EPFO : નાણાકીય વર્ષ 2023-24નું વ્યાજ પીએફ ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે ? આ રીતે ચેક કરો PF બેલેન્સ

|

Apr 25, 2024 | 3:31 PM

EPFO: શું વિતેલા નાણાકીય વર્ષ 2023-24નું વ્યાજ તમારા પ્રોવિડન્ડ ફંડના ખાતામાં જમા થઈ ગયું છે ? ફેબ્રુઆરી 2024 માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રોવિડન્ડ ફંડમાં જમા થયેલા નાણા માટેના વ્યાજ દરની જાહેરાત કરી છે. EPFOએ 2023-24 માટે વ્યાજ દર ગયા વર્ષના 8.15% થી વધારીને 8.25% કર્યો છે.

EPFO : નાણાકીય વર્ષ 2023-24નું વ્યાજ પીએફ ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે ? આ રીતે ચેક કરો PF બેલેન્સ

Follow us on

EPFO: શું વિતેલા નાણાકીય વર્ષ 2023-24નું વ્યાજ તમારા પ્રોવિડન્ડ ફંડના ખાતામાં જમા થઈ ગયું છે ? ફેબ્રુઆરી 2024 માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રોવિડન્ડ ફંડમાં જમા થયેલા નાણા માટેના વ્યાજ દરની જાહેરાત કરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ 2023-24 માટે વ્યાજ દર ગયા વર્ષના 8.15% થી વધારીને 8.25% કર્યો છે. ત્યારે તમારે એ જાણવું જોઈએ કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ તમારા ખાતામાં વ્યાજના પૈસા જમા કર્યા છે કે નહીં? તમે તમારા પ્રોવિડન્ડ ફંડનું બેલેન્સ કેવી રીતે ચેક કરશો ?

નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રોવિડન્ડ ફંડ ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે?

જેમનો પ્રોવિડન્ડ ફંડ કપાઈને તેમના ખાતામાં જમા થાય છે તેવા ઘણાબધા ખાતા ધારકો એ જાણવા માટે ઉત્સુક હશે કે, તેઓને નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રોવિડન્ડ ફંડના ખાતામાં જમા થયેલ રકમ પરનું વ્યાજ ક્યારે મળશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વ્યક્તિએ પુછેલા પ્રશ્નના જવાબમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ આ વાત કહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ લખ્યું છે કે, વિતેલા નાણાકીય વર્ષ 2023-2024ના વર્ષનું વ્યાજ ખાતાધારકોના ખાતામાં જમા કરાવવાની પ્રક્રિયા કાર્યવાહીમાં છે અને ટૂંક સમયમાં વ્યાજ તમારા ખાતામાં જમા થઈ ગયું હોવાનું જણાશે. કોઈ પણ ખાતાધારકોને વ્યાજની ખોટ નહીં જાય.

આટલા લોકોના ખાતામાં વ્યાજના પૈસા ટ્રાન્સફર થયા

વિતેલા નાણાકીય વર્ષ 2022-23નું વ્યાજ, માર્ચ 2024 સુધીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના વર્તમાન 28.17 કરોડ સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બેલેન્સ કેવી રીતે તપાસવું

  • તમારું કર્મચારી ભવિષ્ય નિધિ બેલેન્સ ઓનલાઈન કેવી રીતે ચેક કરશો
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સભ્ય પાસબુક પોર્ટલ દ્વારા તપાસી શકે છે.
  •  અધિકૃત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ​​સભ્ય, ઓનલાઈન પાસબુક પોર્ટલની મુલાકાત લો.
  • સાઇન ઇન કરવા માટે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે જે ટૂંકમાં UAN તરીકે ઓળખાય છે તે અને પાસવર્ડ દાખલ કરો.
  • તમે જે પીએફ એકાઉન્ટ જોવા માંગો છો તેને પસંદ કરો.
  • તમામ વ્યવહારો માટે વ્યૂ પીએફ પાસબુક પર ક્લિક કરો. અહીં તમને તમારા ખાતામાં રહેલ બેલેન્સ જોવા મળશે.

ઉમંગ એપ:

ઉમંગ એપ એ ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ નવા પેઢી માટેની અનેકાપયોગી મોબાઇલ એપ્લિકેશન છે. સામાન્ય લોકોની જરૂરિયાતોને લગતી ઘણી એપ્સ છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો.

  • પ્રથમ UMANG એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો.
  • ત્યાર બાદ UMANG એપ ખોલો અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સેગમેન્ટ ​​પર જાઓ.
  • UMANG એપમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સેગમેન્ટમાં સાઇન ઇન કરવા માટે તમારો UAN અને પાસવર્ડ દાખલ કરો.
  • પછી તમે તમારું પ્રોવિડન્ડ ફંડનું બેલેન્સ અને અન્ય વિગતો જોઈ શકશો.
  • તમારા પ્રોવિડન્ડ ફંડ બેલેન્સને તપાસવા માટે કેટલીક ઑફલાઇન પદ્ધતિ પણ છે.

SMS દ્વારા : જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે જેને ટૂંકમાં UAN પણ કહેવાય છે તે, રજિસ્ટર્ડ મોબાઇલ ફોન નંબર સાથે લિંક થયેલો હોય, તો તમે 7738299899 પર SMS મોકલી શકો છો. અહીં તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા મળતા પ્રત્યુતર જાણવા માટે તમારી જાણકારી મુજબની ભાષા પણ પસંદ કરી શકો છો. મેસેજ મોકલ્યાની થોડીક સેકન્ડોમાં તમને SMS દ્વારા તમારા વર્તમાન પ્રોવિડન્ડ ફંડના બેલેન્સની માહિતી મળી જશે.

મિસ્ડ કોલ દ્વારા : જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર, કે જેને ટૂંકમાં UAN પણ કહેવાય છે તે, કોઈ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે જોડાયેલ હોય, તો તમે 011-22901406 પર મિસ્ડ કોલ આપી શકો છો. જે પછી કોલ આપોઆપ ડિસ્કનેક્ટ થઈ જશે અને તમને SMS દ્વારા તમારા EPFની માહિતી મળશે.

Next Article