EPFO: જો તમારું ખાતું મર્જ થયેલી બેંકોમાં છે ? તો કરો પહેલા આ કામ નહિ તો PF ના નાણાં ઉપાડવામાં સમસ્યા આવશે,

|

Jun 26, 2021 | 9:54 AM

કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી તેમના IFSC કોડ 1 એપ્રિલ 2021 ના રોજ અમાન્ય થઈ ગયા છે. મુશ્કેલીઓ ટાળવા માટે તમારે બેન્ક એકાઉન્ટની ડીટેલ અપડેટ કરી લેવી જોઈએ

EPFO: જો તમારું ખાતું મર્જ થયેલી બેંકોમાં છે ? તો કરો પહેલા આ કામ નહિ તો PF ના નાણાં ઉપાડવામાં સમસ્યા આવશે,
EPFO

Follow us on

જો તમે તમારા પીએફ(PF)ના પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે પીએફ એકાઉન્ટમાં તમારી બેંક વિગતો અપડેટ કરવી પડશે નહીં તો તમે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. જો તમારું ખાતું તે બેંકોમાં હતું જે તાજેતરમાં મર્જ કરવામાં આવી છે તો પહેલા આ પ્રક્રિયા પુરી કરવી પડશે.

મર્જ કરેલી બેંકોના IFSC કોડ અમાન્ય બન્યા
કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી તેમના IFSC કોડ 1 એપ્રિલ 2021 ના રોજ અમાન્ય થઈ ગયા છે. આ કારણે ક્લેઇમ પાસ થઈ રહ્યા નથી. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ પીએફ એકાઉન્ટ ધારકોને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ની બેંક ખાતાની વિગતોને અપડેટ કરવા જણાવ્યું છે. સરકારે થોડા દિવસો પહેલા જ નોન રિફંડેબલ પીએફ એડવાન્સની જાહેરાત કરી છે જેથી કોરોના રોગચાળાથી પીડિત લોકો પૈસાની જરૂરિયાત પૂરી કરી શકે. આ માટેની અરજી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે. પરંતુ જો તમારા બેંક ખાતાની વિગતો પીએફ ખાતામાં અપડેટ કરવામાં નહીં આવે તો તમને ક્લેમ મેળવવામાં મુશ્કેલી પડશે.

આ બેંકોના IFSC કોડ અપડેટ કરો
આંધ્ર બેંક, સિન્ડિકેટ બેન્ક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અલ્હાબાદ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને કોર્પોરેશન બેન્ક અંગે ઇપીએફઓ દ્વારા જારી એલર્ટ અનુસાર IFSC કોડ અમાન્ય બન્યા છે. સભ્ય એમ્પ્લોયર મારફતે જ IFSC ઉમેરી શકશે . આ સમયગાળા સુધી કોઈ ઓનલાઇન ક્લેઇમ કરી શકાશે નહીં. તમારી બેંકમાંથી સાચો આઈએફએસસી મેળવો અને તેની વિગતો અપલોડ કરો અને એપ્રુવ કરી. આ સુનિશ્ચિત કરશે કે સભ્યોની ક્લેઇમની રકમ બેંકો દ્વારા પરત કરવામાં નહીં આવે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બેંક એકાઉન્ટ કેવી રીતે અપડેટ કરવું
જો તમારું ખાતું આ બેંકોમાં હતું જે મર્જ કરી દેવામાં આવી છે, તો તમારે તમારી સંબંધિત બેંકો પાસેથી નવા આઈએફએસસી કોડ્સ મેળવવા પડશે. આ પછી તમારે ઇપીએફઓના ઓફિશિયલ પોર્ટલ પર જવું પડશે.

આ રીતે PF એકાઉન્ટમાં બેંક વિગતો અપડેટ કરી શકાશે

>> સૌ પ્રથમ ઇપીએફઓના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ.
>> તમારા યુએન અને પાસવર્ડ દાખલ કરીને અહીં લોગ ઇન કરો.
>> હવે ‘મેનેજ કરો’ ટેબ પર ક્લિક કરો. એક ડ્રોપ ડાઉન મેનૂ તમારી સામે દેખાશે.
>> આ મેનુમાં KYC સિલેક્ટ કરો.
>> હવે બેંક પસંદ કરો અને બેંક એકાઉન્ટ નંબર, નામ અને નવો આઈએફએસસી કોડ દાખલ કરી સેવ કરો
>> તમારી કંપની આ માહિતીને મંજૂરી આપશે પછી તમારી અપડેટ કરેલી બેંક વિગતો માન્ય કરેલ કેવાયસી સેક્શનમાં દેખાશે.

Published On - 9:53 am, Sat, 26 June 21

Next Article