દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ELON MUSKને રોકડ કરતાં બિટકોઇન વધારે પસંદ છે, જાણો કેમ?

|

Feb 20, 2021 | 8:13 AM

ટેસ્લા(TESLA) અને સ્પેસએક્સ(SPACEX)ના ચીફ એલોન મસ્ક(ELON MUSK) ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ વખતે તેણે સંપત્તિની દ્રષ્ટિએ એમેઝોન(AMAZON)ના જેફ બેઝોસ(JEFF BEZOS)ને પાછળ છોડ્યા છે.

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ELON MUSKને રોકડ કરતાં બિટકોઇન વધારે પસંદ છે, જાણો કેમ?

Follow us on

ટેસ્લા(TESLA) અને સ્પેસએક્સ(SPACEX)ના ચીફ એલોન મસ્ક(ELON MUSK) ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ વખતે તેણે સંપત્તિની દ્રષ્ટિએ એમેઝોન(AMAZON)ના જેફ બેઝોસ(JEFF BEZOS)ને પાછળ છોડ્યા છે. એલોન મસ્કને બિટકોઇનમાં રોકાણ કરવાનું પસંદ છે. તેમણે ટ્વીટ દ્વારા પણ તેનો ઉલ્લેખ કર્યો છે. એલોન મસ્ક દ્વારા કરેલા ટ્વિટ પછી બિટકોઈટના ભાવ રેકોર્ડ સ્તર પર ગયા છે. હવે એલોન મસ્ક એ ખુલાસો કર્યો છે કે તે બિટકોઇનમાં કેમ રોકાવાનું પસંદ કરે છે.

એલોન મસ્કએ ટેસ્લા દ્વારા બિટકોઇન્સમાં લગભગ 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. એલોન મસ્ક માને છે કે બીટકોઇન્સ રાખવાનું રોકડ રાખવા કરતાં થોડું સારું છે. પરંતુ આ થોડો તફાવત બિટકોઇનને વધુ સારી સંપત્તિ બનાવે છે. તેમણે કહ્યું કે બિટકોઇન રોકડથી અલગ છે અને આ તફાવત આ ક્રિપ્ટોકરન્સીને વિશેષ બનાવે છે અને તેથી જ ટેસ્લાએ તેમાં રોકાણ કર્યું છે.

52 હજાર ડોલરની કિંમત
ટેસ્લાએ બિટકોઇનમાં રોકાણ કર્યું કે તરત તેની કિંમતો 52 હજાર ડોલરને પાર કરી ગઈ હતી. એક બિટકોઇનની કિંમત શુક્રવારે 51284 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહી હતી. આ અગાઉ, એલોન મસ્ક પણ તાજેતરમાં તેના ટ્વિટર પર Dogecoinને પ્રમોટ કરી હતી. જે બાદ આ ક્રિપ્ટોકરન્સીની કિંમત પણ રેકોર્ડ સ્તરે દર્જ કરવામાં આવી રહી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બન્યો
એલોન મસ્ક એ સ્પેસએક્સનો બીજો ફંડિંગ રાઉન્ડ પૂર્ણ કર્યા પછી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મેળવ્યું છે. બે દિવસ પહેલા, એલોન મસ્કને પગલે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પ્રથમ સ્થાને આવ્યા હતા. પરંતુ હવે બેઝોસ બીજા સ્થાને આવી ગયા છે. આ એલોન મસ્કની રોકેટ કંપનીના વિશાળ રોકાણને કારણે હતું. મસ્કની રોકેટ કંપનીના ફંડિંગ રાઉન્ડ પૂર્ણ કર્યા પછી, મસ્કની સંપત્તિ વધીને 199.9 અબજ ડોલર થઈ ગઈ છે. એમેઝોનના બેઝોઝની સંપત્તિ 194.2 અબજ છે.

Next Article