હવે કારમાં Double Air Bags ફરજીયાત બનશે, 1 એપ્રિલથી નવો નિયમ અમલમાં આવી રહ્યો છે

|

Mar 06, 2021 | 11:22 AM

સરકારે વાહનોની આગળની સીટ પર મુસાફરો માટે ડબલ એરબેગ (Double Air Bags) ફરજિયાત બનાવી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, એરબેગ્સની ફરજિયાત જોગવાઈ અંગે ગેઝેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હવે કારમાં Double Air Bags ફરજીયાત બનશે, 1 એપ્રિલથી નવો નિયમ અમલમાં આવી રહ્યો છે
Double Air Bags

Follow us on

સરકારે વાહનોની આગળની સીટ પર મુસાફરો માટે ડબલ એરબેગ (Double Air Bags) ફરજિયાત બનાવી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, એરબેગ્સની ફરજિયાત જોગવાઈ અંગે ગેઝેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વાહનોમાં ડ્રાઇવર સીટની સાથે બેઠેલા મુસાફરો માટે એરબેગ ફરજિયાત બનાવવા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ એક મહત્વપૂર્ણ સુરક્ષા માપદંડ છે. સુપ્રીમ કોર્ટની માર્ગ સલામતી અંગેની સમિતિએ તેના વિશે સૂચન કર્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે, એપ્રિલ, 2021 ના ​​પહેલા દિવસે અથવા ત્યાર બાદ નવા વાહનોના નિર્માણમાં આગળની બેઠક માટે એરબેગની જરૂર રહેશે. જુના વાહનોના સંદર્ભમાં 31 ઓગસ્ટ 2021 થી હાલના મોડલોમાં ડ્રાઇવરની સીટ સાથે એરબેગ સ્થાપિત કરવું ફરજિયાત રહેશે. આ પગલું અકસ્માતની ઘટનામાં મુસાફરોની સલામતીની ખાતરી કરશે. માનવામાં આવે છે કે નવા નિયમ લાગુ થતાં વાહનોની કિંમતમાં ઓછામાં ઓછા 5000-7000 રૂપિયાનો વધારો થશે. આ અગાઉ 29 ડિસેમ્બર 2020 ના રોજ સરકારે કહ્યું હતું કે, તેણે 1 એપ્રિલ 2021 થી નવા વાહનો માટે અને 1 જૂન 2021 થી જુના વાહનો માટે ડ્યુઅલ એરબેગ બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, જુના વાહનોમાં એરબેગ માટેની સમય મર્યાદા ત્રણ મહિના વધારીને 31 ઓગસ્ટ 2021 કરવામાં આવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જુલાઈ 2019 માં ડ્રાઇવર માટે એરબેગ જરૂરી કરાઈ હતી
જુલાઇ 2019 માં ડ્રાઇવર માટે એરબેગ જરૂરી કરાઈ હતી. વર્તમાન નિયમ M1 કેટેગરીના વાહનો પર લાગુ કરવામાં આવ્યો છે, જે મહત્તમ 8 મુસાફરને બેસાડી શકે છે. માનવામાં આવે છે કે, આગામી દિવસોમાં મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોનિક સ્થિરતા નિયંત્રણ અને સ્વાયત્ત ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ પણ વાહનો માટે જરૂરી રહેશે. નાણાકીય વર્ષ 2022-23થી આ નિયમ લાગુ કરી શકાય છે. સરકારનો પ્રયાસ છે કે ભારતમાં કારના સલામતીના ધોરણને વૈશ્વિક ધોરણ સાથે મેચ કરી શકાય અને આ દિશામાં સતત પગલા લેવામાં આવી રહ્યા છે.

Next Article