Financial Tips: જો તમે નવા નાણાકીય વર્ષમાં આ કામ નહીં કરો તો ડબલ ટેક્સ લાગશે, જાણો શું આવશે બદલાવ

|

Mar 16, 2021 | 6:45 AM

1 એપ્રિલ, 2021 થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ(New fiscal year)માં આવકવેરા(Income Tax)ના નિયમોમાં ફેરફાર સૂચવવામાં આવ્યા છે. કેટલાક નિયમોથી રાહત મળશે તો કેટલાકમાં એવી જોગવાઈઓ છે કે નજીવી ચૂક પર ડબલ ટેક્સ(Double Tax) ભરવો પડશે.

Financial Tips: જો તમે નવા નાણાકીય વર્ષમાં આ કામ નહીં કરો તો ડબલ ટેક્સ લાગશે, જાણો શું આવશે બદલાવ
આજથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં આવકવેરા(Income Tax)ના નિયમોમાં ફેરફાર થઈ રહ્યાં છે.

Follow us on

1 એપ્રિલ, 2021 થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ(New fiscal year)માં આવકવેરા(Income Tax)ના નિયમોમાં ફેરફાર સૂચવવામાં આવ્યા છે. કેટલાક નિયમોથી રાહત મળશે તો કેટલાકમાં એવી જોગવાઈઓ છે કે નજીવી ચૂક પર ડબલ ટેક્સ(Double Tax) ભરવો પડશે.

આજે અમે તમને આવકવેરા સંબંધિત એવા જ નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, જેની તમારે નવા વર્ષમાં કાળજી લેવી પડશે. ITRને લગતા નિયમો ખુબ મહત્વપૂર્ણછે. ITR ફાઇલ ન કરનારાઓ માટે સરકારે નિયમો ખૂબ કડક બનાવ્યા છે. આ અંતર્ગત તેમને ડબલ ટીડીએસ ચૂકવવો પણ પડી શકે છે.

ITR ન ભરવા પર TDS દર બમણો થશે
સરકારે આવકવેરા કાયદામાં કલમ 206 AB ઉમેર્યા છે. હવે, જો તમે ITR ફાઇલ કરશો નહીં તો તમારે 1 એપ્રિલ 2021 થી ડબલ ટીડીએસ ચૂકવવો પડશે. નવા નિયમો અનુસાર જેમણે આવકવેરા રીટર્ન ફાઇલ કર્યા નથી તેમના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ પણ વધારે રહેશે. નવા નિયમો અનુસાર 1 જુલાઇ 2021 થી દંડિત TDS અને TCL દર 10-20% રહેશે. તે સામાન્ય રીતે 5-10% હોય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

EPFમાં માત્ર 2.5 લાખ સુધીનું રોકાણ કરમુક્ત
2021-22ના બજેટમાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) તરફથી મળેલા વ્યાજ પર વેરાની જાહેરાત કરવામાં આવી છે. સંસદમાંથી બજેટ પસાર થતાંની સાથે જ નવા નાણાકીય વર્ષથી નાણાકીય વર્ષમાં 2.5 લાખ સુધીનું EPFમાં રોકાણ કરમુક્ત રહેશે.

કોવિડમાં મુસાફરી કરવામાં અસમર્થ રહ્યા છો, તો LTC સ્કીમનો લાભ લઈ શકશો
નવા નાણાકીય વર્ષમાં ટ્રાવેલ લીવ કન્સેશન (LTC) કેશ વાઉચર યોજના અમલમાં આવશે. કોવિડ -19 રોગચાળાને કારણે મુસાફરી પ્રતિબંધોને લીધે LTC નો લાભ ન ​​મેળવનાર કર્મચારીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

પ્રી-ફીલ્ડ ITR ફોર્મ સાથે ITRર ફાઇલ કરવાનું વધુ સરળ બનશે
વ્યક્તિગત કરદાતાઓને હવે 1 એપ્રિલ 2021 થી પ્રી-ફીલ્ડ આઇટીઆર ફોર્મ પ્રદાન કરવામાં આવશે. કર્મચારીઓની સુવિધા અને આવકવેરા રીટર્ન ભરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ITR ફાઇલ કરવામાંથી 75 વર્ષથી ઉપરના વૃદ્ધોને છૂટ
બજેટમાં 1 એપ્રિલ 2021 થી 75 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સને ITR ફાઇલ કરવાથી મુક્તિની દરખાસ્ત કરવામાં આવી છે. આ છૂટ તે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવી છે કે જેઓ પેન્શન પર આધારિત હોય અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ પર નભે છે.

Next Article