ATM Cash Withdrawal: હવે ATMમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા, જાણો શું હશે નવા ચાર્જ

વર્ષ 2022થી ATMમાંથી રોકડ ઉપાડવી વધુ મોંઘી થવા જઈ રહી છે. આવતા મહિનાથી એટીએમ યુઝર્સે જો ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન મર્યાદા ઓળંગી જાય તો વધુ ચાર્જ ચૂકવવો પડશે.

ATM Cash Withdrawal: હવે ATMમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા, જાણો શું હશે નવા ચાર્જ
ATM (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:56 AM

વર્ષ 2022થી ATMમાંથી રોકડ ઉપાડવી વધુ મોંઘી થવા જઈ રહી છે. આવતા મહિનાથી એટીએમ યુઝર્સે જો ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન મર્યાદા ઓળંગી જાય તો વધુ ચાર્જ ચૂકવવો પડશે.

એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક (RBI)ની માર્ગદર્શિકા મુજબ, એક્સિસ બેન્ક અથવા અન્ય બેન્કોના ATM પર મફત મર્યાદા કરતાં વધુ નાણાકીય વ્યવહારો માટેની ફી રૂપિયા 21 વત્તા GST હશે. આ સુધારેલા દરો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

અત્યાર સુધી ગ્રાહકોને ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા પાર કરવા માટે 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે. તે જ સમયે, આવતા મહિનાથી, 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન વત્તા GST ચૂકવવો પડશે. RBI એ એક પરિપત્ર હેઠળ ખર્ચમાં સામાન્ય વધારો કર્યો છે જેથી બેંકોને વધારે ઇન્ટરચેન્જ ફીની ભરપાઈ કરી શકાય. તેથી, બેંકોને ચાર્જને પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયા સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

5 વ્યવહારો મફતમાં કરી શકાય છે

ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શનને તમારી બેંકોના એટીએમમાંથી પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. આમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારોનો સમાવેશ થશે. ગ્રાહકોને મેટ્રો શહેરોમાં અન્ય બેંકોના એટીએમમાંથી 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો સેન્ટર પર 5 ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપવામાં આવી છે.

આ સિવાય આરબીઆઈએ પ્રતિ ટ્રાન્ઝેક્શન ઈન્ટરચેન્જ ફી વધારવાની પણ મંજૂરી આપી છે. નાણાકીય વ્યવહારો માટેની ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવી છે. બિન-નાણાકીય વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવામાં આવી છે. તે 1લી ઓગસ્ટ 2021થી લાગુ થશે.

SBIના ખાતેદારો માટે અગત્યના સમાચાર

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ રોકડ વ્યવહારને લઈને મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા છે. આ તે લોકો માટે છે જેઓ એટીએમમાંથી 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડી રહ્યા છે. આ નિયમ હેઠળ, જો તમે 10 હજારથી વધુ રકમ ઉપાડી રહ્યા છો, તો તેના માટે OTP લેવો પડશે. OTP ટ્રાન્ઝેક્શન સુરક્ષિત બનાવશે અને છેતરપિંડી માટે નહિવત અવકાશ બનાવશે.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">