નાણામંત્રીએ ઘરેલુ ઉદ્યોગોની તુલના હનુમાનજી સાથે કરી, કહ્યું- તમારી ક્ષમતાને ઓળખો

|

Sep 13, 2022 | 5:40 PM

નાણામંત્રીએ કહ્યું છે કે તે ઉદ્યોગ પાસેથી જાણવા માંગે છે કે તે રોકાણ કરવામાં શા માટે ખચકાય છે. નાણામંત્રી રોકાણકારોને પ્રોત્સાહિત કર્યા હતા અને સરકાર તરફથી જરૂરી મદદની ખાતરી પણ આપી હતી.

નાણામંત્રીએ ઘરેલુ ઉદ્યોગોની તુલના હનુમાનજી સાથે કરી, કહ્યું- તમારી ક્ષમતાને ઓળખો
Finance Minister Nirmala Sitharaman

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman) ઉદ્યોગના દિગ્ગજ લોકોને રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા છે. તેમણે પૂછ્યું કે જ્યારે દુનિયાભરના રોકાણકારો ભારતમાં રોકાણ કરી રહ્યા છે તો તમને રોકાણ કરતા કોણ રોકી રહ્યું છે. ખાસ કરીને ડોમેસ્ટીક ઇન્ડ્સ્ટ્રી તરફ ધ્યાન દોરતા નિર્મલા સીતારમણે ભારતીય રોકાણકારો (Investors) કહ્યુ કે ઘરેલુ બજાર માટે ભારતમાં પુષ્કળ તક છે. તેમણે ભારતીય ઉદ્યોગોની તુલના હનુમાનજી સાથે કરી અને કહ્યું કે તેમની જેમ તમને તમારી ક્ષમતા અને શક્તિનો ખ્યાલ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂછ્યું કે તેઓ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ કરવામાં શા માટે ખચકાય છે. નાણામંત્રીના કહેવા પ્રમાણે, એવા સમયે જ્યારે દુનિયાભરમાંથી રોકાણ ભારતમાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક ઉદ્યોગ આ તકને ગુમાવી શકે નહીં.

તમે તમારી ક્ષમતાને જાણતા નથી

નાણામંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે શું તે હનુમાનજી જેવું છે? તમને તમારી ક્ષમતા, તમારી શક્તિ પર વિશ્વાસ નથી અને કોઈ તમારી બાજુમાં ઉભું છે અને કહે છે કે તમે હનુમાનજી છો, આમ કરો? તેમણે કહ્યું કે, હું ઉદ્યોગ પાસેથી જાણવા માંગુ છું કે તેઓ શા માટે રોકાણ કરવામાં ખચકાય છે. અમે ઉદ્યોગને અહીં લાવવા અને રોકાણ કરવા માટે બધું જ કરીશું. પરંતુ હું ભારતીય ઉદ્યોગ પાસેથી સાંભળવા માંગુ છું કે તમને શું રોકી રહ્યું છે? નાણામંત્રીએ કહ્યું કે વિદેશી રોકાણકારો ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે એવું લાગે છે કે સ્થાનિક રોકાણકારોમાં કેમ ખચકાટ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સરકાર તમામ પગલાં લેવા તૈયાર

નાણામંત્રીએ કહ્યું કે સરકાર ઉદ્યોગ સાથે મળીને કામ કરવા ઇચ્છુક છે અને નીતિગત પગલાં લેવા તૈયાર છે. નાણામંત્રીએ કહ્યું કે, જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ તે સતત વિકસિત થઇ રહ્યા છીએ. આ એવા ઉદ્યોગોને પણ લાગુ પડે છે જે ઉભરતા ક્ષેત્રનો ભાગ છે, જેના માટે અમે પ્રોત્સાહનો દ્વારા નીતિગત સહાય પૂરી પાડી છે. તેમણે કહ્યું કે સરકાર ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજના લઈને આવી છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ માટે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે આ ભારતનો સમય છે અને આપણે આ તક ગુમાવી શકીએ નહીં.

Next Article