ભારતનુ અર્થતંત્ર ધબકતુ થયુ હોવાનો સંકેત, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નિકાસ 13 ટકા વધી, આયાત 21 ટકા ઘટી

|

Sep 18, 2020 | 3:07 PM

  કોરોનાકાળમાં ભારતીય અર્થતંત્ર ગબડ્યા બાદ, હવે ધીમે ધીમે પાટે ચડી રહ્યું હોવાના, સંકેતો સાંપડી રહ્યા છે.  સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં, ભારતમાંથી વિદેશમાં થતી નિકાસમાં 13 ટકાનો વધારો થયો છે. તો બીજી બાજુ આયાતમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. જુલાઈ મહિના સુધી ઔદ્યોગિક ઉત્પાદનનો આંક સતત પાંચમે મહિને ઘટ્યો છે. એપ્રિલ મહિનાના સંપૂર્ણ દેશવ્યાપી લૉકડાઉનને […]

ભારતનુ અર્થતંત્ર ધબકતુ થયુ હોવાનો સંકેત, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નિકાસ 13 ટકા વધી, આયાત 21 ટકા ઘટી

Follow us on

 

કોરોનાકાળમાં ભારતીય અર્થતંત્ર ગબડ્યા બાદ, હવે ધીમે ધીમે પાટે ચડી રહ્યું હોવાના, સંકેતો સાંપડી રહ્યા છે.  સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં, ભારતમાંથી વિદેશમાં થતી નિકાસમાં 13 ટકાનો વધારો થયો છે. તો બીજી બાજુ આયાતમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જુલાઈ મહિના સુધી ઔદ્યોગિક ઉત્પાદનનો આંક સતત પાંચમે મહિને ઘટ્યો છે. એપ્રિલ મહિનાના સંપૂર્ણ દેશવ્યાપી લૉકડાઉનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં અકલ્પનીય ઘટાડા પછી અનલોક દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ આંશિક રીતે શરૂ થતાં ઘટાડાનો દર ધીમો થયો હતો.


કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના પ્રદેશોમાં નવાં નિયંત્રણો નથી આવતાં અને જૂનાં નિયંત્રણો ધીમે ધીમે ઉઠાવાતાં જાય છે. ઑગસ્ટ મહિને ઔદ્યોગિક ઉત્પાદન જુલાઈ કરતા સારું રહ્યું  છે.  ઔદ્યોગિક ક્ષેત્રે જે મુવમેન્ટ શરૂ થઈ છે તેનાથી હવે તહેવારોના દિવસોમાં માગ વધે તેવો અણસાર  છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં નિકાસમાં ૧૩ ટકાનો વધારો થયો છે. આ જ સમય દરમ્યાન આયાતમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. એક ઇન્ડસ્ટ્રી ચેમ્બરના સર્વે પ્રમાણે ઔદ્યોગિક જગતના મતે નબળી માગ એ આર્થિક વિકાસ આડેનો સૌથી મોટો અંતરાય છે. આપણા આર્થિક વિકાસના દરનો ૨૩ ટકાનો જૂન ક્વૉર્ટરનો ઘટાડો જી-20 દેશોનો સૌથી વધુ ઘટાડામાંનો એક છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વધતી જતી આર્થિક પ્રવૃત્તિઓને કારણે કદાચ જૂન ક્વૉર્ટરમાં આપણો સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે તેમ કહી શકાય.

કેન્દ્ર સરકારે પહેલી સપ્ટેમ્બરથી ઘણાં નિયંત્રણો હળવાં કર્યાં છે અને રાજ્યોએ પણ આંશિક લૉકડાઉન બને તેવાં પગલાં લીધાં છે. જુલાઈ મહિનો નબળો રહેવા છતાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના મેક્રો ઇકૉનૉમિક પેરામિટર્સમાં અપેક્ષિત સુધારો થાય તો સપ્ટેમ્બર ક્વૉર્ટરના આર્થિક વિકાસના દરમાં ઘટાડાનો દર ઓછો થવાની અપેક્ષા રખાઈ રહી છે.

આ પણ વાંચોઃતહેવારોમાં માંગને પહોચી વળવા, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇ કોમ બે લાખ લોકોને નોકરી ઓફર કરશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:29 am, Wed, 16 September 20

Next Article