ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સાથે મળીને કરવા પડશે પ્રયત્ન, સતત બદલાઈ રહેલી ટેક્નોલોજી જવાબદાર: નિર્મલા સીતારમણ

|

Dec 03, 2021 | 11:18 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સામૂહિક પ્રયાસની જરૂર છે. કારણ કે ટેક્નોલોજી સતત બદલાતી રહે છે.

ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સાથે મળીને કરવા પડશે પ્રયત્ન, સતત બદલાઈ રહેલી ટેક્નોલોજી જવાબદાર: નિર્મલા સીતારમણ
Finance Minister Nirmala Sitharaman

Follow us on

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) શુક્રવારે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીને (Cryptocurrencies) નિયંત્રિત કરવા માટે સામૂહિક પ્રયાસની જરૂર છે. કારણ કે ટેક્નોલોજી (Technology) સતત બદલાતી રહે છે. તેમણે કહ્યું હતું કે એક્ઝિક્યુટિવ અને કાનૂની બંને નિયમો, ટેકનોલોજી સાથે બદલાઈ રહ્યા છે. તેઓ ક્યારેય સંપૂર્ણ સચોટ હોઈ શકતા નથી કારણ કે ટેક્નોલોજી સતત બદલાતી રહે છે.

 

નાણામંત્રીએ આ વાત ઈન્ફિનિટી ઈવેન્ટ દરમિયાન ફીનટેક ફોર એન ઈનક્લુસિવ ગ્રોથ અક્રોસ ધ ગ્લોગ પર પેનલ ચર્ચા દરમિયાન કહી હતી. નાણામંત્રીએ કહ્યું કે તેને નિયંત્રિત કરવા માટે આના પર સામૂહિક પ્રયાસ કરવા પડશે. ઈન્ડોનેશિયાના નાણા મંત્રી મુલ્યાની ઈન્દ્રાવતી (Mulyani Indrawati) અને મલેશિયાના નાણા મંત્રી તેંગકુ ઝફરુલ અઝીઝ (Tengku Zafrul Aziz) પણ આ પેનલનો ભાગ હતા. આ પેનલનું સંચાલન વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયે કર્યું હતું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

નાણામંત્રીએ રાજ્યસભામાં શું કહ્યું હતું?

ગુરુવારે રાજ્યસભામાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત એક પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું હતું કે તે એક જોખમી ક્ષેત્ર છે અને તેની પાસે સંપૂર્ણ નિયમનકારી માળખું નથી. તેમણે કહ્યું હતું કે તેની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આરબીઆઈ અને સેબી દ્વારા જાગૃતિ ફેલાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં બિલ રજૂ કરશે.

 

સીતારમણે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ લાવવા જઈ રહી છે. નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી અંગેના નિયમન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. કહ્યું કે અહીં ASCI છે, જે જાહેરાતોને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે તેના તમામ નિયમોને જોવામાં આવી રહ્યા છે, જેથી તેઓ નક્કી કરી શકે કે જાહેરાતો પર શું કરી શકાય છે.

 

તેમણે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં કેબિનેટમાંથી બિલ પાસ કરીને બિલ લાવશે. તેને પાછલી વખતે એટલા માટે લાવવામાં આવ્યું ન હતું, કારણકે કેટલીક બીજી વસ્તુઓ પણ હતી જેને જોવી જરૂરી હતી. ઝડપથી ઘણી વસ્તુઓ આ મામલામાં આવી ગઈ છે. નાણામંત્રીએ કહ્યું કે તેમનો હેતુ બિલમાં સુધારો કરવાનો હતો.

 

 

આ પણ વાંચો :  SURAT : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યાર્ન એક્ષ્પો-2021નું ત્રિદિવસીય પ્રદર્શન, દેશભરમાંથી 75થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે

 

Next Article