નાણા મંત્રાલય CPSE જમીનના મુદ્રીકરણ માટે બનાવશે એક ખાસ કંપની, કેબિનેટ પાસેથી લેશે મંજૂરી

|

Oct 17, 2021 | 8:10 PM

DIPAMના સચિવ તુહીન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે આ સંપત્તિને સંભાળવા માટે કંપનીના રૂપમાં સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની સ્થાપના કરવામાં આવશે, જેનું બાદમાં મુદ્રીકરણ કરવામાં આવશે.

નાણા મંત્રાલય CPSE જમીનના મુદ્રીકરણ માટે બનાવશે એક ખાસ કંપની, કેબિનેટ પાસેથી લેશે મંજૂરી
Finance Ministry

Follow us on

નાણાં મંત્રાલય (Finance Ministry) ટૂંક સમયમાં ખાનગીકરણ માટે તૈયાર થયેલી કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમો (CPSEs)ની જમીન અને નોન-કોર એસેટ્સના ટ્રાન્સફર અને પછીથી મુદ્રીકરણ માટે એક કંપની બનાવવા માટે કેબિનેટની મંજૂરી માંગશે.

 

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સચિવ તુહીન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે આ સંપત્તિને સંભાળવા માટે કંપનીના રૂપમાં સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની સ્થાપના કરવામાં આવશે, જેનું બાદમાં મુદ્રીકરણ કરવામાં આવશે. પાંડે એ જણાવ્યું હતું કે અમે એવી કંપની વિશે વાત કરી રહ્યા છીએ જે ઘણા વર્ષો સુધી રહેશે, જે વધારાની જમીન અને નોન-કોર એસેટ્સના મુદ્રીકરણમાં નિષ્ણાત હશે. અમે ટૂંક સમયમાં તેની શરૂ થવાની આશા રાખી રહ્યા છીએ. કેબિનેટની મંજૂરી મળતા જ તે શરૂ થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

સરકારી કંપનીઓની જમીનનું મુદ્રીકરણ કરવામાં આવશે

તેમણે કહ્યું કે કેટલાક સીપીએસઈનું વ્યૂહાત્મક વિનિવેશ થશે અને અમને લાગે છે કે જમીનનો અમુક હિસ્સો કંપનીમાં જવા માટે યોગ્ય નથી અને તે સંપત્તિનું મુદ્રીકરણ કરી શકાય છે. કેબિનેટની મંજૂરી બાદ નાણા મંત્રાલય હેઠળના જાહેર સાહસો વિભાગ (DPE)ને સંપત્તિ મુદ્રીકરણનું કામ સોંપવામાં આવશે.

 

આ કંપનીઓનું વ્યૂહાત્મક વેચાણ થશે

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે બીપીસીએલ (BPCL), શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Shipping Corporation of India), આઈડીબીઆઈ બેન્ક (IDBI Bank), બીઈએમએલ (BEML), પવન હંસ (Pawan Hans), નીલાંચલ ઈસ્પાત નિગમ લિ. (Neelachal Ispat Nigam Ltd)ના વ્યુહાત્મક વેચાણને પુરુ કરવા માટેનો હેતુ રાખવામાં આવ્યો છે.

 

તમામ જાહેર ઉપક્રમોનું ખાનગીકરણ કરવામાં આવશે

2021-22ના બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રના સાહસો (PSEs)ની ખાનગીકરણ નીતિની જાહેરાત કરી હતી, જે મુજબ ચાર વ્યૂહાત્મક ક્ષેત્રો એટલે કે પરમાણુ ઉર્જા (Atomic energy), અવકાશ અને સંરક્ષણ  (Space and Defence)  સિવાયના તમામ જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું ખાનગીકરણ કરવામાં આવશે. પરિવહન અને દૂરસંચાર, વીજળી, પેટ્રોલિયમ, કોલસો અને અન્ય ખનીજ અને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓનું ખાનગીકરણ કરવામાં આવશે. આ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સરકાર માત્ર ન્યૂનતમ જાહેર ઉપક્રમોને જ જાળવી રાખશે.

 

આ પણ વાંચો :  PPF vs EPF vs VPF: જાણો ક્યા મળે છે વધારે રીટર્ન અને રોકાણ કરતા પહેલા કઈ વાતનું રાખવું જોઈએ વિશેષ ધ્યાન

 

Next Article