વેતન મળશે?

પરાગ અગ્રવાલ આઈઆઈટી બોમ્બેમાં ભણેલા છે. તે વર્ષ 2011થી ટ્વિટર સાથે જોડાયેલા છે. ટ્વિટરમાં પરાગ અગ્રવાલની સેલરી વિશે વાત કરીએ તો તે 10 લાખ ડોલર હશે. ભારતીય ચલણમાં આ ખાતું 7,51,13,500 રૂપિયાનું છે. આ સિવાય બોનસ પણ મળશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેટલા બોનસ અને સ્ટોક મળશે?

પરાગ અગ્રવાલને ટ્વિટરમાં કામ કરતી વખતે $125 લાખ એટલે કે રૂ. 93,89,12,500ના સ્ટોક યુનિટ્સ મળશે. આ સ્ટોક મની પરાગ અગ્રવાલને 16 ત્રિમાસિક ઈન્ક્રીમેન્ટમાં આપવામાં આવશે. આ પગાર વધારો 1 ફેબ્રુઆરી, 2022થી શરૂ થશે. આ સિવાય પરાગ અગ્રવાલને એપ્રિલ 2022ના પ્રદર્શનના આધારે સ્ટોક યુનિટ આપવામાં આવશે. ટ્વિટરે અહેવાલ આપ્યો છે કે પરાગ અગ્રવાલને આ વર્ષની શરૂઆતમાં પણ આવા સ્ટોક યુનિટ મળ્યા છે. પરંતુ કેટલા ડોલર યુનિટ આપવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવી નથી.

 

જેક ડોર્સીનું વેતન કેટલુ હતુ?

ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સી 2015થી કોઈ વળતર કે લાભ લઈ રહ્યા નથી. વર્ષ 2018 સુધી તેણે માત્ર વાર્ષિક પગાર લીધો છે, જે 1.4 મિલિયન ડોલર જેટલો હતો. જેક કહેતો હતો કે તેણે ટ્વિટર પાસેથી બોનસ, શેર કે વધારાના ફંડ લીધા નથી કારણ કે તે ટ્વિટરની ‘લોન્ગ ટર્મ વેલ્યુ ક્રિએશન પોટેન્શિયલ’ માટે પ્રતિબદ્ધ છે. તેને સરળ રીતે કહીએ તો જેકની પ્રતિબદ્ધતા ટ્વિટરની લાંબી રેસના ઘોડાની જેમ બનવાની ક્ષમતાનું નિર્માણ કરવાની છે. આ માટે ગમે તેટલું બલિદાન આપવું પડે, ડોર્સી તેના માટે તૈયાર છે.

 

જેકે કરોડો મૂલ્યનો સ્ટોક વેચ્યો

જેકે તાજેતરના વર્ષોમાં ડિજિટલ પેમેન્ટ્સ ફર્મ સ્ક્વેરમાં કરોડો મૂલ્યનો સ્ટોક વેચ્યો છે. ડોર્સીએ 2009માં સ્ક્વેરની સહ-સ્થાપના કરી હતી અને કંપનીનું $98.2 બિલિયન માર્કેટ કેપ હાલમાં ટ્વિટરના $37 બિલિયન માર્કેટ કેપ કરતાં બમણું છે. હાલમાં તેની પાસે સ્ક્વેરમાં લગભગ 11% અને ટ્વિટરમાં લગભગ 2.26% હિસ્સો છે.

 

પરાગ અગ્રવાલની સફર

પરાગ અગ્રવાલને 29 નવેમ્બરે ટ્વિટરના CEO બનાવવામાં આવ્યા હતા. આ સાથે તેઓ ગ્લોબલ ટેક કંપનીઓના એલિટ સીઈઓ રેન્કિંગમાં જોડાયા, જેમાં માઈક્રોસોફ્ટના સત્ય નડેલા, આલ્ફાબેટના સુંદર પિચાઈ, આઈબીએમના અરવિંદ કૃષ્ણા અને એડોબના શાંતનુ નારાયણનો સમાવેશ થાય છે. અગ્રવાલ વર્ષ 2011માં ટ્વિટરમાં જોડાયા હતા અને ઓક્ટોબર 2017 સુધી ચીફ ટેક્નોલોજી ઓફિસરનું પદ સંભાળ્યું હતું.

 

પરાગ અગ્રવાલનું નિવેદન

સીઈઓનું પદ સંભાળ્યા બાદ પરાગ અગ્રવાલે ટ્વિટરના કર્મચારીઓને એક પત્ર જાહેર કર્યો હતો. તેમાં અગ્રવાલે લખ્યું હતું કે “હું ટ્વિટરનો અવિશ્વસનીય પ્રભાવ, અમારી સતત પ્રગતિ અને અમારી આગળની રોમાંચક તકો જોઉં છું. અગાઉ ક્યારેય અમારો હેતુ આટલો મહત્વનો રહ્યો નથી. આપણા લોકો અને આપણી સંસ્કૃતિ વિશ્વની કોઈપણ વસ્તુથી અલગ છે. આપણે સાથે મળીને શું કરી શકીએ તેની કોઈ મર્યાદા નથી.”

 

આ પણ વાંચોઃ સંજય દત્ત બન્યા અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર, ‘મુન્નાભાઈ’એ CM પેમા ખાંડુનો માન્યો આભાર

 

આ પણ વાંચોઃ રાજ્યસભાના તમામ સસ્પેન્ડેડ સાંસદ આવતીકાલે સંસદ પરિસરમાં ધરણા કરશે, વેંકૈયા નાયડુએ માફી માગ્યા વિના સસ્પેન્શન રદ કરવાનો કર્યો ઈનકાર

Next Article