EPFO: પગાર મર્યાદામાં વધારો થવાની શક્યતા, નવા નિર્ણયથી થશે કરોડો કર્મચારીઓને ફાયદો

EPFO Salary Limit : 20 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓએ કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થામાં નોંધણી કરાવવી આવશ્યક છે.

EPFO: પગાર મર્યાદામાં વધારો થવાની શક્યતા, નવા નિર્ણયથી થશે કરોડો કર્મચારીઓને ફાયદો
EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 7:47 PM

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO) માટે પગાર મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. જો આમ થશે તો તેની અસર 75 લાખ નોકરીયાત લોકોને થશે. નિષ્ણાતોના મતે, EPFOના મોટાભાગના સભ્યો એ વાતની તરફેણમાં છે કે પગાર મર્યાદામાં છેલ્લું સંશોધન 2014માં કરવામાં આવ્યું હતું. આ ફેરફાર બાદ વધુ લોકોને આ સર્કલ હેઠળ લાવી શકાશે. આ દાયરા હેઠળ આવ્યા બાદ તેમને EPFOની વિવિધ યોજનાઓનો લાભ પણ મળશે.

છેલ્લો ફેરફાર આઠ વર્ષ પહેલાં થયો હતો

તમને જણાવી દઈએ કે EPF સ્કીમ 15 હજાર રૂપિયાથી ઓછો પગાર ધરાવતા નોકરીયાત લોકો માટે જરૂરી છે. આમાં, સરકાર તમારા મૂળ પગારનો 1.6 ભાગ યોગદાન તરીકે આપે છે. પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા કરવાથી 75 લાખ કર્મચારીઓને લાભ મળી શકે છે. છેલ્લે 2014માં પગાર મર્યાદા 6,500 વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી.

શું થશે અસર ?

નિષ્ણાતો કહે છે કે EPF માટે પગારની મર્યાદા વધારવાથી, EPFમાં યોગદાન વધી શકે છે, પરંતુ તેનાથી દર મહીને હાથમાં આવતા પગારમાં ઘટાડો થશે. પરંતુ અંતે તેનાથી કર્મચારીઓને જ ફાયદો થશે. હાલમાં, ઓછા મળનારા પગારનો ફાયદો કર્મચારીઓને ભવિષ્યમાં મળશે. આ તેમની બચતમાં વધારો કરશે અને વધુ યોગદાન EPSમાં જશે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

સરકાર દ્વારા મંજુરી જરૂરી

EPFOએ આ સંબંધમાં લગભગ ચાર વર્ષ પહેલા નાણા મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો હતો. આ ઉચ્ચ સમિતિએ કહ્યું કે તેના ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં રાખીને સરકાર તેને પછીથી પણ લાગુ કરી શકે છે. EPFO બોર્ડના નિર્ણય પર સરકારની મંજૂરી જરૂરી છે. સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ આને આગળ વધારી શકાશે. આ નિર્ણયથી સરકાર પર બોજ પડશે. સરકાર EPFOની એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ પર દર વર્ષે 6,750 કરોડ રૂપિયા ખર્ચે છે. આ યોજના હેઠળ, સરકાર EPFO ​​સભ્યોના કુલ પગારમાં 1.16 ટકા યોગદાન આપે છે. પગાર મર્યાદા વધાર્યા બાદ તેના માટે અલગથી જોગવાઈ કરવાની રહેશે.

વર્તમાન નિયમો અનુસાર, 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની માટે EPFOમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. ઉપરાંત, 15000 રૂપિયાથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓ માટે EPF સ્કીમ ફરજિયાત છે. પગાર મર્યાદા 21,000 રૂપિયા સુધી વધારવા સાથે, વધુને વધુ કર્મચારીઓ નિવૃત્તિ યોજનાના દાયરામાં આવશે. આ સાથે, પગાર મર્યાદા એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC)ની બરાબર થઈ જશે.

આ પણ વાંચો :  અદાણી ગ્રુપની આ કંપની SBIને પાછળ ધકેલી 7મી સૌથી મૂલ્યવાન કંપની બની,કરો એક નજર શેરની છેલ્લી સ્થિતિ ઉપર

g clip-path="url(#clip0_868_265)">