EPFOએ PF સભ્યો માટે નિયમો હળવા કર્યા, PF ખાતામાં આ રીતે બનાવો નોમિની

|

May 15, 2022 | 11:53 PM

EPFO: EPFOએ એવી સુવિધા પણ આપી છે કે PF ખાતાધારકો ગમે તેટલી વાર નોમિનીનું નામ બદલી શકે છે. EPFOએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, સબસ્ક્રાઈબરોએ તેમના પરિવારને સામાજિક સુરક્ષા આપવા માટે ઈ-નોમિનેશન ભરવું જોઈએ. આ પ્રક્રિયા સરળ છે અને EPFOએ તેની યુટ્યુબ લિંક પણ શેયર કરી છે.

EPFOએ PF સભ્યો માટે નિયમો હળવા કર્યા, PF ખાતામાં આ રીતે બનાવો નોમિની
EPFO News (Symbolic Image)

Follow us on

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન અથવા ઈપીએફઓએ (EPFO) તેના ઈપીએફ મેમ્બર માટે એક નિયમ સરળ બનાવ્યો છે. આ નિયમ નોમિનીના નામમાં ફેરફાર અથવા સુધારા સાથે સંબંધિત છે. નોમિનીનું નામ ઉમેરવું, તેમાં કોઈ બદલાવ કરવો અથવા સુધારો કરવો એ પીએફ ખાતા માટે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. પીએફ સભ્યો આ અંગે વધુ ચિંતિત રહેતા હોય છે. આ ચિંતાને દૂર કરવા માટે EPFOએ એક સરળ નિયમ વિશે જણાવ્યું છે.

EPFOએ એવી સુવિધા પણ આપી છે કે PF ખાતાધારકો ગમે તેટલી વાર નોમિનીનું નામ બદલી શકે છે. EPFOએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે સબસ્ક્રાઈબરોએ તેમના પરિવારને સામાજિક સુરક્ષા આપવા માટે ઈ-નોમિનેશન ભરવું જોઈએ. આ પ્રક્રિયા સરળ છે અને EPFOએ તેની યુટ્યુબ લિંક પણ શેયર કરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઑનલાઇન નોમિનીનું નામ ઉમેરવાની રીત

ઓનલાઈન નોમિનેશન ભરવા માટે સબસ્ક્રાઈબર્સને ઈપીએફઓ વેબસાઈટ epfindia.gov.in પર જવું પડશે. આ પછી, સર્વિસ વિકલ્પ પર જાઓ અને ડ્રોપડાઉનમાં ફોર એમ્પ્લોઈઝ પસંદ કરો. તે પછી મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ (OCS/OTCP) પર ક્લિક કરો.

તમારા UAN અને પાસવર્ડથી તેમાં લોગિન કરો. તમારું ફેમિલી ડિક્લેયરેશનને અપડેટ કરવા માટે યસ પર ક્લિક કરો. આ પછી, Add Family Details પર ક્લિક કરો. નોમિનેશન વિગતો પર ક્લિક કરો અને શેયર કરવાની કુલ રકમ દાખલ કરો.

પછી સેવ EPF નોમિનેશન પર ક્લિક કરો. OTP જનરેટ કરવા માટે E-Sign પર ક્લિક કરો. OTP સબસ્ક્રાઈબરના આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. OTP સબમિટ કરો અને તમારું ઈ-નોમિનેશન રજીસ્ટર થઈ જશે.

આમાં એક કરતાં વધુ નોમિની ઉમેરી શકાય છે અને આ માટે કોઈ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નથી

કોવિડ મહામારી અને લોકડાઉન દરમિયાન સરકારી અને ખાનગી કચેરીઓના કામકાજને સંપૂર્ણપણે ઓનલાઈન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આમાં EPFOનો સમાવેશ થાય છે, જેણે પોતાનું મોટાભાગનું કામ ઓનલાઈન અથવા ડિજિટલ કર્યું છે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે પીએફ સભ્યોને ચિંતા ન કરવી પડે અને કોઈ નાના-મોટા કામ માટે પીએફ ઓફિસમાં દોડવું ન પડે. આમાં EPF ઈ-નોમિનેશનનો સમાવેશ થાય છે જે હવે ડિજિટલ રીતે કરી શકાય છે. કોઈ કાગળની જરૂર પડશે નહીં. EPFOએ તેના એક ટ્વિટમાં કહ્યું છે કે જો PF સભ્યો ઈચ્છે તો તેઓ જૂના નોમિનીનું નામ બદલવા માટે ઓનલાઈન પદ્ધતિ અપનાવી શકે છે. નામમાં સુધારો કરી શકે છે.

Next Article