AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનને લઈને મૂંઝવણમાં છો ? આ નંબર પર કરો કોલ, દરેક સમસ્યાનું મળશે સમાધાન

e-Shram : શ્રમ મંત્રાલયના ટ્વિટ મુજબ, અત્યાર સુધીમાં 75 લાખથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે. તેમને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળશે.

ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનને લઈને મૂંઝવણમાં છો ? આ નંબર પર કરો કોલ, દરેક સમસ્યાનું મળશે સમાધાન
ઈ-શ્રમ પોર્ટલ રજીસ્ટ્રેશન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:22 PM
Share

કેન્દ્ર સરકારે ગયા મહિને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ (e-SHRAM Portal) લોન્ચ કર્યું હતું. અહીં કામદારો પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડ્સ પર, તેઓને 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમા કવર મળશે. શ્રમ મંત્રાલયે (Ministry of Labour) ટ્વીટ કરીને કામદારોને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવા કહ્યું છે. શ્રમ મંત્રાલયે આ માટે હેલ્પડેસ્ક નંબર 14434 જાહેર કર્યો છે. જ્યાં કામદારો આ નંબર પર કોલ કરીને વધુ માહિતી કે તેને લગતી સહાયતા મેળવી શકે છે.

શ્રમ મંત્રાલયના ટ્વિટ મુજબ, અત્યાર સુધીમાં 75 લાખથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે. ઈ-શ્રમ પોર્ટલ દ્વારા કામદારોનો ડેટા અને માહિતી એકત્રિત કરવાનો હેતુ છે. પછી તે જ આધાર પર, સરકારી કામદારો માટે યોજનાઓ અને નિયમો બનાવવામાં આવશે. સરકાર વતી, દેશના તમામ કામદારોને ઓળખ કાર્ડ અને આધાર કાર્ડના ડેટા દ્વારા તેમના કામના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવશે.

આજે જ રજીસ્ટ્રેશન કરાવો

શ્રમ મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું કે, જો તમે અસંગઠિત કામદાર છો અને તમે હજુ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી નથી, તો આજે જ કોમન સર્વિસ સેન્ટર્સ, http://eshram.gov.in અથવા રાજ્ય સરકારની પ્રાદેશિક કચેરીઓ પર જઈને નોંધણી કરાવો. વધુ માહિતી અથવા સહાય માટે હેલ્પડેસ્ક નંબર 14434 પર કોલ કરો.

આ પોર્ટલ શું ફાયદો થશે

સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળશે. સરકાર અસંગઠિત ક્ષેત્ર માટે જે પણ યોજનાઓ લાવશે, તેનો સીધો લાભ આ કાર્ડ ધારકોને આપવામાં આવશે અથવા જે પણ યોજનાઓ ચાલી રહી છે, તેનો પણ લાભ મળશે.

આ ઉપરાંત, જો તમે કોઈ તાલીમ લીધી નથી, તો સરકાર તમારા માટે તાલીમની વ્યવસ્થા પણ કરશે, જેથી તમે સરળતાથી કામ શીખી શકશો અને તમને રોજગારમાં પણ મદદ થશે.

આ રીતે બનશે આ કાર્ડ

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://eshram.gov.in/ પર જાઓ.
  • આ પછી તમારે સેલ્ફ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે આધાર સાથે લિંક થયેલા નંબર સાથે OTP મારફતે લોગીન કરવું પડશે.
  • આ પછી તમારે આધાર નંબર ભરીને OTP મારફતે પ્રક્રિયા આગળ વધારવી પડશે અને તમારી માહિતી સ્ક્રીન પર આવશે અને તમારે તેને એસેપ્ટ કરવી પડશે.
  • તેમાં ઘણા ફોર્મ હશે, જે ભરવા પડશે અને તમારી માહિતી આપવી પડશે. આ પછી તમારું કાર્ડ બની જશે. ઉપરાંત, લોકો CSC પર જઈને પણ આ કાર્ડ બનાવી શકે છે.

આ પણ વાંચો : Share Market : નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યું શેરબજાર , SENSEX 58900 અને NIFTY 17555 પર નજરે પડયો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">