રોજગારીમાં સુધારો: ઓક્ટોબરમાં 11.75 લાખ નવા સભ્યો ESICમાં જોડાયા, EPFOમાં જોડાનારાઓની સંખ્યામાં ઘટાડો

|

Dec 25, 2020 | 10:33 PM

અનલોક પછી દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં સતત સુધારો થઈ રહ્યો છે. આર્થિક બાબતોને વેગ મળતા રોજગાર પણ વધ્યો છે.

રોજગારીમાં સુધારો: ઓક્ટોબરમાં 11.75 લાખ નવા સભ્યો ESICમાં જોડાયા, EPFOમાં જોડાનારાઓની સંખ્યામાં ઘટાડો

Follow us on

અનલોક પછી દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં સતત સુધારો થઈ રહ્યો છે. આર્થિક બાબતોને વેગ મળતા રોજગાર પણ વધ્યો છે. નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસે (NSO) મુજબ ઓક્ટોબર મહિનામાં 11.75 લાખ નવા સભ્યો ESICમાં જોડાયા છે. ઓક્ટોબરમાં EPFOમાં જોડાનારા લોકોની સંખ્યા ઘટાડા સાથે 11.55 લાખ રહી હતી.

 

અનલોક દરમ્યાન રોજગારીમાં વધારો થયો

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

25 માર્ચથી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે એપ્રિલમાં ESICમાં જોડાનારા સભ્યોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. માત્ર 2.62 લાખ સભ્યો નોંધાયા હતા. અનલોક લાગુ થતાં ESICમાં જોડાનારા નવા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. મે મહિનામાં 4.87 લાખ અને જૂનમાં 8.27 લાખ સભ્યો જોડાયા હતા. જુલાઈમાં ESICમાં જોડાનારા નવા સભ્યોની સંખ્યા ઘટીને 7.61 લાખ થઈ ગઈ. પરંતુ ઓગસ્ટમાં સ્થિતિમાં ઉછાળો આવ્યો અને 9.47 લાખ સભ્ય નોંધાયા હતા.

 

વર્ષ 2019-20માં 1.51 કરોડ નવા સભ્યો નોંધાયા

NSOના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2019-20માં 1.51 કરોડ નવા સભ્યોને ESICમાં ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના નાણાકીય વર્ષમાં સંખ્યા 1.49 કરોડ હતી. સપ્ટેમ્બર 2017થી માર્ચ 2018 દરમિયાન 83.35 લાખ નવા સભ્યો ESIC યોજનામાં જોડાયા. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2017થી ઓક્ટોબર 2020 દરમિયાન 4.4 કરોડ નવા સભ્યો ESICમાં જોડાયા છે. NSO રિપોર્ટ ESIC કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના પગારના ડેટા પર આધારિત છે.

 

આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાનું કોરોનાના કારણે પાકિસ્તાનમાં મોત

 

EPFOમાં સભ્યોની સંખ્યામાં ઘટાડો

રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં EPFOમાં જોડાનારા લોકોની સંખ્યા 11.55 લાખ હતી. સપ્ટેમ્બર 2020માં નોંધાયેલી  સંખ્યા 14.19 લાખથી આ  સંખ્યા ઓછી હતી. શ્રમ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં ઓક્ટોબરમાં EPFOમાં જોડાનારા લોકોની સંખ્યા 56% વધી 11.55 લાખ થઈ છે. ઓક્ટોબર 2019માં 7.39 લાખ સભ્યો EPFOમાં જોડાયા હતા. NSOના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2017થી ઓક્ટોબર 2020ના સમયગાળા દરમિયાન EPFOમાં 3.77 કરોડ નવા સભ્યો ઉમેરવામાં આવ્યા છે.

Next Article