PLI યોજનાનો વ્યાપ વધારી આગામી પાંચ વર્ષમાં તેના દ્વારા 520 અબજ ડોલરનું ઉત્પાદન થશે : PM મોદી

|

Mar 08, 2021 | 9:47 AM

દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાનો વિસ્તાર વધારવામાં આવશે. સરકારે આ માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

PLI યોજનાનો વ્યાપ વધારી આગામી પાંચ વર્ષમાં તેના દ્વારા 520 અબજ ડોલરનું ઉત્પાદન થશે :  PM મોદી
Narendra Modi

Follow us on

દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાનો વિસ્તાર વધારવામાં આવશે. સરકારે આ માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હાલમાં, 13 પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં વધુ લોકોને રોજગારી આપવા અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા કોરોના સંક્રમણ પછી આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, PLI યોજના હેઠળ ઉત્પાદનનું આઉટપુટ આગામી પાંચ વર્ષમાં વધીને 520 અબજ થઈ શકે છે. શુક્રવારે એક વેબિનારમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉદ્યોગોને આવી યોજનાઓમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ મલ્ટિ- મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી શકાય.

ગત વર્ષે દિવાળી પહેલા આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
ગત દિવાળી પહેલા સરકારે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાને મંજૂરી આપી હતી. PLI યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષ દરમિયાન રૂ. 1.46 લાખ કરોડના પ્રોત્સાહન આપશે. મોદી સરકારે ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનેન્ટ માટે રૂ. 57,000 કરોડ, ફાર્મા અને ડ્રગ ક્ષેત્રે રૂ. 15 હજાર કરોડ, ટેલિકોમ માટે નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12,000 કરોડ રૂપિયા, ટેક્સટાઇલ અને ફૂડ પ્રોડક્ટ્સ પ્રોડક્ટ્સ સેક્ટર માટે 10,000 કરોડ રૂપિયા, સોલર ફોટોવોલ્ટેઇક સેક્ટર માટે રૂ.4500 કરોડ અને ટેક્સટાઇલ સેક્ટર માટે 6300 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય
ભારતમાં જીડીપીના ઉત્પાદનમાં ફક્ત 16 ટકા હિસ્સો છે. જો ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું હોય તો હિસ્સો વધારવો પડશે. ભારતમાં આયાત વધારે છે અને નિકાસ ઓછી છે. અત્યાર સુધી આયાત ઘટાડવા અને ઉત્પાદનમાં વધારો કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં વધારે સફળતા મળી નથી. આખરે સરકારે નિર્ણય લીધો છે કે, ઉત્પાદનના 10 મોટા ક્ષેત્રોમાં પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજના લાગુ કરવી જોઈએ.

Published On - 9:45 am, Mon, 8 March 21

Next Article