Economic Survey 2020-21 LIVE: વિકાસ માટે ડિસઈન્વેસ્ટમેન્ટ અને નાણાકીય ખાધ પર ભાર મૂકવામાં આવશે

|

Jan 29, 2021 | 6:30 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ઈકોનોમિક સર્વે રિપોર્ટ 2021 રજૂ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માં વૃદ્ધિ દર માઈનસ 7.7 ટકા રહેવાની ધારણા છે.

Economic Survey 2020-21 LIVE: વિકાસ માટે ડિસઈન્વેસ્ટમેન્ટ અને નાણાકીય ખાધ પર ભાર મૂકવામાં આવશે
FM Nirmala Sitharaman (File Image)

Follow us on

Economic Survey 2020-21 LIVE: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ઈકોનોમિક સર્વે રિપોર્ટ 2021 રજૂ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માં વૃદ્ધિ દર માઈનસ 7.7 ટકા રહેવાની ધારણા છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22નો વિકાસ દર 11 ટકા થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઈકોનોમિક સર્વેના રિપોર્ટમાં જણાવાયું છે કે સંકટ હોવા છતાં કૃષિ એકમાત્ર ક્ષેત્ર છે, જ્યાં આ વર્ષે તેજી નોંધાઈ છે.

 

ન્યુઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ નિર્મલા સીતારમણનું ધ્યાન 2021માં બજેટ વિસ્તરણ પર રહેશે. આગામી નાણાકીય વર્ષમાં સારી વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બજેટમાં સરકાર વિનિવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત બજારમાંથી લોન પણ મોટા પ્રમાણમાં ઉભી કરવામાં આવશે જેથી ખર્ચને વેગ આપી શકાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

એવું માનવામાં આવે છે કે 2021ના ​​બજેટમાં નિર્મલા સીતારમણનો ભાર વૃદ્ધિ દરને વેગ આપવા પર રહેશે. આ વર્ષે નાણાકીય ખાધને નિયંત્રણમાં રાખવું સરકારની પ્રાથમિકતા રહેશે નહીં. વોલ સ્ટ્રીટ બ્રોકરેજની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયાનો અંદાજ છે કે વર્તમાન નાણાકીય વર્ષ માટે સરકાર નાણાકીય ખાધનો અંદાજ 3.5 ટકાથી વધારીને 7.2 ટકા કરી શકે છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આ અંદાજ જીડીપીના 5 ટકા રાખી શકાય છે.

 

આ પણ વાંચો: Rajkot: ટામેટાના પ્રતિ કિલો 3 થી 5 રૂપિયા મળતા ખેડૂતોમાં રોષ

Next Article