AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો દેવશયની એકાદશીના વ્રતનું ધાર્મિક મહત્વ અને વ્રતના વિધિ-વિધાન

માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે. વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે. તેમજ જીવનમાં ક્યારેય ધન-ધાન્યની અછત નથી વર્તાતી.

જાણો દેવશયની એકાદશીના વ્રતનું ધાર્મિક મહત્વ અને વ્રતના વિધિ-વિધાન
દેવશયની એકાદશીનું વ્રત પ્રાપ્ત કરાવશે શ્રીવિષ્ણુની પરમ કૃપા
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 17, 2021 | 4:51 PM
Share

હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી (EKADASHI) તિથિનું ખૂબ જ મહત્વ છે. આ તિથિના દિવસે દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. તેને દેવશયની અગિયારસ, દેવપોઢી અગિયારસ, હરિશયની એકાદશી તેમજ અષાઢી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. તો કેટલાંક રાજ્યોમાં તે પદ્મા એકાદશી, પદ્મનાભા એકાદશીના નામથી પણ પ્રસિદ્ધ છે.

શાસ્ત્રોમાં આ એકાદશીનું અદભુત મહત્વ વર્ણવાયું છે. સ્વયં શ્રી નારાયણે આ સંદર્ભમાં કહ્યું છે કે, જેવી રીતે દેવતાઓમાં શ્રીકૃષ્ણ, દેવીઓમાં પ્રકૃતિ, વર્ણોમાં બ્રાહ્મણ તથા વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે, તેવી જ રીતે વ્રતમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે.

ક્યારે છે દેવશયની એકાદશી ?

આ વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ 20 જુલાઈના રોજ આવી રહી છે. એટલે, દેવશયની એકાદશીનું વ્રત 20 જુલાઇએ રાખવામાં આવશે.

વ્રતની વિધિ

* સવારે વહેલા ઉઠી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લો. * ભગવાન વિષ્ણુજીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. * દીવો કરીને શ્રી હરિનું સ્મરણ કરો અને તેમની પૂજા કરી સ્તુતિ કરો. * પૂજામાં તુલસીના પાંદડાનો પણ ઉપયોગ કરો તથા પૂજાના અંતમાં વિષ્ણુજીની આરતી કરો. * સંધ્યા સમયે પણ ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવી તેમની પૂજા કરો. * શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. * દ્વાદશીના દિવસે શુદ્ધ થઈને શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરો. * લોકોમાં પ્રસાદ વહેંચો * બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન-દક્ષિણા આપો.

વ્રતથી ફળપ્રાપ્તિ

મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એકાદશીના વ્રતનું મહત્વ જણાવ્યું હતું. દેવશયની એકાદશીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારું છે.

1. પૌરાણિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે. 2. વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે. 3. ક્યારેય ધન-ધાન્યની અછત નથી વર્તાતી. 4. વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.

ચાતુર્માસનો થશે પ્રારંભ

ઉલ્લેખનિય છે કે દેવશયની એકાદશીથી જ ચાતુર્માસનો પ્રારંભ થઈ જશે. અર્થાત્ આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રાધીન થશે અને આવનારા ચાર માસ સુધી શ્રીહરિ પાતાળ લોકમાં જ નિવાસ કરશે. આ દરમિયાન કોઈપણ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. લોકવાયકા એવી છે કે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિંદ્રાધીન હોઈ તે ભક્તોની મનોકામના નથી સાંભળી શકતા અને એટલે ભક્તોની કામના પરિપૂર્ણ પણ નથી કરી શકતા.

ચાર મહિના બાદ સૂર્યદેવ જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કરે છે, તે દિવસે ભગવાન વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે. જેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસથી ફરીથી તમામ માંગલિક કાર્ય શરૂ કરી શકાશે. એટલે હાલ તો દેવશયની એકાદશી જ એ શ્રેષ્ઠ અવસર છે કે જ્યારે શ્રીહરિને પછી ભક્તો પુણ્યનું ભાથું બાંધી શકે છે.

આ પણ વાંચોઃ તમે આજ પહેલાં ક્યારેય નહીં જાણ્યા હોય શનિદેવને પ્રસન્ન કરવાના આટલાં સરળ ઉપાય !

g clip-path="url(#clip0_868_265)">