AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલોન મસ્કે ભારતીય મૂળના આ વ્યક્તિને સૌથી પહેલા સોશિયલ મીડિયા દ્વારા રાખ્યા હતા નોકરી પર, જાણો હાલમાં તે વ્યક્તિ શું કરે છે

એલોન મસ્કે કહ્યું કે ભારતીય મૂળના અશોક એલુસ્વામી એવા પ્રથમ કર્મચારી હતા, જેમને ઈલેક્ટ્રિક વાહન કંપનીની ઓટોપાયલટ ટીમ માટે નોકરી પર રાખવામાં આવ્યા હતા.

એલોન મસ્કે ભારતીય મૂળના આ વ્યક્તિને સૌથી પહેલા સોશિયલ મીડિયા દ્વારા રાખ્યા હતા નોકરી પર, જાણો હાલમાં તે વ્યક્તિ શું કરે છે
Tesla founder and CEO Elon Musk (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:56 PM
Share

ટેસ્લાના (Tesla) સ્થાપક અને સીઈઓ એલોન મસ્ક (Elon Musk) લોકોને નોકરી પર રાખવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે હવે કહ્યું છે કે ભારતીય મૂળના અશોક એલુસ્વામી (Ashok Elluswamy) એવા પ્રથમ કર્મચારી હતા, જેમને સોશીયલ મીડિયા (Social Media) દ્વારા  ઈલેક્ટ્રિક વાહન કંપનીની ઓટોપાયલટ ટીમ માટે નોકરી પર રાખવામાં આવ્યા હતા.

મસ્કે પોતાના ઈન્ટરવ્યુના વીડિયોના જવાબમાં ટ્વીટમાં કહ્યું કે અશોક મારા ટ્વીટ દ્વારા નોકરી પર રાખવામાં આવેલા પહેલાં વ્યક્તિ હતા. તેમણે કહ્યું કે ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્લા એક ઓટોપાયલટ ટીમ શરૂ કરી રહી છે. મસ્કે કહ્યું કે અશોક હાલમાં ઓટોપાયલટ એન્જિનિયરિંગના પ્રમુખ છે.

ટેસ્લા ઓટોપાયલટ AI ટીમ ખૂબ જ પ્રતિભાશાળી: મસ્ક

તેણે વધુમાં કહ્યું કે એન્ડ્રેજ એઆઈના ડિરેક્ટર છે. મસ્કના કહેવા પ્રમાણે લોકો ઘણીવાર તેમને અને એન્ડ્રેજને ખૂબ જ શ્રેય આપે છે. તેમણે કહ્યું કે ટેસ્લા ઓટોપાયલટ AI ટીમ ઘણી પ્રતિભાશાળી છે. તેઓ વિશ્વના સૌથી સ્માર્ટ લોકોમાંના એક છે.

ટેસ્લામાં જોડાતાં પહેલાં એલુસ્વામી (Elluswamy) વૉક્સવેગન ઈલેક્ટ્રોનિક રિસર્ચ લેબ અને WABCO વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ સાથે સંકળાયેલા હતા. તેમણે ચેન્નાઈની કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગિન્ડી (Guindy)માંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે કાર્નેગી મેલોન (Carnegie Mellon) યુનિવર્સિટીમાંથી રોબોટિક્સ સિસ્ટમ્સ ડેવલપમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

મસ્કે એક ટ્વીટમાં કહ્યું કે તે કોઈ પણ પૈસા વગર અમેરિકા આવ્યા હતા અને ગ્રેજ્યુએશન સમયે તેના પર એક લાખ ડોલરથી વધુનું દેવું હતું. તેમણે કહ્યું કે આ શિષ્યવૃત્તિ અને શાળા સમય દરમિયાન બે નોકરીમાં કામ કરવા છતા  તેઓ એક પોસ્ટ પર રીપ્લાઈ કરી રહ્યા હતા, જે તેમના અમેરિકા જવા પર હતી. જ્યારે તેમની ઉંમર 17 વર્ષની હતી.

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે એલોન મસ્ક

એલોન મસ્ક હાલમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 270 બિલિયન ડોલર છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 114 અબજ ડોલરનો વધારો થયો છે. વર્ષ 2021 મસ્ક માટે શાનદાર રહ્યું છે. તેમણે ઘણી સફળતાઓ હાંસલ કરી. વાર્ષિક ધોરણે સંપત્તિ વધારવાના મામલે પણ તેઓ વિશ્વમાં નંબર વન છે.

આ પણ વાંચો :  વેપારીઓએ સરકારને ઈ-કોમર્સ નિયમો હળવા ન કરવાની કરી માંગ, CAITએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લખ્યો પત્ર

Follow Us
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
g clip-path="url(#clip0_868_265)">