AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Update: હવે નહીં ‘પેન્શનનું ટેન્શન’, EPFOએ શરૂ કરી આ નવી પહેલ

પેન્શનરો (Pensioners)એ દર વર્ષે જીવન પ્રમાણ પત્ર (Life Certificate) જમા કરાવવું પડે છે. આમ કરવામાં નિષ્ફળતા જતા તમારૂ પેન્શન અટકી શકે છે. EPFO મુજબ EPS 95ના પેન્શનરો કોઈપણ સમયમર્યાદા વિના વર્ષમાં ગમે ત્યારે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.

EPFO Update: હવે નહીં 'પેન્શનનું ટેન્શન', EPFOએ શરૂ કરી આ નવી પહેલ
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 11:17 PM
Share

EPFO લેટેસ્ટ અપડેટઃ ઈપીએફઓ (EPFO)​​એ પેન્શનરોને પડતી સમસ્યાઓને ઓછી કરવા માટે એક નવી પહેલ કરી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત લેવામાં આવી રહેલી પહેલ અંતર્ગત EPFO ​​દ્વારા નિવૃત્ત કર્મચારીઓને કેટલીક નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. EPFOએ માત્ર જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની સમયમર્યાદા હટાવી નથી, પરંતુ હવે કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ ‘પેન્શન પેમેન્ટ ઓર્ડર’ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

EPFOની પ્રાદેશિક કચેરીઓ વેબિનાર કરી રહી છે

EPFOએ તાજેતરના ટ્વીટમાં કહ્યું છે, EPFO ​​દ્વારા ‘સીમલેસ સર્વિસ’: સબસ્ક્રાઈબર્સ નિવૃત્તિના દિવસે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) મેળવી શકશે. તમામ પ્રાદેશિક કચેરીઓ ‘નિવૃત્તિના દિવસે PPO ઈશ્યૂ કરવા માટે પ્રાર્થના’ શીર્ષકથી માસિક વેબિનારનું આયોજન કરી રહી છે. ત્રણ મહિનાની અંદર નિવૃત્ત થનારા કર્મચારીઓને એમ્પ્લોયર સાથે વેબિનારમાં માર્ગદર્શન અને તાલીમ માટે આમંત્રિત કરવામાં આવે છે. આ પહેલથી દર વર્ષે નિવૃત્ત થતા લગભગ 3 લાખ કર્મચારીઓને ફાયદો થશે.

જીવન પ્રમાણપત્ર ગમે ત્યારે સબમિટ કરો

અગાઉ EPFOએ કહ્યું હતું કે હવે પેન્શનરો આખા વર્ષ દરમિયાન કોઈપણ સમયે જીવન પ્રમાણપત્ર એટલે કે જીવન પત્ર સબમિટ કરી શકે છે, જે આગામી એક વર્ષ માટે માન્ય રહેશે. પેન્શનરોએ દર વર્ષે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. આમ કરવામાં નિષ્ફળતા તમને પેન્શન રાખવામાં મુશ્કેલી ઉભી કરે છે. EPFO મુજબ EPS 95ના પેન્શનરો કોઈપણ સમયમર્યાદા વિના વર્ષમાં ગમે ત્યારે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. આ પ્રમાણપત્ર સબમિટ કર્યાની તારીખથી આગામી એક વર્ષ માટે માન્ય રહેશે. એટલે કે, જો કોઈ પેન્શનર 15 એપ્રિલ 2022ના રોજ તેનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરે છે તો પછીની વખતે તેણે 15 એપ્રિલ 2023 પહેલા ગમે ત્યારે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે.

ખાનગી ક્ષેત્રના આ કર્મચારીઓને રાહત

EPS 95ની આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે. EPFOએ ડિસેમ્બર 2019માં આવા કર્મચારીઓ માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. આ સાથે EPFO​​એ દર વર્ષે નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની જવાબદારીને દૂર કરી અને લાભાર્થીઓને આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે સબમિટ કરવાની રાહત આપી. EPFOની આ નવી પહેલથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને મોટી રાહત.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">