શું છે ESI સ્કીમ જેને આખા દેશમાં લાગુ કરવા જઈ રહી છે સરકાર, આનાથી કોને થશે લાભ

ESI યોજના એક આરોગ્ય યોજના (health scheme) છે જેમાં સંગઠિત ક્ષેત્રના કામદારોને 21,000 રૂપિયા સુધીનો પગાર મળે છે તેમને આરોગ્ય સુવિધાઓનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખાનગી નોકરીઓ, ફેક્ટ્રી અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારી અથવા શ્રમિકો આવે છે.

શું છે ESI સ્કીમ જેને આખા દેશમાં લાગુ કરવા જઈ રહી છે સરકાર, આનાથી કોને થશે લાભ
ESI Scheme (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 10:57 PM

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ 2022ના અંત સુધીમાં સમગ્ર દેશમાં આરોગ્ય વીમા યોજના ESI લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ (ESI) યોજના 443 જિલ્લાઓમાં અને 153 જિલ્લામાં આંશિક રીતે અમલમાં છે. કુલ 148 જિલ્લા હજુ સુધી ESI યોજનાના દાયરામાં નથી. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં રવિવારે યોજાયેલી ESICની 188મી બેઠકમાં દેશભરમાં તબીબી સુવિધાઓ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં આ વર્ષના અંત સુધીમાં સમગ્ર દેશમાં ESI યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં ESI યોજના હેઠળ આંશિક રીતે આવતા જીલ્લા અને હજુ સુધી બાકી રહેલા તમામ જિલ્લાઓને આ યોજનાના દાયરામાં લાવવામાં આવશે.

સરકારે જણાવ્યું કે આરોગ્ય સેવાઓ નવું દવાખાનું, સાથે શાખા કચેરીઓ (DCBOs) બનાવીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય ESIC એ દેશભરમાં 23 નવી 100 બેડ સાથેની હોસ્પિટલો ખોલવાનો પણ નિર્ણય લીધો છે. તેમાંથી મહારાષ્ટ્રમાં છ, હરિયાણામાં ચાર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં બે-બે હોસ્પિટલ બનાવવામાં આવશે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એક-એક હોસ્પિટલ ખોલવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ દવાખાના પણ ખોલવામાં આવશે. આ હોસ્પિટલો અને દવાખાનાઓ વીમાધારક કર્મચારીઓ અને તેમના આશ્રિતોને વધુ સારી ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનશે.

ESI સ્કીમ શું છે?

ESI યોજના એક આરોગ્ય યોજના છે, જેમાં સંગઠિત ક્ષેત્રના કામદારોને 21,000 રૂપિયા સુધીનો પગાર મળે છે. તેમને આરોગ્ય સુવિધાઓનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખાનગી નોકરીઓ, ફેક્ટરી અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારી અથવા શ્રમિકો આવે છે. જો કોઈ કર્મચારી ફરજ પર હોય ત્યારે અકસ્માતનો ભોગ બને તો તેને ESI યોજના હેઠળ સારવારની સુવિધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ કર્મચારીના પરિવારના સભ્યોને તબીબી સંભાળ પણ આપવામાં આવે છે. આ યોજના સાથે સંકળાયેલા લોકો ઓછી કમાણી કરનારા છે, તેથી સરકાર તેમની આરોગ્ય સંભાળ માટે ESI યોજના ચલાવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

યોજનાનો લાભ કોને મળે છે

જો અકસ્માત પીડિત નોકરી ગુમાવે છે, સારવાર મુશ્કેલ બને છે તો આ યોજના કામમાં આવે છે. આ યોજનામાં કર્મચારી અને તેના પરિવારને વીમા કવરેજનો લાભ આપવામાં આવે છે. આમાં માતૃત્વનો લાભ પણ છે. યોજના હેઠળ સારવાર અને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવે છે, પરંતુ જો કર્મચારીનું કામ દરમિયાન મૃત્યુ થાય છે તો તેના પરિવારને પેન્શન આપવામાં આવે છે. ESI યોજના એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે. ESI સ્કીમ હેઠળ એવી કંપનીઓ, ફેક્ટરીઓ અથવા કારખાનાઓ આવે છે, જેમાં 10 કે તેથી વધુ કર્મચારીઓ હોય છે. જો ESI હોસ્પિટલ કોઈ કર્મચારીને મોટી હોસ્પિટલમાં મોકલે છે તો ત્યાં પણ સારવાર અને તબીબી સંભાળની સંપૂર્ણ મદદ કરવામાં આવે છે.

આયુષ્માન ભારત યોજનાના લાભો

જે વિસ્તારોમાં ESI યોજના લાગુ છે, ત્યાં ESI કર્મચારીઓને આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે. વીમાધારક કર્મચારી ઉપરાંત તેના પરિવારના સભ્યોને પણ આયુષ્માન ભારત સાથે સંકળાયેલ હોસ્પિટલમાં સારવારની સુવિધા આપવામાં આવશે. સારવારની સુવિધા સંપૂર્ણપણે કેશલેસ હશે. 157 જિલ્લાઓમાં ટાઈપ-અપ સિસ્ટમ હેઠળ હોસ્પિટલોમાં કેશલેસ તબીબી સંભાળનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્રણ ESI હોસ્પિટલ, સનતનગર, ફરીદાબાદ અને ચેન્નાઈમાં રેડિયેશન ઓન્કોલોજી અને ન્યુક્લિયર મેડિસિન વિભાગની સ્થાપના કરવામાં આવશે. આ પ્રથમ વખત હશે જ્યારે ESI હોસ્પિટલમાં આવી સારવારની સુવિધા શરૂ કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">