SEBIના નવા બોસની શોધ, નાણા મંત્રાલયે માંગી અરજીઓ

|

Oct 30, 2021 | 11:57 PM

નાણા મંત્રાલય સેબીના નવા બોસની શોધમાં છે. વર્તમાન અધ્યક્ષ અજય ત્યાગીનો પાંચ વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં સમાપ્ત થાય છે.

SEBIના નવા બોસની શોધ, નાણા મંત્રાલયે માંગી અરજીઓ
Securities and Exchange Board of India - SEBI

Follow us on

નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના અધ્યક્ષ પદ માટે અરજીઓ મંગાવી છે. સેબીના વર્તમાન વડા અજય ત્યાગીનો પાંચ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૂરો થઈ રહ્યો છે. ત્યાગી ભારતીય વહીવટી સેવા (IAS)ના 1984 બેચના હિમાચલ પ્રદેશ કેડરના અધિકારી છે. તેમને 1 માર્ચ, 2017ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને છ મહિના માટે સેવાનું વિસ્તરણ આપવામાં આવ્યું હતું. ત્યાગીનો કાર્યકાળ ઓગસ્ટ 2020માં વધુ 18 મહિના લંબાવવામાં આવ્યો હતો.

 

મંત્રાલય દ્વારા 28 ઑક્ટોબરે જાહેર કરાયેલી સાર્વજનિક નોટિસમાં સેબીના પ્રમુખ પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ નિમણૂક મહત્તમ પાંચ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી જે પણ વહેલું હોય તે માટે કરવામાં આવશે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે જાહેર સૂચનામાં જણાવ્યું છે કે પાત્ર ઉમેદવારો તેમની અરજીઓ નિર્ધારિત ફોર્મેટ અને જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો સાથે 6 ડિસેમ્બર, 2021 સુધીમાં અથવા તે પહેલા મોકલી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

યુકે સિન્હાને પણ 3 વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું

અગાઉ, સરકારે યુકે સિન્હાને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. તેઓએ ડી.આર. મહેતા પછી સૌથી લાંબા સમય સુધી સેબીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. જ્યાં સુધી ત્યાગીનો સવાલ છે, સરકારે તેમની નિમણૂક અંગે બે વખત નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

 

આ પદ માટેના ઉમેદવારોના નામ કેબિનેટ સચિવની આગેવાની હેઠળ ફાઈનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી એપોઈન્ટમેન્ટ્સ સર્ચ કમિટી (FSRASC) દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ઉમેદવારોનું ઈન્ટરવ્યુ આર્થિક બાબતોના સચિવની આગેવાની હેઠળની સમિતિ દ્વારા લેવામાં આવશે. સમિતિમાં ત્રણ બાહ્ય સભ્યો હશે.

 

પીએમના નેતૃત્વ હેઠળની સમિતિ અંતિમ નિર્ણય લે છે

નિયમો મુજબ ઉમેદવારને FSRASC દ્વારા શોર્ટલિસ્ટ કર્યા પછી આર્થિક બાબતોના સચિવની પેનલ દ્વારા તેમનો ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. આ પેનલમાં એવા ત્રણ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે, જેમની પાસે ડોમેન વિષયનું ઊંડું જ્ઞાન હોય છે. આ બાહ્ય સભ્યો હોય છે. ઈન્ટરવ્યુના આધારે એફએસઆરએએસસી (FSRASC) ફાઈનલ મેમ્બરનું નામ નિમણૂક સમિતિને સબમિટ કરે છે. આ સમિતિના પ્રમુખ પ્રધાનમંત્રી હોય છે.

 

આ પણ વાંચો :  Foreign Exchange Reserves: આ અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો 91 લાખ ડોલરનો ઘટાડો, જાણો RBIના ખજાનામાં કેટલું બચ્યુ છે રીઝર્વ

 

Next Article