EPFOએ Higher Pension માટે Employers દ્વારા વિગતો અપલોડ કરવાની સમયમર્યાદા લંબાવી, હવે 31 ડિસેમ્બર સુધી કામગીરી નિપટાવી શકાશે

|

Sep 30, 2023 | 9:43 AM

EPFO Extends Deadline : નિવૃત્તિ ભંડોળ સંસ્થા EPFO એ નોકરીદાતાઓને વધુ વેતન પર પેન્શન સંબંધિત વેતન વિગતો(EPFO Extends Deadline To Upload Details) અપલોડ કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધી વધુ ત્રણ મહિનાનો સમય( new date for employers to upload wage details) આપ્યો છે.

EPFOએ Higher Pension માટે Employers દ્વારા વિગતો અપલોડ કરવાની સમયમર્યાદા લંબાવી, હવે 31 ડિસેમ્બર સુધી કામગીરી નિપટાવી શકાશે

Follow us on

EPFO Extends Deadline : નિવૃત્તિ ભંડોળ સંસ્થા EPFO એ નોકરીદાતાઓને વધુ વેતન પર પેન્શન સંબંધિત વેતન વિગતો(EPFO Extends Deadline To Upload Details) અપલોડ કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધી વધુ ત્રણ મહિનાનો સમય( new date for employers to upload wage details) આપ્યો છે.

31 ડિસેમ્બર સુધી સમયમર્યાદા લંબાવાઈ

શ્રમ મંત્રાલયના એક રીલીઝ મુજબ એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશનની રજૂઆતોને પગલે વેતનની વિગતો અપલોડ કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બરના રોજ લંબાવવામાં આવી હતી. આ તારીખ વધુ લંબાવી 31 ડિસેમ્બર 2023 સુધી સમય આપવામાં આવ્યો છે.

“હવે, ફરીથી એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશન તરફથી ઘણી રજૂઆતો પ્રાપ્ત થઈ છે જેમાં અરજદાર પેન્શનરો / સભ્યોની વેતન વિગતો અપલોડ કરવા માટે વધુ સમયગાળો વધારવા વિનંતી કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બર, 2023 સુધીમાં સંયુક્ત વિકલ્પોની માન્યતા માટેની 5.52 લાખ અરજીઓ હજુ પણ નોકરીદાતાઓ પાસે પેન્ડિંગ છે તેમ ” શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી

વિનંતીને સહાનુભૂતિપૂર્વક ધ્યાનમાં લેવામાં આવી છે અને ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે એમ્પ્લોયરો માટે વેતન વિગતો વગેરે સબમિટ કરવા માટે 31 ડિસેમ્બર, 2023 સુધીનો સમય લંબાવ્યો છે.

એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને જેમાં અરજદાર પેન્શનરો/સભ્યોના વેતનની વિગતો અપલોડ કરવા માટે સમયગાળો વધારવાની વિનંતી કરવામાં આવી હતી, એમ્પ્લોયરોને પણ ત્રણ મહિનાનો વધુ સમયગાળો આપવામાં આવ્યો હતો.

ઉચ્ચ વેતન પર પેન્શન માટે સુવિધા વધારવામાં આવી

અગાઉ EPFO દ્વારા ઉચ્ચ વેતન પર પેન્શન માટે વિકલ્પ અને સંયુક્ત વિકલ્પોની માન્યતા માટેની અરજીઓ સબમિટ કરવા માટે ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સુવિધા 4 નવેમ્બર, 2022ના માનનીય સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં પાત્ર પેન્શનરો અને સભ્યો માટે હતી. આ સુવિધા 26 ફેબ્રુઆરી, 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તે માત્ર 3 મે, 2023 સુધી જ ઉપલબ્ધ રહેવાની હતી.

જો કે, શ્રમ અને રોજગાર મંત્રાલયે શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કર્મચારીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને, સમય મર્યાદા 26.06.2023 સુધી લંબાવવામાં આવી હતી જેથી કરીને પાત્ર પેન્શનરો અને સભ્યોને અરજી કરવા માટે ચાર મહિનાનો સંપૂર્ણ સમય આપવામાં આવ્યો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article