Dove અને Tresemme શેમ્પુના ઉપયોગથી વધી રહ્યુ છે કેન્સરનું જોખમ, Unileverએ પોતાની પ્રોડક્ટ પાછી ખેંચી
બેન્ઝીન મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. FDAએ તેની રિકોલ નોટિસમાં કહ્યું છે કે બેન્ઝીન માનવ શરીરમાં અનેક રીતે પ્રવેશી શકે છે. તે ગંધ દ્વારા, મોં દ્વારા અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તેનાથી લ્યુકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે.

દિગ્ગજ કંપની યુનિલિવર (Unilever)ના ઘણા શેમ્પૂ બ્રાન્ડ્સમાં બેન્ઝીન નામનું ખતરનાક કેમિકલ મળી આવ્યું છે, જે કેન્સરનું કારણ બની શકે છે. કંપનીએ યુએસ માર્કેટમાંથી ડવ, નેક્સસ, Suave, Tigi,Tresemmé સહિત ઘણા ડ્રાય શેમ્પૂ પાછા મંગાવ્યા છે. શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ યુનિલિવર પ્રોડક્ટ્સ ઓક્ટોબર 2021 પહેલા બનાવવામાં આવી હતી અને વિશ્વભરના રિટેલર્સને પણ સપ્લાય કરવામાં આવી હતી. જો કે, હવે જ્યારે આ ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતું રસાયણ મળ્યું છે, બાદમાં કંપનીએ પોતાની તમામ વિવાદાસ્પદ પ્રો઼ડક્ટ પાછી ખેંચી લીધી છે. તમને જણાવી દઈએ કે આ સમાચાર ફરી એકવાર પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં એરોસોલ્સની સુરક્ષા પર સવાલ ઉભા કરે છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન બજારમાંથી ઘણી એરોસોલ સનસ્ક્રીન મંગાવવામાં આવી છે. તેમાં Johnson & Johnsonના Neutrogena, Edgewell Personal Care Co. ના Banana Boat અને Beiersdorf AG’s ના Coppertone નો સમાવેશ થાય છે.
બેન્ઝીન મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. FDAએ તેની રિકોલ નોટિસમાં કહ્યું છે કે બેન્ઝીન માનવ શરીરમાં અનેક રીતે પ્રવેશી શકે છે. તે ગંધ દ્વારા, મોં દ્વારા અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તેનાથી લ્યુકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે. FDA કહે છે કે લોકોએ આવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અને ખરીદેલી પ્રોડક્ટના પૈસા પાછા મેળવવા માટે UnileverRecall.comની વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. જોકે યુનિલિવરે આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.
ડ્રાય શેમ્પૂ શું છે?
કોલિન્સ ડિક્શનરી અનુસાર, ડ્રાય શેમ્પૂ પાવડર અથવા સ્પ્રે જેવું છે. આ ઉત્પાદનોનો ઉપયોગ સામાન્ય રીતે વાળને ભીના કર્યા વગર સાફ કરવા માટે થાય છે. ક્લેવલેન્ડ ક્લિનિક અનુસાર, આ આલ્કોહોલ અથવા સ્ટાર્ચ આધારિત સ્પ્રે વાળમાંથી ગ્રીસ અને તેલ દૂર કરે છે. કેટલાક ડ્રાય શેમ્પૂમાં એરોસોલ સ્પ્રે હોય છે જ્યારે કેટલાકમાં વાળના રંગ સાથે મેળ ખાતો પાવડર ટીન્ટેડ હોય છે.