AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : હવે PF એકાઉન્ટમાંથી ભરી શકાશે LIC Policy, જાણો આ સુવિધાનો ઉપયોગ કેટલો લાભદાયક અને કેટલો નુકસાનકારક?

જ્યાં સુધી તે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી EPF ખાતા તરફ જોવું જોઈએ નહિ . નિવૃત્તિની ઉંમર પછી નવી નોકરી મેળવવી મુશ્કેલ બની જાય છે. લોકોની પૈસા કમાવવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે પરંતુ તેની સાથે કેટલાક નિયમિત ખર્ચાઓ શરૂ થઈ જાય છે.

EPFO : હવે PF એકાઉન્ટમાંથી ભરી શકાશે LIC Policy, જાણો આ સુવિધાનો ઉપયોગ કેટલો લાભદાયક અને કેટલો નુકસાનકારક?
LIC Policy
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 1:44 PM
Share

કોરોના(Corona)મહામારીના કારણે લગભગ બે વર્ષથી દરેક ક્ષેત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. એક તરફ લોકોની રોજગારી મોટા પાયે છીનવાઈ ગઈ છે તો બીજી તરફ આકસ્મિક ખર્ચાઓનું જોખમ વધી ગયું છે. જેના કારણે લોકોના ભાવિ આયોજન(Future Planning) પર ખરાબ અસર પડી છે.આ સંજોગોમાં EPFOનો નવો નિયમ લોકોને રાહત આપી શકે છે. EPFO એ PF ખાતાધારકોને તેમના EPF ખાતામાંથી LIC પ્રીમિયમ ચૂકવવાની સુવિધા આપી છે.

આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે EPFO દ્વારા આપવામાં આવતી આ સુવિધાનો દરેક વ્યક્તિ લાભ લઈ શકતા નથી. આ માટે EPFOએ કેટલીક શરતો નક્કી કરી છે. આ સુવિધા મેળવવા માટે PF ખાતાધારકે EPFO ​​પાસે Form 14 સબમિટ કરવું પડશે. આ પછી EPF એકાઉન્ટ અને LIC પોલિસી એકસાથે લિંક થઈ જાય છે. આ રીતે ખાતાધારકો કટોકટીની સ્થિતિમાં તેમના EPF ખાતામાંથી LIC પ્રીમિયમ ચૂકવી શકે છે.

EPF ખાતામાં કેટલા પૈસાની જરૂર છે આ વિકલ્પ માટે એક આવશ્યક શરત એ છે કે જ્યારે તમે Form 14 ભરો છો ત્યારે તમારી પાસે તમારા EPF ખાતામાં ઓછામાં ઓછા બે પ્રીમિયમ હોવા જોઈએ. તેનો લાભ નવી LIC પોલિસી માટે અને જૂની પોલિસીના બાકી પ્રીમિયમની ચૂકવણીમાં પણ વાપરી શકાય છે. EPFOએ આ સુવિધા ખાતાધારકોને માત્ર LICની પોલિસી (LIC Policy) માટે આપી છે. આ સુવિધા અન્ય કંપનીઓ માટે ઉપલબ્ધ નથી. ખાતાધારકો EPF ખાતામાંથી અન્ય કોઈપણ પોલિસીનું પ્રીમિયમ ચૂકવી શકતા નથી.

નિષ્ણાતો શું કહે છે આ અંગે ક્ષેત્રના એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે જે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ સુવિધા મોટી રાહત છે. જો કે, તમારી પાસે આ વિકલ્પ પસંદ કરવાની પરિસ્થિતિ ન હોય તો તે વધુ સારું છે. તેમણે કહ્યું કે નિવૃત્તિ પછીની સામાજિક સુરક્ષા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આવા કર્મચારીઓ માટે EPFO અને LICની ભૂમિકા ભવિષ્યના આયોજનમાં અભિન્ન છે. EPFO અને LIC બંને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને આકસ્મિક પરિસ્થિતિઓ સામે સુરક્ષા કવચ પ્રદાન કરે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લો આવી સ્થિતિમાં જ્યાં સુધી તે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી EPF ખાતા તરફ જોવું જોઈએ નહિ . નિવૃત્તિની ઉંમર પછી નવી નોકરી મેળવવી મુશ્કેલ બની જાય છે. લોકોની પૈસા કમાવવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે પરંતુ તેની સાથે કેટલાક નિયમિત ખર્ચાઓ શરૂ થઈ જાય છે. એક ઉંમર પછી દવાઓનો ખર્ચ નિયમિત બની જાય છે. આ પરિસ્થિતિઓમાં EPF નાણા કામમાં આવે છે.

આ પણ વાંચો :  ATM Cash Withdrawal: હવે ATMમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા, જાણો શું હશે નવા ચાર્જ

આ પણ વાંચો : Stock Update : ઓમિક્રોનનો ભય કારોબાર ઉપર હાવી થયો, સેન્સેક્સના 30 માંથી 24 શેર તૂટયાં

Follow Us
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
g clip-path="url(#clip0_868_265)">