AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ABRY : આ યોજના હેઠળ EPFO આપી રહ્યું છે વિશેષ લાભ, જાણો યોજના વિશે વિગતવાર

ABRY યોજના હેઠળ સરકાર 2 વર્ષ માટે ભવિષ્ય નિધિ (PF) માં કર્મચારી અને એમ્પ્લોયરના હિસ્સાનું આયોજન કરશે.

ABRY : આ યોજના હેઠળ EPFO આપી રહ્યું છે વિશેષ લાભ, જાણો યોજના વિશે વિગતવાર
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:00 AM
Share

જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) યુવાનોને આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) હેઠળ સરળતાથી નોકરી મેળવવાની તક આપી રહ્યું છે.EPFOએ જણાવ્યું છે કે રોજગાર શોધી રહેલા યુવાનો હવે Aatmanirbhar Bharat Rojgar Yojana  હેઠળ 31 માર્ચ, 2022 સુધી નોંધણી કરાવી શકે છે. સરકાર આ નોંધણી દ્વારા કંપનીમાં નોકરી કરવા માટે કર્મચારીઓના PFની ચૂકવણી કરશે. એટલું જ નહીં કંપની વતી PFમાં જતી રકમ પણ સરકાર ચૂકવશે.

યોગદાન 2 વર્ષ માટે 24% રહેશે

ABRY યોજના હેઠળ સરકાર 2 વર્ષ માટે ભવિષ્ય નિધિ (PF) માં કર્મચારી અને એમ્પ્લોયરના હિસ્સાનું આયોજન કરશે. તેનાથી કંપનીઓને વધુ સંખ્યામાં રોજગાર આપવા માટે પણ પ્રોત્સાહિત થશે. આ યોજનાનો લાભ નોકરી મળ્યાના 24 મહિના સુધી મેળવી શકાય છે. સરકાર પગારના 24 ટકા યોગદાન આપશે. કર્મચારી વતી 12 ટકા અને એમ્પ્લોયર વતી 12 ટકા.

આ યોજનાની મુખ્ય શરત છે

સરકારે જણાવ્યું છે કે ABRY યોજનાનો લાભ ફક્ત તે જ કર્મચારીઓને આપવામાં આવશે જેમનો પગાર રૂ. 15000 થી ઓછો હશે. કર્મચારીનો પગાર માસિક 15 હજારની મર્યાદાને વટાવતા જ તેના પીએફ ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવતો ફાળો બંધ થઈ જશે. આ ઉપરાંત જે કંપનીમાં 1,000થી વધુ કર્મચારીઓ છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.

72 લાખ કર્મચારીઓને ફાયદો મળશે

સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે અંદાજ છે કે લગભગ 71.8 લાખ નવા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. જે કર્મચારીઓ 31 માર્ચ, 2022 સુધીમાં EPFO સાથે નોંધણી કરાવશે, તેમને આગામી બે વર્ષ માટે સરકાર તરફથી PF યોગદાનનો લાભ આપવામાં આવશે. આ સ્કીમ એ કંપનીઓ માટે લાગુ થશે જેમણે ઑક્ટોબર 2020 પહેલાં EPFO સાથે નોંધણી કરાવી છે.

આ પણ વાંચો : SEBI એ Anil Ambani ઉપર શેરબજારમાં લગાવ્યો પ્રતિબંધ, અંબાણીની કંપની Reliance Home Finance સામે પણ કાર્યવાહી કરાઈ

આ પણ વાંચો : કામની વાત: ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો બીજી કંપનીની ફ્લાઇટમાં કરી શકશો મુસાફરી, Air India અને Air Asia વચ્ચે થયો મોટો કરાર

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">