Explained: માસ્ટરકાર્ડ અને Visa કેવી રીતે કરે છે કામ, જાણો ગ્રાહકો પાસેથી કેવી રીતે થાય છે કમાણી

|

Jul 17, 2021 | 8:13 PM

જ્યારે પણ કોઈ ગ્રાહક આ કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેની સંપૂર્ણ માહિતી તે કંપનીના સર્વર પાસે જાય છે. આ કંપનીઓના સર્વરો વિદેશમાં છે જ્યાં માહિતીની પ્રક્રિયા અને ચકાસણી કરવામાં આવે છે.

Explained: માસ્ટરકાર્ડ અને Visa કેવી રીતે કરે છે કામ, જાણો ગ્રાહકો પાસેથી કેવી રીતે થાય છે કમાણી
MasterCard

Follow us on

માસ્ટરકાર્ડ (Mastercard) અને વિઝાનું (visa) કાર્ય સમાન છે. આ બંને કાર્ડ એટીએમ કાર્ડની જેમ કામ કરે છે. આમાં કાર્ડધારક કંપની અથવા વ્યવસાય, બેંક અને કાર્ડ કંપની (માસ્ટરકાર્ડ અને વિઝા) વચ્ચે ભાગીદારી હોય છે. કાર્ડ કંપનીઓ તેમની સેવાઓ બેંકોને આપે છે. ત્યારબાદ બેંકો દ્વારા આ કાર્ડ ગ્રાહકોને આપવામાં આવે છે. બાદમાં જ્યારે ગ્રાહક દ્વારા જે કંપનીના કાર્ડનો ઉપયોગ થાય છે ત્યારે ચુકવણી સૌપ્રથમ કંપનીને જાય છે, જેના આધારે પેમેન્ટને ઓથેંટિકેટ કરવામાં આવે છે. મર્ચન્ટ પોઇન્ટ ઓફ સેલ સિસ્ટમ ગ્રાહકના ખાતાની બધી વિગતો લે છે અને પેમેન્ટને વ્યવસાય અથવા વેપારીને આપી દે છે. આના માટે કાર્ડને સ્વેપ કરવું પડે છે.

કાર્ડ આપતી બેંક ટ્રાંઝેક્શનને ઓથરાઈઝ કરે છે અને તેનો રિસ્પોન્સ મર્ચેંટને મળે છે. આ બાદ કાર્ડમાંથી પૈસા તે વેપારી અથવા વ્યવસાયમાં ટ્રાંસફર થઈ જાય છે. જેમાં ગ્રાહકનું એકાઉન્ટ હોય છે અથવા જે બેંકમાંથી માસ્ટરકાર્ડ અથવા વિઝા કાર્ડ છે તે બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ ગ્રાહક આ કાર્ડનો ઉપયોગ કરે છે, ત્યારે તેની સંપૂર્ણ માહિતી તે કંપનીના સર્વર પાસે જાય છે. આ કંપનીઓના સર્વરો વિદેશમાં છે જ્યાં માહિતીની પ્રક્રિયા અને ચકાસણી કરવામાં આવે છે. આ કાર્ડ્સનો ઉપયોગ કરનારી બેંકો આ સર્વિસ માટે વર્ષના દરેક ક્વાર્ટરમાં ફી ચૂકવે છે.

કાર્ડ કંપનીઓને કેવી રીતે થાય છે કમાણી ?

BankBazaarના સીઈઓ આદિલ શેટ્ટીએ ખાનગી એજન્સિ સાથે વાત કરતા જણાવ્યું કે, કાર્ડ પરના દરેક વ્યવહારને ઇન્ટરચેંજ ફી તરીકે એક રકમ લેવામાં આવે છે. ટ્રાન્ઝેક્શન માટે આ રકમ ખૂબ ઓછી છે. તે ટ્રાન્ઝેક્શન દીઠ 0.5-3.5% સુધીની હોઈ શકે છે. આ ફી કાર્ડ આપતી વખતે નક્કી કરવામાં આવે છે. આમાં બેંકોનો પણ થોડો ભાગ છે. તેથી જ્યારે પણ કોઈ ટ્રાંઝેક્શન થાય છે ત્યારે રકમ બેંક અને કાર્ડ કંપની એટલે કે, માસ્ટરકાર્ડ અથવા વિઝાને આપવામાં આવે છે. આ કાર્ડ કંપનીઓની વાસ્તવિક આવક છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સિવાય કાર્ડ કંપનીઓ પણ બેંકો પાસેથી વાર્ષિક લાઈસેંસિંગ ફી લે છે. જો તમે બેંક કાર્ડ પર તમારું નામ, લોગો અથવા બ્રાન્ડ છાપવા માંગતા હો તો તેના માટે અલગ ફી ચૂકવવી પડશે. કાર્ડ કંપનીઓ ટ્રાંઝેક્શન પ્રક્રિયામાં લાગતા સોફ્ટવેર અને હાર્ડવેરનું સર્ટિફિકેશન આપે છે. કોઈપણ બેંક સાથે જોડાણ કરતા પહેલા આ પ્રમાણપત્ર આપવું જરૂરી છે જેથી તે સુરક્ષિત બેંકિંગ સિસ્ટમમાં મદદ કરી શકે.

આ પણ વાંચો: Zareen Khanની માતાની તબિયત બગડી, અભિનેત્રીએ ચાહકોને કહ્યું- તેમના માટે પ્રાર્થના કરો

Next Article