Twitterના બોર્ડમાં જોડાશે Elon Musk, 9% હિસ્સા સાથે સૌથી મોટા શેરધારક બનશે,જાણો શું રહી CEO પરાગ અગ્રવાલની પ્રતિક્રિયા

મસ્કે સોમવારે SEC ફાઇલિંગ દ્વારા ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. જો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અથવા વાણીની સ્વતંત્રતાના મુદ્દે તેણે ઘણીવાર ટ્વિટરને ઘેરી લીધું છે. પરંતુ હવે તે આ જ ટ્વિટર બોર્ડનો સભ્ય બનવા જઈ રહ્યો છે.

Twitterના બોર્ડમાં જોડાશે Elon Musk, 9% હિસ્સા સાથે સૌથી મોટા શેરધારક બનશે,જાણો શું રહી CEO પરાગ અગ્રવાલની પ્રતિક્રિયા
Elon musk
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:03 AM

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk)સોશિયલ મીડિયા કંપની ટ્વિટર (Twitter)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થઇ રહ્યા છે. એક દિવસ પહેલા આ માહિતી સામે આવી હતી કે ટેસ્લા(Tesla)ના CEOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં 9% હિસ્સો લીધો છે. Twitter Inc. એ જણાવ્યું હતું કે તે મસ્ક સાથે એક કરાર પર પહોંચ્યો છે જે તેને તેના બોર્ડના સભ્ય બનાવશે. એસોસિએટેડ પ્રેસે આ અહેવાલ આપ્યો છે. બીજી બાજુ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ફાઇલિંગમાં જણાવાયું છે કે ટ્વિટર તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એલોન મસ્કની નિમણૂક કરી રહ્યું છે. મસ્ક 2024 સુધી ક્લાસ 2 ડિરેક્ટર તરીકે સેવા આપશે.

ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે પણ ઈલોન મસ્ક વિશે એક મહત્વપૂર્ણ વાત કહી હતી. પરાગ અગ્રવાલે બે ટ્વીટ કર્યા જેમાં તેમણે કહ્યું કે અમને જણાવતા આનંદ થાય છે કે અમે અમારા બોર્ડમાં એલન મસ્કની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ. તાજેતરના દિવસોમાં મસ્ક સાથે આ વિશે વાત કરવામાં આવી છે. તેની સાથેની વાતચીતથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે તેના બોર્ડમાં ઘણા મૂલ્યોને એકસાથે લાવશે.

અગાઉ એલોન મસ્કએ એક ટ્વીટમાં કહ્યું હતું કે તે પરાગ અને ટ્વિટર બોર્ડ સાથે કામ કરવા અંગે આશાથી ભરપૂર છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે તે આવનારા મહિનાઓમાં ટ્વિટરમાં કેટલાક મોટા સુધારાઓને લઈને ખૂબ જ આશાવાદી છે. આના પર પરાગ અગ્રવાલે કહ્યું કે મસ્ક કામ અને સેવાના જોરદાર ટીકાકાર છે અને ટ્વિટરને લાંબા ગાળા માટે મજબૂત બનાવવા માટે અમને બોર્ડરૂમમાં આવા વ્યક્તિની જરૂર છે.

ટ્વિટરે શું કહ્યું

મસ્કે સોમવારે SEC ફાઇલિંગ દ્વારા ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. જો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અથવા વાણીની સ્વતંત્રતાના મુદ્દે તેણે ઘણીવાર ટ્વિટરને ઘેરી લીધું છે. પરંતુ હવે તે આ જ ટ્વિટર બોર્ડનો સભ્ય બનવા જઈ રહ્યો છે. શેરની ખરીદી મસ્કને ટ્વિટરનો સૌથી મોટો વ્યક્તિગત શેરહોલ્ડર બનાવે છે. જે દિવસે મસ્કે ટ્વિટર પર ખરીદી કરી ત્યારે તેણે ફોલોઅર્સને  એડિટ બટન બનાવવા વિશે કહ્યું.

મસ્કનું નિવેદન

હકીકતમાં, ટેસ્લા ઇન્કના સીઇઓ એલોન મસ્કએ ટ્વિટર પોળ શરૂ કર્યું છે જેમાં વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું છે કે શું તેઓને એડિટ બટન ઈચ્છે છે. “શું તમને એડિટ બટન જોઈએ છે?” મસ્ક દ્વારા ટ્વીટ કર્યું, જેમણે માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં 9.2 ટકા હિસ્સો જાહેર કર્યો છે. પોળના ઘણા પ્રતિભાવોમાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સૌથી અગ્રણી હતા. તેમણે ટ્વીટ કર્યું, “આ પોલના પરિણામો મહત્વપૂર્ણ રહેશે. કૃપા કરીને કાળજીપૂર્વક મતદાન કરો.”

 

આ પણ વાંચો : Chaitra Navratri 2022: નવરાત્રી દરમિયાન રેલ મુસાફરોને વ્રત માટેનુ જમવાનું 25% ડિસ્કાઉન્ટ પર મળશે

આ પણ વાંચો :  હવે આ ખાનગી બેંકમાં પણ ખોલાવી શકાશે પેન્શન ખાતું, સરકારે પેન્શન ફાળવવાની આપી મંજૂરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255